ગુજરાતની 53.2 ટકા મહિલાઓને વેતનથી અસંતોષ નથી

આશ્રય સેવા સપ્તાહ સમાપનની રાજકોટ ઝોન દ્વારા 9 મેગા સેવાકીય પ્રોજેક્ટ દ્વારા ઉજવણી
આશ્રય સેવા સપ્તાહ સમાપનની રાજકોટ ઝોન દ્વારા 9 મેગા સેવાકીય પ્રોજેક્ટ દ્વારા ઉજવણી
કોણ કહે છે કે મહિલાઓ પુરૂષ સમોવડી બની શકી નથી? કમસેકમ ગુજરાતની વાત આવે ત્યારે આ સૂત્ર ખોટું લાગે છે કેમકે ગુજરાતની મહિલાઓ આવકમાં મોટાભાગે પુરૂષ સમોવડી બની ગઈ છે અને ઘણા કિસ્સામાં તો આવકમાં પુરૂષ કરતા પણ આગળ નીકળી ગઈ છે. તેવો એક રાષ્ટ્રીય સર્વેક્ષણનો રસપ્રદ તારણ છે.

Visit Saurashtra Kranti Homepage here

રાષ્ટ્રીય ફેમિલી હેલ્થ સર્વે દરમ્યાન દેશમાં સૌથી વધુ ટકાવારીમાં ગુજરાતની મહિલાઓએ એવો દાવો કર્યો છે કે તેઓ પતિ જેટલું જ કમાય છે અથવા તો પતિ કરતા પણ વધુ કમાય છે. રાષ્ટ્રીય સરેરાશ 39.9 ટકાની સામે ગુજરાતની 53.2 ટકા મહિલાઓએ જણાવ્યું હતું કે, એમને પુરૂષો જેટલું જ સમાન વેતન મળે છે. 2015-16 માં સર્વે થયો ત્યારે આ ટકાવારી 43.5 ટકા હતી. જેનો અર્થ એ થયો કે ગુજરાતની મહિલાઓ ખરાઅર્થમાં પુરૂષ સમોવડી બની છે અથવા તો આગળ નીકળી રહી છે.

સર્વેક્ષણમાં સૌથી વધુ કેન્દ્રશાસિત પ્રદેશો દીવ-દમણ, દાદરા અને નગર હવેલીની 59.9 ટકા મહિલાઓએ કહ્યું હતું કે, અમારી આવક પતિદેવ જેટલી જ અથવા તો એનાથી વધુ છે. આવી મહિલાઓની સંખ્યાની ટકાવારી ગુજરાતમાં 53.2 ટકા, ચંદીગઢમાં 52.7 ટકા, છત્તીસગઢ 47.6 ટકા અને અરૂણાચલ પ્રદેશમાં 47 ટકા રહી છે.
ગુજરાતની મહિલાઓ કમાણી કરવા ઉપરાંત ઘરમાં પણ મરજી મુજબનાં નિર્ણયો લઇ શકતી હોવાનું સર્વેમાં ભાગ લેનાર 90.5 ટકા મહિલાઓએ જણાવ્યું હતું. 81 ટકા મહિલાઓએ તો એવું કહ્યું હતું કે, અમારી પતિની આવક પણ કઈ રીતે ક્યાં વાપરવી તેનો નિર્ણય અમે લઈએ છીએ.

સર્વેમાં એવું પણ જાણવા મળ્યું છે કે, 13 ટકા મહિલાઓએ ઘરમાં શારીરિક દમનનો સ્વીકાર કર્યો છે. માત્ર 3 ટકા મહિલાઓએ જાતિય હિંસાનો સામનો કર્યો છે. મહિલાઓમાં પોતાના જાતિય અને ઘરનાં અધિકારો અંગે જાગૃતિનું પ્રમાણ વધ્યું છે તેની મહિલા સંસ્થાઓએ નોંધ લીધી છે.

સર્વેમાં 86.7 ટકા મહિલાઓએ ગર્વભેર કહ્યું છે કે,પિયર કે પરિવારજનોની મુલાકાત માટે પોતે નિર્ણય લઇ શકે છે. અથવા પતિને સાથે રાખી નિર્ણય લે છે. પોતાના આરોગ્ય બાબત જાતે નિર્ણય લેતી મહિલાઓની ટકાવારી 85.6 ટકા રહી છે. જયારે 81.7 ટકા મહિલાઓએ કહ્યું છે કે, ઘર-વપરાશની ચીજોની મોટી ખરીદીમાં અમારો જ સિક્કો ચાલે છે. સર્વેમાં 67.2 ટકા જેટલા પુરૂષોએ પણ મંતવ્ય આપ્યું હતું કે, ઘરનાં તમામ નિર્ણયોમાં પત્ની કે મહિલાને સમાન કે વધુ અધિકાર હોવો જોઈએ. 43.2 ટકા મહિલાઓ પોતાની અંગત યા સંયુક્ત માલિકીનું મકાન ધરાવે છે.

Read About Weather here

10.6 ટકા મહિલાઓએ કહ્યું હતું કે, તેઓ મહિનામાં એક દિવસ સિનેમા જાય છે. ઘરેલું હિંસા અંગે 19.2 ટકા મહિલાઓએ કબુલ કર્યું હતું કે, જો પતિનાં માતા-પિતાને માન ન આપીએ અથવા ઘર કે બાળકોની અવગણનાં કરતા રહીએ તો પતિ હાથ ઉપાડે એ વ્યાજબી છે. 30 ટકા મહિલાઓએ પતિનાં હાથે માર ખાવા માટેનું કમસેકમ એક કારણ વ્યાજબી ગણાવ્યું હતું.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here