એક પરિવાર, એક ટિકિટનાં નિયમને પક્ષની શરતી મંજૂરી

એક પરિવાર, એક ટિકિટનાં નિયમને પક્ષની શરતી મંજૂરી
એક પરિવાર, એક ટિકિટનાં નિયમને પક્ષની શરતી મંજૂરી
કોંગ્રેસને ફરી મજબૂત બનાવવા ખાસ રોડમેપ તૈયાર કરવા માટે ત્રણ દિવસ સુધી રાજસ્થાનનાં ઉદયપુર ખાતે યોજાયેલી નવસંપર્ક ચિંતન શિબિરમાં રાહુલ ગાંધીએ સ્પષ્ટ ભાષામાં એ કબુલાત કરી હતી કે, કોંગ્રેસે આમ જનતા સાથેનું જોડાણ ગુમાવી દીધું છે અને જનતા સુધી પહોંચીને જ ફરીથી સ્થાપિત કરી શકાય. તેમણે કહ્યું હતું કે, સામાન્ય જનતા સાથેનો કોંગ્રેસનો નાતો ફરીથી મજબુત બનાવવા ઓક્ટોબરથી દેશવ્યાપી જનસંપર્ક યાત્રા શરૂ કરવામાં આવી રહી છે.

Visit Saurashtra Kranti Homepage here

તેમણે કબુલ કર્યું હતું કે, કોંગ્રેસે દેશની જનતા સાથેનો નાતો ગુમાવી દીધો છે. અમે શિબિરમાં દેશ સામેના પડકારો અને પક્ષનાં સંગઠન અંગે ચર્ચાઓ કરી છે. ચિંતન શિબિરમાં ઈવીએમ અને તેની સાથે સંભવિત છેડછાડનાં મુદ્દાઓ પર પણ ચર્ચા થઇ હતી. શિબિરની રાજકીય સમિતિનાં વડા મલ્લિકાર્જુન ખડકે સહિતનાં વક્તાઓએ ઈવીએમની વિશ્ર્વસનીયતા અંગે સવાલ ઉઠાવ્યા હતા. કોંગ્રેસ કારોબારી સમિતિએ એક પરિવાર, એક ટિકિટનાં નિયમને શરતી મંજૂરી આપી છે.

Read About Weather here

જયારે દરેક સ્તરની ચૂંટણીમાં 50 વર્ષથી ઓછી વયનાં કાર્યકરને 50 ટકા ટિકિટો ફાળવવા અને પક્ષનાં દરેક હોદ્દા માટે પાંચ વર્ષની મુદ્દત નક્કી કરવાની દરખાસ્તોને કારોબારીએ મંજૂરી આપી હતી. એક પરિવાર, એક ટિકિટ અંગે એવો નિયમ નક્કી થયો છે કે, કોંગ્રેસ નેતાઓનાં દીકરા- દીકરીઓ અને અન્ય સ્વજનો જે ચૂંટણી લડવા માંગતા હોય તેમણે પક્ષની કામગીરીનાં પાંચ વર્ષ પુરા કરવા જરૂરી છે. જો કે સંસદીય બોર્ડને ફરી બેઠું કરવાની દરખાસ્ત નકારી કાઢવામાં આવી છે. તેના બદલે એક સલાહકાર જૂથ રચાશે જે કોંગ્રેસ પ્રમુખને નિર્ણય લેવામાં મદદરૂપ બનશે. દરેક રાજ્યોમાં રાજકીય બાબતોની સમિતિ રચાશે. નેતાઓની તાલીમ માટે રાષ્ટ્રીય કક્ષાની સંસ્થા ઉભી કરાશે. ચૂંટણીઓનાં સંચાલન માટે પણ ખાસ ગ્રુપ બનાવવામાં આવશે.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here