દરરોજ નિયમિત માત્રામાં પાણી પીવું જરૂરી છે

પાણી પીવું જરૂરી છે
પાણી પીવું જરૂરી છે

એક સામાન્ય વ્યકિતને દિવસ દરમિયાન 2.5 થી 3 લિટર પાણી પીવું જોઈએ

મિત્રો પાણી નું આપણા જીવનમાં ઘણું મહત્વ છે પાણીને આપણે ખૂબ સાધારણ સમજીએ છીએ કે આપણે પાણી જ્યારે ઈચ્છા થાય ત્યારે જેટલું પાણી પીવું હોય એટલું પી શકીએ છીએ પરંતુ આપણી આ સમજણ ખોટી છે કેમકે પાણી દેખાવમાં તેટલું સાધારણ લાગે છે એટલું આપણા શરીરના બધા અંગોને સ્વસ્થ રાખવાનું કામ કરે છે શરીરમાં જે ઝેરી પદાર્થો બને છે તેને બહાર કાઢવાનું કામ પાણી કરે છે પેટથી લઈને ત્વચા અને વજન ઘટાડવામાં પાણીનો મહત્વનો રોલ છે.

Subscribe Saurashtra Kranti here

પાણી પીવાની સાચી રીત અને માત્ર ખૂબ જરૂરી છે પાણી પીવાના ફાયદા અને નુકસાન વિશે જાણવું ખૂબ જરૂરી છે વ્યક્તિ ગમે તેટલી સારામાં સારી વસ્તુ ખાઈ પરંતુ પાણી પીવાની સમજણ ન હોય તો ઘણી બધી સમસ્યાઓનો સામનો કરવો પડે છે જેમકે ગેસ, અપચો, કબજિયાત લીવર ની તકલીફ, હરસની તકલીફ, પેશાબમાં બળતરા, પથરીની તકલી, સુસ્તી, રોગ પ્રતિકારક ક્ષમતામાં કમી, વારંવાર બીમાર પડવું, ત્વચાની તકલીફ, સાંધાના દુખાવા, શરીરમાં ચરબીનું પ્રમાણ વધુ હોવું, માથાનો દુખાવો,ચક્કર આવવા, વજન ઘટાડવા કે વજન વધારવામાં તકલીફ આવવી, વાળ ઉતરવા, રાત્રે ઊંઘ ન આવવી જેવી ઘણી બીમારીઓ પાણી પુરતા પ્રમાણમાં અને સમજણ વગર પીવાથી થાય છે આપણા શરીર માટે પાણી કેમ જરૂરી છે? શરીર માં 60 થી 70 ટકા પાણી હોય છે.

શરીરમાં પાણી આપણા અંદરના અંગો (ઓર્ગન્સ) જેમકે કિડની, લીવર, ફેફસા અને પાચન તંત્ર આપણા બધા અંગોને સારી રીતે કામ કરવા અને કોશિકા ને સજીવન રાખવાનું કામ કરે છે.શરીરમાં પાણીની કમી હોય તો પેશાબનો રંગ પીળો થઇ જાય છે પાચન શક્તિ કમજોર પડે છે, શરીરની ત્વચા સૂકી અને ઢીલી પડી જાય છે પાણી સમય અનુસાર ન પીવાથી ગંભીર બિમારીની શરુઆત થઇ જાય છે એટલે રોજ એક નિયમિત માત્રામાં પાણી પીવું જરૂરી છે.

કેટલું પીવું જોઈએ અને કેવું પાણી પીવું જોઈએ ઠંડુ ગરમ કે નોર્મલ?

પાણીમાં 0 કેલરી હોવા છતાં આપણા શરીરમાં હાઈદ્રેટ કરીને ઝેરી પદાર્થોને બહાર કાઢવામાં મદદ કરે છે ત્વચાને સાફ રાખે છે મગજ ને મજબૂત બનાવે છે, પાચનક્રિયા આંખ હાડકા અને આપણા શરીરના બધા અંગોને કામ કરવામાં ખૂબ જ મદદ કરે છે એટલા માટે શરીરને પાણી ખૂબ જરૂરી છે કોઈ વ્યક્તિ ભૂખ્યા રહી શકે પરંતુ લાંબા સમય સુધી તરસ્યા ન રહી શકે કેમકે મળ,પરસેવો,પેશાબ શ્વાસ ની પ્રક્રિયામાં લગભગ 2 લીટર પાણી આપણા શરીર માંથી બહાર નીકળે છે એટલા માટે પાણી સંગ્રહ કરવું ખૂબ જરૂરી છે.

પાણી કેટલું પીવું એ વ્યક્તિની તંદુરસ્તી વાતાવરણ ફિઝિકલ ઍક્ટિવિટી પર નિર્ભર છે પરંતુ એક સામાન્ય વ્યક્તિને દિવસ દરમ્યાન 2.5 થી 3 લિટર પાણી પીવું જોઈએ ગરમીની ઋતુમાં વધારે પરસેવો થાય છે એટલા માટે પાણીની માત્રા વધારવામાં આવે છે અને જે લોકો કસરત કરે છે તે લોકોને નોર્મલ લોકો થી થોડું વધુ પાણી પીવું જોઈએ કેમકે એમના શરીરમાં પાણીની જરૂર વધારે હોય છે.

Read About Weather here

રાત્રે સુતા પહેલા અથવા અચાનક ઉઠી જવા પર વધારે પાણી પીવું ન જોઈએ કારણ કે રાત્રે સૂતી વખતે આપણું શરીર એક્ટિવ નથી હોતું તેનાથી પાણીનો ઉપયોગ કર્યા વગર જ કિડનીમાં ફિલ્ટર થવા માટે જાય છે જેનાથી કિડનીને પણ નુકસાન થાય છે અને ઊંઘમાંથી ઊઠીને વારંવાર પેશાબ જવું પડે છે જેથી ઊંઘ પણ ખરાબ થાય છે એટલા માટે દિવસ દરમિયાન પાણી પીવું જરૂરી છે. બે વાર પાણી પીવાની વચ્ચે 45 મિનિટ નું અંતર રાખવું જરૂરી છે સવારે ઊઠીને પાણી પીવાથી રાત્રિના ઝેરી પદાર્થો બહાર નીકળી જાય છે માટે સવારે એકથી બે ગ્લાસ પાણી પીવું જરૂરી છે. તડકામાં થી આવો ત્યારે અને કસરત કરતા હોય ત્યારે વધુ પાણી ન પીવું જોઈએ.


ડાયેટિશિયન સ્નેહા વિઠ્ઠલાપરા

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here