કટોકટી: દેશમાં કોરોના કાબૂ બહાર, ચીફ જસ્ટિસ બોલ્યા-નેશનલ ઈમરજન્સી જેવી હાલત

કોરોના
કોરોના

સુપ્રીમ કૉર્ટ કેન્દ્ર સરકાર પર સખ્ત, પૂછ્યું- કોરોનાને લઇને તમારી પાસે છે શું છે નેશનલ પ્લાન?

દેશમાં કોરોનાની હાલત પર સુપ્રીમ કોર્ટે ગુરૂવારે ચિંતા વ્યક્ત કરી છે. વડી અદાલતના ચીફ જસ્ટિસે કહૃાુ હતું કે, દેશમાં હાલ કોરોનાની સ્થિતીથી નેશનલ ઈમરજન્સી જેવી થઈ ગઈ છે. દેશમાં કોરોનાની આવી પરિસ્થિતી જોતા સુપ્રીમ કોર્ટ ગંભીર બની છે. કોર્ટે ચાર મુદ્દા પર જાતે સંજ્ઞાન લેવાનું વિચાર્યુ છે. જેમાં ઓક્સિજનની સપ્લાઈ અને વેક્સિનનો મુદ્દો શામેલ છે. આ અંગે ચીફ જસ્ટિસે કેન્દ્ર સરકારને નોટિસ પણ ફટકારી છે.

Subscribe Saurashtra Kranti here

સુપ્રીમ કૉર્ટે ગુરૂવારના સ્વત: સંજ્ઞાન લેતા કેન્દ્ર સરકારને નોટિસ મોકલી છે. કૉર્ટે કેન્દ્ર સરકારે પૂછ્યું છે કે તેમની પાસે કોવિડ-૧૯થી પહોંચી વળવા માટે નેશનલ પ્લાન શું છે? કૉર્ટે હરીશ સાલ્વેને એમિકસ ક્યૂરી પણ નિયુક્ત કર્યા છે. સુપ્રીમ કૉર્ટે ચાર મહત્વના મુદ્દાઓ પર કેન્દ્ર સરકાર પાસે પ્લાન માંગ્યો છે. આમાં પહેલા- ઑક્સિજનનો સપ્લાય, બીજો- દવાઓનો સપ્લાય, ત્રીજો- વેક્સિન આપવાની રીત અને પ્રક્રિયા અને ચોથું- લોકડાઉન લગાવવાનો અધિકાર ફક્ત રાજ્ય સરકારને હોય, કૉર્ટને નહીં. હવે આ મામલે આગામી સુનાવણી ૨૩ એપ્રિલના એટલે કે આવતીકાલે થશે.

સુનાવણી બાદ કૉર્ટે કેન્દ્ર સરકારને નોટિસ ફટકારી છે. સોલિસિટર જનરલ તુષાર મહેતાએ આજે સુપ્રીમ કૉર્ટને જણાવ્યું કે, દેશને ઑક્સિજનની સખ્ત જરૂર છે. સુપ્રીમ કૉર્ટે ઑક્સિજનો પુરવઠો પુરો પાડવા અને જરૂરી દવાઓના મુદ્દા પર સ્વત: સંજ્ઞાન લીધું. સીજેઆઈ બોબડેએ કહૃાું કે, અદાલત આ મુદ્દે આવતીકાલે સુનાવણી કરશે

Read About Weather here

આ પહેલા દિલ્હી હાઈકોર્ટે કેન્દ્ર સરકારને સખ્ત ટિપ્પણી કરતા કહૃાું હતુ કે, કરગરો, ઉધાર લો અથવા ચોરી કરો, પરંતુ ઑક્સિજન લઇને આવો, અમે દર્દીઓને મરતા ના જોઇ શકીએ. બુધવારના દિલ્હીની કેટલીક હૉસ્પિટલોમાં ઑક્સિજનની તાત્કાલિક જરૂરિયાતના સંબંધમાં સુનાવણી કરતા દિલ્હી હાઈકોર્ટે આ સખ્ત ટિપ્પણી કરી હતી. સુપ્રીમ કૉર્ટે કહૃાું કે, કોવિડ-૧૯ સંબંધિત મુદ્દાઓ પર ૬ અલગ-અલગ હાઈકોર્ટ્સની સુનાવણી કરવી કોઈક પ્રકારનો ભ્રમ પેદા કરી શકે છે. સુપ્રીમ કૉર્ટ ઑક્સિજન, જરૂરી દવાઓને પુરી પાડવા અને રસીકરણની રીતથી જોડાયેલા મુદ્દાઓ પર રાષ્ટ્રીય નીતિ ઇચ્છે છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here