ગુજરાતમાં ભાજપના એકપણ ધારાસભ્યને રિપીટ નહીં કરાય?

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે

નવા રાજકીય વ્યૂહની ટોચની નેતાગીરીમાં ગંભીરતાથી ચાલતી વિચારણા: જે રીતે આખું મંત્રીમંડળ બદલી નખાયું એ રીતે આગામી ચૂંટણીમાં તમામ નવા ચહેરાને ટિકીટ આપવાની ચર્ચા ચાલુ હોવાના મળતા રાજકીય સંકેત
ભાજપમાં નેતાગીરીની નો રિપીટ થિયરીથી આગામી ચૂંટણીથી ફાયદો થશે કે નુકસાન? રાજકીય નિષ્ણાંતો માટે મંથન અને અનુમાનોનો ખોરાક પૂરો પાડતી ભાજપ નેતાગીરી
ભાજપની સર્વેસર્વાં ટોચની ત્રિપુટીનો નવતર પ્રયોગ રાજકીય રીતે જોખમી બનશે: ખૂદ ભાજપનાં આંતરિક વર્તુળોમાં ગણગણાટ

ગુજરાત ભાજપમાં એકાએક ટોચની નેતાગીરીએ રાજકીય ભૂકંપ સર્જીને સાવ નવતર પ્રકારની નો રિપીટ પધ્ધતિને અમલમાં મૂકી રાજકારણ જાણતા હોય કે ન જાણતા હોય એવા તમામને આશ્ર્ચર્યમાં મૂકી દીધા છે.

Visit Saurashtra Kranti Homepage here

આખે આખી પોતાની જ સરકારને બદલી નાખવાનો આવો પ્રયોગ ભાજપે પહેલીવાર દેશમાં માત્ર ગુજરાતમાં કર્યો છે. એટલે તેની કેવી અને કેટલી અસરો થશે, કેવા રાજકીય લાભાલાભ રહેશે એ વિશે રાજકીય પંડિતોમાં જોરદાર ચર્ચા અને મંથન ચાલી રહ્યા છે.

સુમાહિતગાર વર્તુળો અને ભાજપનાં રાજકીય કોરીડોરમાં આટાફેરા કરતા વગદાર વર્તુળો પાસેથી બીજી એવી ચોંકાવનારી હકીકતનો ખુલ્લાસો થયો છે કે, આગામી વિધાનસભા ચૂંટણીઓમાં ભાજપ ધારાસભાની ટિકીટ આપવામાં પણ નો રિપીટ થિયરી અજમાવી શકે છે.

સુમાહિતગાર સુત્રોનાં જણાવ્યા મુજબ વિધાનસભાની ચૂંટણીઓ જાહેર થાય ત્યારે મોટાભાગનાં ધારાસભ્યોને રીપીટ નહીં કરાય એવા મજબુત સંકેતો ભાજપમાંથી મળી રહ્યા છે. એકય વર્તમાન ધારાસભ્યને પક્ષ ટિકીટ ન આપે એવું પણ બની શકે છે.

આ રીતે ભાજપે સતા પર ટકી રહેવા અચાનક નો રિપીટ થિયરીનો આશરો લીધો છે પરંતુ તેના ફાયદા અને ગેરફાયદા કેવા રહેશે એ અંગે ખૂદ ભાજપની નેતાગીરી પણ અવરોધમાં છે અને કોઈ નક્કર નિષ્કર્ષ પર આવી શકતી નથી.

આખી રૂપાણી સરકારને ડ્રોપ કરવાનું ભાજપની નેતાગીરીએ અસાધારણ તથા અકલ્પનીય પગલું લઈને પક્ષને તો આંચકો આપ્યો જ છે. પરંતુ રાજકીય વિશ્ર્લેષકોને પણ મૂંજવી દીધા છે.

એમને ભાજપની આ નવતર થિયરી પાછળનો તર્ક પુરેપુરો સમજાયો નથી. એટલે જાતજાતના રાજકીય અનુમાનો અને અટકળોની ફેકાફેંકી થઇ રહી છે. કોઈ નિષ્ણાંત સચોટ કારણ આપી શક્યો નથી.

કેમકે, ભાજપમાં પહેલીવાર આ પ્રકારની રાજકીય ઘટના બની છે અને પહેલીવાર અસંતોષની આગ પણ જોવા મળી છે.

અસંતોષ અને આંતરિક ઘુંધવાટ બહાર આવે એ પહેલા તો અત્યારે આગને દબાવી દેવામાં ભાજપની ટોચની નેતાગીરીની ત્રિપુટી સફળ થઇ છે. પણ એવું લાગે છે કે, ભભૂકતી આગ ઉપર અત્યારે ઢાંકણું મૂકી શકાયું છે.

આગને બુઝાવી શકાઈ નથી. ભાજપમાં ખાસ કરીને ગુજરાતમાં નો રીપીટ થિયરી સામે અત્યારે તો પડતા મુકાયેલા મંત્રીઓ કે એમના ટેકેદારો સહિત કોઈએ જાહેરમાં અવાજ ઉઠાવ્યો નથી.

જાહેરમાં તો ત્રિપુટીને સારી લાગે અને ગમે એવી મીઠી-મીઠી તથા ડાહી-ડાહી વાતો કરી છે. લાંબા ગાળે મોટાપાયે વિરોધ અને અસંતોષનો જ્વાળામુખી ભભૂકી ઉઠી પ્રતિકારનો લાવા બહાર ઓકવા મંડે તેવી પૂરી શક્યતા રાજકીય વ્યૂહબાજો વ્યક્ત કરી રહ્યા છે.

જો આગામી વિધાનસભા ચૂંટણીઓમાં ગુજરાતમાં ભાજપનાં મોટાભાગનાં અથવા તો તમામ વર્તમાન ધારાસભ્યોનો ટિકીટ કપાશે તો ગંભીર પડઘા પડવાની પૂરી શક્યતા છે.

ચૂંટણીમાં પણ નો રિપીટ થિયરી આવી રહ્યાની ચર્ચા શરૂ થઇ જતા અનેક ધારાસભ્યોને ચિંતા થઇ પડી છે. સતાવાર રીતે તો આ વિશે કોઈ ખુલ્લાસો કરવામાં આવી રહ્યો નથી.

છાનેખૂણે ભાજપનાં આગેવાનો અને કાર્યક્રમો એવો ગણગણાટ સંભળાય છે કે, કોઈ મંત્રી કે ધારાસભ્ય સારી કામગીરી કરતા ન હોય તો એમને પડતા મૂકી દેવાનું પગલું વ્યાજબી ગણાય પરંતુ માત્ર સિનીયર હોવાથી કાંકરો કાઢી નાખવો

Read About Weather here

અને કામ કર્યું હોય એવા મંત્રીઓને પણ ઘરે બેસાડી દેવા એપ્રયોગ વ્યાજબી ન ગણાય જે રાજકીય રીતે જોખમી નિવડી શકે છે. તેવી તરહ-તરહની ચર્ચાઓ થઇ રહી છે. (2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here