કાલે ગ્રામ્ય જનતાને આટકોટમાં ઉમટયા આહ્વાન

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
આવતીકાલે તારીખ 28મીના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી રાજકોટ જિલ્લાના આટકોટ ખાતે પટેલ સેવા સમાજ-આટકોટ સંચાલિત કે.ડી.પરવાડીયા મલ્ટીસ્પેશ્યાલિટી હોસ્પિટલના લોકાર્પણ માટે આવી રહ્યા છે. ત્યારે રાજકોટ જીલ્લાની સમગ્ર ગ્રામ્ય જનતાને મોટી સંખ્યામાં ઉમટી પડવા રાજકોટ જીલ્લા પંચાયત પ્રમુખ ભૂપતભાઈ બોદર એ આહ્વાન કર્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

વધુમાં જણાવ્યું હતું કે, પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ડો.ભરતભાઈ બોઘરાની પાંચ વર્ષની ભારે જહેમત બાદ દાતાઓના સહયોગથી કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર થયેલ હોસ્પિટલમાં અદ્યતન ઓપરેશન થીયેટરો, મેડિકલ સાધનો, આઈ.સી.યુ, વિભાગ, પેથોલોજી, રેડિયોલોજી, અદ્યતન લેબોરેટરી, ડાયાબિટીસ, સર્જીકલ, જેવા અનેક વિભાગો સાથે 200 થી વધુ બેડની સુવિધા અને 50થી વધુ નિષ્ણાત ડોક્ટરોની ટીમ સાથે ગુજરાત તેમજ ભારત સરકારના આયુષ્યમાન ભારત, મુખ્યમંત્રી અમૃતમ યોજનામાં જોડાયેલા તમામ કાર્ડ સ્વીકારવામાં આવશે, આવનાર તમામ ગરીબ દર્દીઓને રાહતદરે અને વિનામૂલ્યે સારવાર આપવામાં આવશે.

Read About Weather here

આ હોસ્પિટલનું લોકાર્પણ વિકાસની રાજનીતિ અને રાષ્ટ્રભક્તિને પોતાનો જીવન મંત્ર બનાવનાર દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે થવા જઈ રહ્યું છે ત્યારે સમગ્ર સૌરાષ્ટ્રની જનતામાં હરખની હેલી વ્યાપી ગઈ છે. કારણ કે જ્યારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ગુજરાત કે સૌરાષ્ટ્રની મુલાકાતે આવે છે ત્યારે કોઈને કોઈ જન કલ્યાણકારી લોક સુવિધાની મોટી યોજનાની ભેટ આપતા જાય છે અને આવી યોજનાઓ થકી ગુજરાત સતત વિકાસના પંથે ગતિ કરતું રહે છે. અંતમાં રાજકોટ જિલ્લા પંચાયત પ્રમુખ અને કે.ડી.પરવાડીયા હોસ્પિટલના ટ્રસ્ટી ભૂપતભાઈ બોદરે રાજકોટ જિલ્લાના તમામ ગ્રામજનોને આવતીકાલે 28મીના રોજ આટકોટ ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને આવકારવા બહોળી સંખ્યામાં ઉમટી પડવા જાહેર અનુરોધ કર્યો છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here