ચારધામ યાત્રામાં રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરના યાત્રાળુઓ ફસાયા

ચારધામ યાત્રામાં રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરના યાત્રાળુઓ ફસાયા
ચારધામ યાત્રામાં રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરના યાત્રાળુઓ ફસાયા

વરસાદનો કહેર યથાવત:ઉત્તરાખંડમાં 5 લોકોના મોત
ઉત્તરાખંડના મેઘ તાંડવમાં 1 હજારથી વધુ ગુજરાતીઓ ફસાયા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સતત સંપર્કમાં, હેલ્પ લાઈન નંબર જાહેર કર્યો
હજુ પણ વરસાદની આગાહીને પગલે રવાના થયેલા યાત્રાળુઓની હાલત પણ કફોડી , હેલિકોપ્ટર અને ઘોડા-પાલખી સહિતની સેવા બંધ કરાઈ

ઉત્તરાખંડમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનને કારણે ચારધામની યાત્રા પર અસર થઈ છે. કેદારનાથમાં રાજકોટના 6, સૌરાષ્ટ્રના 50 સહિત 125થી વધુ ગુજરાતી યાત્રાળુઓ ફસાયા છે. કુલ દેશભરના 3000 લોકો કેદારનાથમાં ફસાયા હોવાનું જાણવા મળે છે.

Visit Saurashtra Kranti Homepage here

રાજકોટના 20 યાત્રાળુઓ હાલ કેદારનાથમાં નીચેના ભાગમાં છે. જે સુરક્ષિત છે, બાકી રાજકોટના 6 લોકો, સૌરાષ્ટ્રના 50 જેટલા લોકો કેદારનાથમાં ઉપરના ભાગે ફસાયેલા છે, જેની સાથે કોઈ સંપર્ક નથી થઈ શક્યો.

હાલમાં કેદારનાથથી નીચે સીતાપુર બેઝ કેમ્પમાં તેઓ પહોંચ્યા છે, પરંતુ ત્યાં પહોંચ્યા બાદ હાલમાં અવરજવર બંધ કરી દેવામાં આવી છે, તેમની સાથેના તમામ યાત્રાળુઓ સલામત સ્થળે છે

પરંતુ ભારે વરસાદને કારણે યાત્રાને અટકાવવામાં આવી રહી છે, રસ્તામાં અનેક સ્થળે ભૂસ્ખલનને કારણે રસ્તાઓ બંધ થઇ ગયા છે. તેમ જાણવા મળ્યું છે.

સતત વરસાદ વરસી રહ્યો છે. અને હજુ પણ ભારે વરસાદની આગાહી છે. જેથી યાત્રાળુઓને આગળ વધતા રોકી દેવામાં આવતા યાત્રાળુઓની હાલત કફોડી બની છે, હજુ પણ ભારે વરસાદની આગાહી હોય યાત્રાળુઓને નવી સૂચના મળે નહીં ત્યાં સુધી યાત્રા શરૂ નહીં કરવા કહેવાયું છે.

કેદારનાથમાં હાલમાં ઘોડા, પાલખી અને હેલિકોપ્ટરની સેવા બંધ કરી દેવામાં આવી છે, હાલ કેદારનાથમાં ઉપરના ભાગે 3 હજાર જેટલા શ્રદ્ધાળુઓ ફસાયા છે. રવિવારે ભારે વરસાદ વચ્ચે દર્શનાર્થીઓને કલાકો સુધી કતારમાં ઊભું રહેવું પડ્યું હતું તો કેટલાક લોકો દર્શન કર્યા વગર પરત ફરવા મજબૂર થયા હતા.

ઉલ્લેખનીય છે કે, ગઈકાલે તા.18ના રોજ રાત્રે 8 વાગ્યા બાદ અરવિંદ આહીર નામના ટ્વીટર એકાઉન્ટ પરથી મદદ માટે ટ્વીટ કરાયું હતું જેમાં જણાવાયું હતું કે, તેઓ કેદારનાથમાં ફસાયા છે.

આ ટ્વીટ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, ગૃહમંત્રી હર્ષ સંઘવી અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ, ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ અને સીએમઓ ગુજરાતને ટેગ કરી કરાયું હોવાથી તુરંત સહાય માટે સરકાર એક્ટિવ થઈ છે.

જાણવા મળ્યું છે કે,કેદારનાથમાં હાલ ઉપરની તરફ 3000 યાત્રાળુ ફસાયા છે જેમાં બનારસ, હરિદ્વાર, દેહરાદૂનના લોકો વધુ છે. વરસાદ હાલ અટકવાનું નામ નથી લેતો, ત્યાં હજુ પણ વરસાદની આગાહી છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉત્તરાખંડમાં કુદરતી સંકટ અને વરસાદને કારણે ગુજરાતના જે યાત્રિકો ત્યાં ફસાઈ ગયા છે તેમને જરૂરી મદદ સહાય માટે ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંગ ધામી સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી.

ગુજરાતના જે યાત્રિકો ત્યાં ફસાયેલા છે તેમનો સંપર્ક થઈ શકે અને અન્ય માહિતી મેળવી શકાય તે માટે મુખ્યમંત્રીની સૂચનાને પગલે ગુજરાત સરકારના ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના હેલ્પ લાઈન નંબર જાહેર કરવામાં આવ્યા છે.

Read About Weather here

079 23251900 નંબર પર ઉત્તરાખંડમાં અટવાયેલા ગુજરાતના યાત્રિકોના સગા સંબંધીઓ, સ્નેહીજનો વિગતો આપી તેમજ મેળવી શકશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here