ગુજરાતમાં રાજકીય રીતે લેવાયેલા નિર્ણયો જેવા સાહસિક પગલા મોંઘવારી, બેકારી ધટાવવા લેવાશે?

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે

શું આમ આદમીને દાયકાથી પરેશાન કરતા ભાવ વધારા, બેરોજગારી, ફી વધારા, પાયાની સુવિધાનો અભાવ જેવા પ્રશ્ર્નો માટે ભાજપની કેન્દ્ર અને રાજયના સરકારોના વડાઓ પ્રજાલક્ષી કોઇ નિર્ણયાત્મક પ્રયોગો હાથ ધરવા આગળ આવશે ખરા?

ગુજરાત હોય કે દેશના અન્યો રાજયો લોકોના જીવનને દરરોજ સ્પર્શતા પાયાના પ્રશ્ર્નો દાયકાઓથી ઠેરના ઠેર રહયા છે અને ઉકેલની રાહ જોઇ રહયા છે એવામાં પીડિત પ્રજાના મનમાં તાજેતરની ઘટનાઓથી આશા અને અપેક્ષાના દિપક એક સામઠા પ્રગટી ઉઠયા છે.

Visit Saurashtra Kranti Homepage here

દેશની અને ખાસ કરીને ગુજરાતની જનતામાં ઉત્કંઠા જાગી છે કે, રાજકીય રીતે જે પ્રકારે સાહસિક અને પ્રયોગાત્મક ફેંસલા કરવામાં આવ્યા છે એવું સાહસ હવે ભાજપની સરકારો અને નેતાગીરી લોકોના પ્રશ્ર્નો હલ કરવા માટે પણ બતાવશે કેમ કે,

ગુજરાતની જનતા અત્યારે મોંઘવારી અને બેકારીની ચક્કીમાં પીસાઇ રહી છે. જાતજાતના પ્રશ્ર્નો ઉભા થઇ રહયા છે જેનો કોઇ નિવેડો આવતો નથી. કર્મચારીઓનાં અલગ અલગ વર્ગોને એમનો હક્ક મેળવવા માટે આંદોલનો કરવા પડે છે

પણ છતાં પ્રશ્ર્નોનો ઉકેલ આવતો નથી, મહિનાઓ સુધી આંદોલનો પણ ચાલતા રહે છે અને કોઇ પુછવા પણ આવતું નથી. સત્તાતંત્રની ઉપેક્ષાની અસર સરકારી બાબુઓમાં પણ જોવા મળે છે અને લોક સમસ્યાઓ ઠેરની ઠેર રહી જવા પામે છે.

કોઇ પ્રશ્ર્ન ઉકેલાતો નથી માત્ર લાંબો ખેંચાતો રહે છે અને અધ્ધર તાલ રહે છે. આ પરિસ્થિતિમાં મુંઝાતી રહેતી જનતામાં નવી આશાનો સંચાર થઇ રહયો છે. પણ શું એમની આશાઓ પરીપુર્ણ થશે કે ઠગારી નિવડશે?

એ પ્રશ્ર્નનો જવાબ અત્યારેકોઇ આપી ન શકે. પણ જેમની પાસે સરકારનું સંચાલન છે, જેમની પાસે પુરી સત્તા છે અને જેઓ અવાર-નવાર લોકહિતની ચિંતા હોવાની બાંગ પોકારતા રહે છે.

એ તમામ સત્તાધીશોએ આ સવાલનો જવાબ આપવાનો રહે છે. ગુજરાતમાં નવા રાજકીય પ્રયોગો શરૂ થયા છે. સાહસીક અને ખુબ જ હિમ્મતવાન કહી શકાય એવા જોરદાર અણધાર્યા રાજકીય ફેંસલા કરવામાં આવ્યા છે.

ત્યારે લોકોમાં અને સમાજનાં વિવિધ વર્ગોમાં એવા સવાલો ચર્ચાતા સંભળાય છે કે, લોકોને લાંબા સમયથી હેરાન પરેશાન કરી રહેલા પાયાના પ્રશ્ર્નો આવી રીતે એક ઝાંટકે હલ કરવાનાં સાહસીક નિર્ણયો લેવાશે ખરા?,

શું મોઘવારી રાતો રાત દૂર થઇ શકશે?, શું ગરીબો અને મધ્યવર્ગને પુરતા પ્રમાણમાં ગેસ-કેરોસીન અને રેશનનું અનાજ પુરતા પ્રમાણમાં મળ જવાનો ચમત્કાર રાતો રાત સર્જાશે?,

શું લોકોને બેકારીની ખાઇમાંથી બહાર કાઢવાનું મેજીક નેતાગીરી રાતો રાત બતાવી શકશે?, અનેક પ્રશ્ર્નો એવા છે જે એક દાયકાથી ઉકેલની રાહ જોઇ રહયા છે. લોકોને હક છે કે એમને નડતા આ પ્રશ્ર્નોનું નિરાકરણ આવવું જ જોઇએ પણ દુ:ખ એ વાતનું છે

કે, નિરાકરણ લાવવામાં આવતું નથી અને એ દિશા તરફ ધ્યાનસિધ્ધા આપવામાં આવતું નથી. લોકો કોઇપણ પક્ષને સત્તા સ્થાને બેસાડે છે ત્યારે કેટલીક અપેક્ષાઓ હોય છે, ઉમેદ હોય છે, આશા અને અરમાનો હોય છે.

એમને સત્તા પર બેઠેલા શાસન કરતાઓ પાસે અચ્છે દિનની અપેક્ષા હોય છે. આજે નહીં તો કાલે સારા દિવસો આવશે. એવી આશા રાખીને જનતા જનાદનનો બહુમતી વર્ગ રાહ જોઇને બેઠો રહે છે

પણ કડવી વાસ્તવીકતા એ જોવા મળી છે કે, એ ઇન્તેજારી લંબાતી જ રહે… લંબાતી જ રહે છે. છેલ્લા 48 કલાકમાં ગુજરાતમાં સત્તાધારી રાજકીય નેતાગીરીએ રાજકીય ફેંસલા કરવામાં રાજધાની એકસપ્રેસ જેવી જે ઝડપ બતાવી છે

તેનાથી સર્વત્ર આશ્ર્ચર્યનું મોજુ તો ફરી વળ્યું અને સાથે સાથે લોકોની અને આમ આદમીની અપેક્ષાઓનો સાગર પણ મોજા મારતો થઇ ગયો અને ધુધવવા લાગ્યો છે. લોકોને મનનાં એક ખુણે એવી મજબુત આશા જાગી ઉઠી છે

કે, આપણા મોંઘવારી, બેકારી, શુધ્ધ પાણી, પાયાની સગવડો, બાળકોનું સસ્તુ અને સારૂ શિક્ષણ જેવા લાંબા સમયથી અણઉકેલ પ્રશ્ર્નોને એક ઝાટકે ઉકેલી નાખવાના સાહસીક પગલા ઉકેલી લેવામાં આવશે જોઇએ લોકોની આ અપેક્ષા અને અરમાન પુરા થાય છે

કે નહીં?લોકોએ લાંબી અપેક્ષાઓના પડીકા બાંધી લીધા છે. હવે ખાદ્ય તેલોના ભાવ ઘટી જશે?, રેશન ઉપર પુરતા પ્રમાણમાં અનાજ મળતું થઇ જશે?, અનાજ-કઠોડ અને શાકભાજી તથા દુધના આસમાને પહોંચતા ભાવ એકદમ ઘટી જશે?,

બેકારોની ફોજમાં એકદમ ઘટાડો થઇ જશે?, જો હવે કોરોના આવે તો ઓક્સિજન વગર કોઇ મૃત્યુ નહીં પામે?, પુરતા પ્રમાણમાં ઇન્જેકશન અને દવાઓ મળી જશે?, ગરીબોની ગરીબી દુર થવા લાગશે?,

ભુર્ગભ ગટરનાં ગંદા પાણી સાથેનું પીવાનું પાણી હવે પીવું નહીં પડે?, ઉટની ખુદ જેવા થઇ ગયેલા રસ્તાઓ સીધાસટ્ટ અને નવા બની જશે?,

Read About Weather here

ખેડૂતોને એમની મહેનતનું પુરૂ વળતર મળશે?, વેપારીઓ સંગ્રહખોરી અને નફાખોરી નહીં કરે?, સસ્તુ તેલ અને ઇંધણ મળતા થઇ જશે? અને અચ્છે દિન ખરેખર આવશે…!!!(2.11)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here