ખોડિયારનગરમાં બંધ મકાનને ભગવતીપરાના શખ્સે જ્વલનશીલ પ્રવાહી છાંટી આગ લગાવી

ખોડિયારનગરમાં બંધ મકાનને ભગવતીપરાના શખ્સે જ્વલનશીલ પ્રવાહી છાંટી આગ લગાવી
ખોડિયારનગરમાં બંધ મકાનને ભગવતીપરાના શખ્સે જ્વલનશીલ પ્રવાહી છાંટી આગ લગાવી

કચરો નાખવા જેવી બાબતે ભાણેજ ઈલિયાસ સાથેના ઝઘડાનો બદલો લેવા મામા ઇકબાલ સોરાએ ખોડિયારપરાના યુવાનનું મકાન સળગાવી નાખ્યું ; બન્ને સામે ગુનો નોંધાયો

ગોંડલ રોડ ઉપર ખોડિયારપરામાં અગાઉના ઝઘડાનો ખાર રાખી ભગવતીપરાના શખ્સે લુહાર યુવાનનું મકાન સળગાવી નાખ્યા અંગેની માલવીયાનગર પોલોસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

Visit Saurashtra Kranti Homepage here

ગોંડલ રોડ ઉપર ખોડિયારપરામાં લાલાભાઈ ભરવાડના મકાનમાં રહેતા કિશનભાઇ ભરતભાઇ ડોડીયા(લુહાર)(ઉ.વ.22)નામના યુવાને ફરિયાદમાં આરોપી તરીકે ભગવતીપરાના ઇકબાલ કાસમ સોરા અને ખોડિયારનગરના ઇલયાસ દાદભાઈ ઘૂઘાના નામ આપતા પોલીસે કલમ436,120 (બી) અને 504 હેઠળ કાર્યવાહી કરી છે.

કિશન ડોડીયાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે,હું ઉપર જણાવેલ સરનામે છેલ્લા દોઢેક વર્ષથી મારી પત્ની રાધીકા તથા દિકરા કેવીન વાળા સાથે ભાડેથી રહું છું તેમજ મારા પિતા ભરતભાઇ તથા માતા કંચનબેન તથા મોટો ભાઇ પારસ મારાથી અલગ પુનીતનગર આશાપુરા માંના મંદિર પાસે રહે છે.

તેમજ હું છુટક મજુરી કામ કરૂ છું.તા.9 ના બપોરના આશરે એકાદ વાગ્યાના અરસામાં મારી પત્ની બહાર ખરીદી કરવા ગયેલ હોય અને હું મારા ઘર નજીક આવેલ 150 ફૂટ રીંગ રોડ ગોવર્ધન ચોક પાસે ગયેલ હતો ત્યારે મને મારા ઉપરોક્ત મોબાઇલ માં મારા મિત્ર શબીર ઉર્ફે ગીલીયાનો ફોન આવેલ

અને તેણે મને ફોનમાં વાત કરેલ કે, એક ભાઇ તારા રહેણાંક મકાન ના દરવાજામાં કંઇક છાંટે છે.” જેથી હું તરત જ મારા રહેણાંક મકાન ખાતે આવેલ અને મેં જોયેલ તો ભગવતીપરામાં રહેતા અને મારા પાડોશી ઇલ્યાસ દાદભાઇ ઘુઘા ના મામા ઇકબાલ કાસમ ભાઇ સોરા મારા રહેણાંક ખોડિયારનગરમાં બંધ મકાન ના દરવાજા ઉપર કોઇ જવલનશીલ પદાર્થ છાંટી આગ ચાંપી ઘરનો દરવાજો સળગાવતો જોવામાં આવતા

મેં આ ઇકબાલભાઇને રોકતા આ ઇકબાલભાઇએ મને જેમ ફાવે તેમ ગાળો આપી કહેવા લાગેલ કે ,તે મારા ભાણેજ ઇલ્યાસ સાથે માથાકુટ કરેલ તેનો બદલો લેવા મારા ભાણેજ ઇલ્યાસએ તારૂ રહેણાંક મકાન સળગાવી નાંખવા માટે મને મોકલેલ છે.”તેમ કહી ત્યાંથી જતો રહેલ જેથી મેં મારા રહેણાંક મકાનમાંથી પાણી ની ડોલો ભરી આગ લાગેલ તે દરવાજામાં છાંટવા લાગેલ દરમ્યાન ત્યાં શેરી ના અન્ય માણસો પણ ભેગા થઇ જતા પાડોશીઓએ પણ આગ બુઝાવવામાં મારી મદદ કરેલ હતી.

Read About Weather here

આ બનાવ બનવાનું કારણ એ છે કે,આજથી થોડા દિવસો પહેલા મારે અમારી પાડોશમાં રહેતા ઇલ્યાસભાઇ દાદભાઇ ઘુઘા સાથે કચરો ફેંકવા બાબતે બોલાચાલી તથા માથાકુટ થયેલ હોય જે બાબતનો ખાર રાખી આ ઇલ્યાસભાઇ દાદભાઇ ઘુઘા એ તેના મામા ઇકબાલ કાસમભાઇ સોરા સાથે મળી પૂર્વયોજીત કાવતરૂ ઘડી મારું ઘર સળગાવી નાખેલ છે. માલવીયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પીએસઆઈ એમ.એસ.મહેશ્વરી સહિતના સ્ટાફે બંને આરોપીને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here