કચ્છનાં એન્કરવાલા અહિંસાધામમાં 31 વર્ષનાં અવસરે ઉત્સવ

કચ્છનાં એન્કરવાલા અહિંસાધામમાં 31 વર્ષનાં અવસરે ઉત્સવ
કચ્છનાં એન્કરવાલા અહિંસાધામમાં 31 વર્ષનાં અવસરે ઉત્સવ

તા.8 મી થી બે દિવસ જીવદયાનાં સેવાકાર્યો સાથે સ્થાપના દિનની ઉજવણી
ખેડૂત સંમેલન, સંતોના આશીર્વચન, જીવદયા અને પર્યાવરણ વિશે સેમિનાર, નંદી સરોવરનું લોકાર્પણ અહિંસા એવોર્ડ વિતરણ વગેરેનું આયોજન

કચ્છનાં મુન્દ્રા-પ્રાગપુર રોડ જંકશન સ્થિત શ્રી જાદવજી રવજી ગંગર પ્રેરિત ભગવાન મહાબીર પશુ રક્ષા કેન્દ્ર (એન્કરવાલા અહિંસાધામ) ની સ્થાપનાનાં 31 વર્ષ પૂર્ણ થવાના અવસરે આગામી તા. 8 મી થી બે દિવસ જીવદયાનાં સેવાકાર્યો સાથે પ્રેરણારૂપ ઉત્સવની ઉજવણી કરવામાં આવશે.

Visit Saurashtra Kranti Homepage here

એન્કરવાલા અહિંસાધામ ખાતે તા. 8 મી એ સવારે 9:30 વાગ્યે ખેડૂત સંમેલન યોજાશે. જેમાં મયંકભાઈ ગાંધી અને હરેશભાઈ શેટ્ટી દ્વારા કિસાનોને સમૂહ ખેતી, પાણી સંગ્રહ અને આવકમાં વધારા જેવી બાબતે માહિતી માર્ગદર્શન અપાશે.

જેમાં પ્રમુખ સ્થાને સુનિલભાઈ ડુંગરશી રામજી ગાલા ઉપસ્થિત રહેશે. બાદમાં બપોરે 3 વાગ્યે નંદી સરોવરનું ઉદ્દઘાટન કરાશે. આ સાથે પશુ, પક્ષી અને પર્યાવરણમાં જતન સાથે -સાથે પાંચ લાખ વૃક્ષો વાવવાનો સંકલ્પ લેવામાં આવશે.

રાજયોગી ભ્રહ્મકુમારી સુશીલા દીદી (મુન્દ્રા) દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવશે. નવીનભાઈ બાપટ અને ઉમેશભાઈ થાનકીનું પ્રેરક પ્રવચન પણ યોજાશે.

આ તકે પ્રમુખ સ્થાને બિદડા સર્વોદય ટ્રસ્ટનાં ચેરમેન વિજયભાઈ છેડા ઉપસ્થિત રહેશે. ત્યારબાદ રાત્રે 8 વાગ્યે નીતા ગાલા અને ઈલા શાહ યોજીત સાંસ્કૃતિક કાર્યક્રમ પણ પ્રેરણારૂપ બનશે.

તા. 9 મી એ સવારે 9:25 વાગ્યે જીવદયા અને પર્યાવરણ વિષય પર સેમિનાર યોજાશે. જ નિખીલભાઈ હરિયા અને ગોપાલભાઈ સુતરીયા વક્તવ્ય આપશે. પ્રમુખપદે જયંતભાઈ છેડા ઉપસ્થિત રહેશે. આ તકે અહિંસાધામ સંકુલમાં ડોક્ટર હાઉસ, સ્ટાફ ક્વાર્ટર, મ્યુઝીયમ, કામધેનુ ધામનું ઉદ્દઘાટન પણ કરવામાં આવશે.

આ ઉપરાંત ચાલુ વર્ષે અહિંસા એવોર્ડ સમાજ સેવક મયંકભાઈ ગાંધી (ગ્લોબલ વિકાસ ટ્રસ્ટ), જીવદયા પ્રેમી કમલેશભાઈ આર.શાહ (ઘાટકોપર), મુંબઈ રેસ્ક્યુ ફાઉન્ડેશનનાં પ્રમુખ ત્રિવેણીબેન આચાર્ય,

Read About Weather here

વડોદરા અગ્નિવીર પ્રાણી ફાઉન્ડેશનનાં પ્રમુખ નેહાબેન પટેલ અને હેમેન્દ્રભાઈ જણસારીને અર્પણ કરવામાં આવશે. બંને દિવસ જૈન ગુરૂ ભગવંતોનાં માંગલિક અને ભુજ સ્વામિનારાયણ મંદિરનાં સંતોનાં આશીર્વચન પણ યોજનાર છે.(1.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here