1લી ડિસેમ્બરથી ફરી ભાવમાં 35 થી 50 ટકા વધશે…!!

1લી ડિસેમ્બરથી ફરી ભાવમાં 35 થી 50 ટકા વધશે...!!
1લી ડિસેમ્બરથી ફરી ભાવમાં 35 થી 50 ટકા વધશે...!!

બ્રોડકાસ્ટર કંપનીઓ ચેનલ દીઠ રૂા.15 થી 25 વસુલશે: મોટો દેકારો સર્જાવાના એંધાણ


છેલ્લા કેટલાય સમયથી અવાર-નવાર ચીજવસ્તુઓના ભાવમાં વધારો થતો જોવા મળ્યો છે. પહેલા પેટ્રોલ-ડીઝલના ભાવમાં, રાંધણ ગેસના ભાવમાં, ખાદ્ય ચીજવસ્તુઓના ભાવમાં તેમજ હવે શાકભાજીના ભાવમાં પણ એટલો જ ઘરખમ વધારો જોવા મળ્યો છે.

અવાર-નવાર ભાવ વધારાને કારણે ધરના અર્થતંત્રમાં તો જાણે મુશ્કેલીનોસમય આવીની ઉભો રહી ગયો છે. જીવન

જરૂરિયાતની સાથોસાથ આવશ્યક ચીજોથી માંડીને તમામ પ્રોડકટોમાં ભાવ વધારા-મોંઘવારીથી પીડાતા લોકોને વધુ એક નાણાંકીય બોજને સહન કરવા તૈયાર રહેવુ પડે છે.

ત્યારે હવે ટીવી મનોરંજન 50 ટકા સુધી મોંઘુ થઈ શકે છે. સ્ટાર એન્ડ ડીઝની ઈન્ડિયા, ઝી એન્ટરટેઈનમેન્ટ, સોની પિકચર્સ નેટવર્ક તથા વાયાકોમ 18 દ્વારા નવા સુધારેલા ટેરીફ ઓર્ડરમાં 1લી ડીસેમ્બરથી ભાવ વધારો જાહેર કર્યો છે.

ગ્રાહકોનાં કેબલ-ભાડા બીલ ઘટાડવા માટે કેન્દ્ર સરકારે લાગુ પાડેલા નવા ભાડા નિયંત્રણોનું આ પરિણામ છે. ટેલીકોમ રેગ્યુલેટરી ઓથોરીટી ઓફ ઈન્ડિયા (ટ્રાઈ)એ ગ્રાહકોના હિત માટે જેટલી ચેનલ જોવી હોય તેટલા જ ભાવ ચુકવવાના ઉદેશ સાથે નવો ભાડા કાયદો ઘડયો હતો.

Read Local News / Articles : Saurashtra , Gujarat

પરંતુ હવે બ્રોડકાસ્ટર કંપનીઓ ભાડાવધારો ઝીંકવા લાગી છે.

1લી ડીસેમ્બરથી બ્રોડકાસ્ટર કંપનીઓએ લોકપ્રિય ચેનલોને અલગ તારવીને અલગ તોતીંગ ભાડા નકકી કર્યો છે. એક ચેનલના રૂા.15 થી 25 નકકી કર્યા છે. ભાડા કાયદા અનુસાર બ્રોડકાસ્ટર કંપની વિવિધ ચેનલોનું પેકેજ કોઇપણ નકકી કરે  તેમ છતાં પણ કોઈપણ એક ચેનલના ભાડા રૂા.12 થી વધુ લઈ શકાતા નથી.

આથી કંપનીઓએ લોકપ્રિય ચેનલોને પેકેજમાંથી અલગ તારવીને તેના અગલ જ ભાડા નકકી કર્યા છે. આ સંજોગોમાં સ્ટાર પ્લસ, કલર્સ, ઝી ટીવી, સોની તથા અમુક પ્રાદેશિક મનોરંજક ચેનલો જોવી હોય તો ગ્રાહકોએ અલગથી ભાડા ભરવા તૈયાર રહેવું પડશે અને માસીક કેબલ બીલ 30 થી 50 ટકા વધી જશે.

બ્રોડકાસ્ટર કંપનીનાં એક સિનિયર અધિકારીએ કહ્યું કે કાનુની કેસનો ઉકેલ આવતો નથી. (20 મી નવેમ્બરે સુપ્રિમમાં મુદત છે) અને નિયમનકાર ટ્રાઈ કડક કાર્યવાહી કરી છે ત્યારે સ્ટ્રેટેજી બદલાવવા સિવાય છૂટકો નથી. 1લી ડીસેમ્બરથી સ્ટાર-ડિઝનીનાં પેકેજનાં રૂા.49 ને બદલે રૂા.69 સુધીના ચુકવવા પડશે સોની પીકચર્સ માટે રૂા.39 ને બદલે રૂા.71 અને વાયાકોમ માટે રૂા.25 ને બદલે રૂા.39 ચુકવવા પડશે.

ઈન્ડિયન બ્રોડ કાસ્ટીંગ એન્ડ ડીજીટલ ફાઉન્ડેશન સર્વોચ્ચ અદાલતમાં પેશ કરેલા સોગંદનામામાં એમ કહ્યું હતું કે, નવા ટેરીફ ઓર્ડરનો અમલ કરવાથી ભાવ વધારો કરવો પડશે.

નિયમનકાર એજન્સીની કામગીરીના અતિરેકથી આ હાલત છે. તમામ બ્રોડ કાસ્ટર કંપનીઓએ લોકપ્રિય ચેનલોને પેકેજમાંથી બહાર રાખવાનો સંગઠીત નિર્ણય લીધો છે.

 છેલ્લા બે વર્ષથી સ્ટેટસકવોની સ્થિતિમાં કંપનીઓએ આર્થિક ફટકો પડી રહ્યો છે હવે 30 થી 40 ટકાનો ભાડા વધારો નકકી કર્યો છે.

Read About Weather here

નિષ્ણાંતોએ એમ કહ્યું કે સુચિત ભાડા વધારાથી નાના અને મધ્યમ વર્ગના ગ્રાહકો વિડીયો સ્ટ્રીમીંગ સેવા તરફ વળી શકે છે. ઓટીટી તથા દુરદર્શનની ફ્રીડીશની બોલબાલા વધી શકે છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here