કેન્દ્રનો આદેશ: શરદી-ખાંસી-તાવના દર્દીનો કોરોના ટેસ્ટ કરવો

કેન્દ્રનો આદેશ: શરદી-ખાંસી-તાવના દર્દીનો કોરોના ટેસ્ટ કરવો
કેન્દ્રનો આદેશ: શરદી-ખાંસી-તાવના દર્દીનો કોરોના ટેસ્ટ કરવો

કેન્દ્ર સરકારે રાજ્યોને નવા આદેશ જારી કરીને તાબડતોબ પગલાં ભરવાનું જણાવ્યું


ભારતમાં ઓમિક્રોનની સ્થિતિ ભયાનક સ્તર પર આવતી જાય છે. રાજ્યોએ હવે તાબડતોબ કાર્યવાહી કરવી પડે તેવી સ્થિતિ આવી છે. જરા ભૂલ કે લાપરવાહી હવે મોટી આફત લાવશે તે નક્કી છે. આવી સ્થિતિથી ચિંતિત કેન્દ્ર સરકારે એક અઠવાડિયામાં ચોથી વાર રાજ્યોને નિર્દેશ આપીને તાબડતોબ પગલાં ભરવાનું જણાવ્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

શુક્રવારે ફરી એકવાર કેન્દ્ર સરકારે રાજ્યોને પાઠવેલા નવા આદેશમાં જણાવ્યું છે કે જે લોકોને શરદી-ખાંસી, ગળામાં ખરાબી અને તાવ હોય, તો તેમને કોરોના સંદિગ્ધ માનવામાં આવે અને તેમનો કોરોના ટેસ્ટ પણ કરવામાં આવે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણ તથા ઈંઈખછના ડીજી બલરામ ભાર્ગવે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્ય સચિવોને લેટર લખીને નિર્દેશ આપ્યો છે કે તાત્કાલિક આરએટી બૂથ સ્થાપિત કરીને તથા મેડિકલ અને પેરામેડિકલ સ્ટાફને સામેલ કરો તથા ઘરેલુ ટેસ્ટ કિટના

Read About Weather here

ઉપયોગ કરવાની જરુર છે. દિલ્હી, હરિયાણા, તમિલનાડુ, પશ્ચિમ બંગાળ, મહારાષ્ટ્ર, ગુજરાત અને કર્ણાટક તથા ઝારખંડને પાઠવેલા પત્રમાં કેટલીક આગોતરી તૈયારી કરી રાખવાનો ઓર્ડર આપ્યો છે.(9)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here