હિમાચલ, ઉતરાખંડ, કાશ્મીરમાં ભારે હિમવર્ષા.

હિમાચલ, ઉતરાખંડ, કાશ્મીરમાં ભારે હિમવર્ષા.
હિમાચલ, ઉતરાખંડ, કાશ્મીરમાં ભારે હિમવર્ષા.

આગામી દિવસોમાં હવા પશ્ર્ચિમ ભણી વહેવા લાગશે: અનેક સ્થળો પર 1થી અઢી ફુટ બરફની ચાદર

દેશમાં સપ્ટેમ્બર માસ બાદ પણ વરસાદ યથાવત રહેતા અને તેની સાથે બીજી શિયાળાની મૌસમ પણ શરુ થયાના સંકેત મળ્યા છે તથા હવે ઉતરાખંડમાં મૌસમનો પ્રથમ હિમપાત નોંધાયો છે અને હિમાચલ તથા કાશ્મીરમાં પણ પહાડી ક્ષેત્રમાં હિમવર્ષા શરુ થઈ છે.

Visit Saurashtra Kranti Homepage here

બદ્રીનાથ કેદારનાથ સહિત ગંગોત્રી અને યમુનોત્રીમાં પણ ભારે હિમવર્ષાના સંકેત છે. પીથોરગઢ જીલ્લામાં હિમાલયના પહાડી ક્ષેત્રમાં પણ બરફની ચાદર છવાઈ ગઈ છે.

કૈલાસ માનસરોવર માર્ગ પર છીયાલેખ અને આદી કૈલાસ માર્ગો પર બરફવર્ષા છે અને આ સ્થિતિના કારણે ઉતરાખંડમાં છેલ્લા 24 વર્ષમાં તાપમાન 12 ડીગ્રી સેલ્સીયસ સુધી નીચે ઉતરી ગયું છે.

દિલ્હીમાં પણ બે દિવસથી ઠંડકનો અહેસાસ છે અને મહતમ તાપમાન નવ ડીગ્રી જેટલું ઘટી ગયું છે અને હવે હવાની દિશા પણ પશ્ર્ચીમી થઈ જશે તથા પહાડોમાં વધેલી હિમવર્ષાના કારણે હવે ઠંડી ધીમે ધીમે વધતી રહેશે.

Read About Weather here

હિમાલયમાં ભારે વર્ષા બાદ શિંકુલામાં અઢી ફુટ હિમ પડયું છે. પર્યટન સ્થળ સબુમાં તથા રોહતાંગ પાસે પણ 1-1 ફુટ બરફ પડયા છે. જયારે જયારે હિમવર્ષાની સ્થીતિનો સંપર્ક તુટી ગયો છે. કાશ્મીરના પહાડી ક્ષેત્રમાં પણ સતત બીજા દિવસે હિમવર્ષા નોંધાઈ હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here