SCએ EC અને કેન્દ્રને નોટિસ, પૂછ્યું- જો મોટી સંખ્યામાં NOTA મત પડે તો શું? (27)

AAM-ADAMI-PARTY
AAM-ADAMI-PARTY

Subscribe Saurashtra Kranti here.

સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર અને ચૂંટણી પંચને નોટિસ ફટકારી

સુપ્રીમ કોર્ટે સોમવારે ચૂંટણી પંચ અને કેન્દ્ર સરકારને નોટિસ ફટકારતા પૂછ્યું કે જો કોઇ જગ્યાએ વધુ લોકો NOTAમાં મત આપે તો ચૂંટણી રદ્દ થવી જોઇએ?

મતદાતાઓને રાઈટ ટૂ રિજેક્ટ આપવાની માગ કરતી અરજી પર સુપ્રીમ કોર્ટ સુનાવણી કરવા માટે તૈયાર છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર અને ચૂંટણી પંચને નોટિસ ફટકારી છે. સુપ્રીમ કોર્ટમાં આ અરજી ભાજપ નેતા અને વકીલ અશ્ર્વિની કુમાર ઉપાધ્યાયે દાખલ કરી છે.

સુપ્રીમ કોર્ટે કહૃાું કે જો કોઈ બેઠક પર નોટાને સૌથી વધુ મત મળે તો ચૂંટણી રદ થવી જોઈએ. અને નવેસરથી મતદાન થવું જોઈએ. આ મામલે કોર્ટે ચૂંટણી પંચને નિર્દેશ આપવાની માગ કરતી અરજી પર કેન્દ્ર સરકારને નોટિસ મોકલી છે.

જોકે NOTAની ચૂંટણીમાં કોઇ અસર નથી થતી. તો માત્ર મતદારોની નારાજગી માટે હોય છે. મતદાર આના દ્વારા જણાવે છે કે તેમને કોઇ પણ ઉમેદવાર નથી પસંદ અને તેમણે કોઇને મત નથી આપ્યો. જોકે આ મામલે રાઇટ ટૂ રિજેક્ટ એટલે તમામને બરતરફ કરવાનો અધિકાર જોડાયેલો છે.

આજ સિલસિલામાં ચૂંટણીમાં NOTAનો વિકલ્પ આપવામાં આવ્યો હતો. એટલે જો કોઇ મતદારને કોઇ પણ ઉમેદવાર પસંદ નથી તો તે NOTAનું બટન દબાવીને મત આપી શકે છે. પરંતુ NOTAનું કોઇ મહત્વ હોતું નથી. સોમવારે સુનાવણીમાં અરજીકર્તા વકીલ માનેકા ગુરૂસ્વામીએ કહૃાું કે, જો ૯૯ ટકા મતદાર NOTAનું બટન દબાવે છે તો તેમનું કોઇ મહત્વ નથી. બાકી એક ટકા મતદારનો મત નક્કી કરે છે કે ચૂંટણી કોણ જીતશે. એટલા માટે જનહિતમાં અરજીમાં માંગ કરવામાં આવી છે કે જો સૌથી વધુ મત NOTAમાં પડે છે તો તે જગ્યાએ ચૂંટણી રદ્દ થવી જોઇએ. લોકોના મતનું સન્માન થવું જોઇએ.

Read About Weather here

આના પર જસ્ટિસ બોબડેએ કહૃાું કે, જો આવું થાય છે તો તે જગ્યાએ કોઇ પણ ઉમેદવાર નહીં જીતે. એટલે તે જગ્યા ખાલી રહી જશે. પછી સાંસદ અથવા વિધાનસભાનું ગઠન કેવી રીતે થશે.

તેના જવાબમાં ગુરૂસ્વામીએ કહૃાું કે, જો NOTAનો મત વધુ હોય તો કોઇપણ ઉમેદવાર નહીં જીતે તો ત્યાં સમયબદ્ધ રીતે બીજી વખત ચૂંટણી થઇ શકે છે. તેવામાં તમામ નવા ઉમેદવાર ચૂંટણી લડશે. આ તમામ સવાલો પર સુપ્રીમ કોર્ટ ચૂંટણી પંચ અને કેન્દ્ર સરકાર પાસે જવાબ માંગ્યો છે. હવે સુપ્રીમ કોર્ટ નક્કી કરશે કે NOTAનું ચૂંટણીમાં મહત્વ હશે કે નહીં. જો સુપ્રીમ કોર્ટ અરજીના હકમાં ચૂકાદો આપે છે તો ચૂંટણી સુધારમાં એક ઐતિહાસિક નિર્ણય હશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here