દેશભરમાં ગુજરાતના લોકો પ્રથમ નંબરે

દેશભરમાં ગુજરાતના લોકો પ્રથમ નંબરે
દેશભરમાં ગુજરાતના લોકો પ્રથમ નંબરે

નવી દિલ્હી; ગુજરાતના લોકો  નેશનલ ક્રાઈમ રેકર્ડ બ્યૂરોના ૨૦૨૦ના આંકડા મુજબ કોવિડ મહામારીમાં લોકડાઉનના જાહેરનામાનો ભંગ કરવામાં ગુજરાતીઓ અવ્વલ નંબરે આવ્યા તો બીજા નંબર મહારાષ્ટ્રના લોકો છે. દેશમાં ૨૦૨૦માં માર્ચથી મે દરમિયાન સજ્જડ લોકડાઉન રહ્યા બાદ નિયમો હળવા કરવામાં આવ્યા હતા. આ દરમિયાન દેશભરમાં જાહેરનામા ભંગના ૬,૧૨,૧૭૯ કેસો કરવામાં આવ્યા હતા. જેમાં ગુજરાતમાં સૌથી વધુ અને બીજા નંબરે મહારાષ્ટ્રમાં જાહેરનામા ભંગના કેસો કરવામાં આવ્યા હતા. લોકડાઉન દરમિયાન દેશમાં થયેલા કુલ છ લાખથી વધુ જાહેરનામા ભંગના કેસોમાંથી૩૩ ટકા કેસ તો એક માત્ર ગુજરાતમાં નોંધાયા છે.

Read Saurashtra Kranti E-Paper : Click Here

ગુજરાતમાં જાહેરનામા ભંગ અંગે ૨,૨૭,૯૦૯ મહારાષ્ટ્રમાં ૧,૩૯,૭૫૩ ઉત્ત્।રપ્રદેશમાં ૪૦૩૬૧, દિલ્હી ૩૨૬૪૮, મણીપુરમાં ૦ અને લક્ષદ્રીપમાં ૪ કેસનો સમાવેશ થાય છે. આમ, કોવિડ મહામારીમાં લોકડાઉનનો ભંગ કરવામાં ગુજરાતીઓ અવ્વલ રહ્યા હતા.

રાજય પોલીસ દ્વારા પણ લોકડાઉનનો ભંગ કરનાર અને માસ્ક ન પહેરનાર લોકો સાથે કડક હાથે કાર્યવાહી કરાઈ હતી. અમદાવાદ શહેરમાં પોલીસે ૧૮૮ના જાહેરનામાં ભંગના ૬૦ હજારથી વધુ જે કેસ કરેલા તેને કોર્ટની મંજૂરી વગર ચાર્જશીટ માટે મુકયા હોવાનું ઠેરવી નીચલી કોર્ટે ફગાવી દીધા હતા.

Read About Weather here

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here