રસીકરણ મામલે બ્રિટનને પાછળ છોડી ભારત બીજા ક્રમે (26)

    INDIA-VACCINATION-રસીકરણ
    INDIA-VACCINATION-રસીકરણ

    Subscribe Saurashtra Kranti here.

    ભારતમાં કોરોના કેસ વધી રહૃાા છે

    વિશ્ર્વભરમાં કોરોનાની વેક્સિન આપવાની શરૂઆત થઈ ગઈ છે. ભારતમાં પણ બે કંપનીની વેક્સિન આપવામાં આવી રહી છે. ત્યારે રસીકરણમાં ભારત બીજા ક્રમે પહોંચી ગયું છે. ભારતે બ્રિટેનને પછાડીને બીજો ક્રમ મેળવ્યો કર્યો છે. અમેરિકા બાદ ભારતમાં સૌથી વધુ વેક્સિન આપવામાં આવી છે. ભારતમાં અત્યાર સુધી ૨.૯૭૪ કરોડ લોકોને વેક્સિન આપવામાં આવી છે. જેમાં શનિવારે રાતે ૨.૪૩૧ કરોડ લોકોને રસીનો પહેલો ડોઝ આપવામાં આવ્યો છે. ત્યારે અમેરિકામાં શનિવારે ૧૦.૧૧૩ કરોડ લોકોને રસી આપવામાં આવી છે. કેન્દ્રીય મંત્રાલયે સોમવારે આ જાણકારી આપી હતી.

    દેશમાં કોરોના કેસ વધી રહૃાા છે. રવિવારે કોરોનાના ૨૬ હજારથી વધારે મામલા સામે આવ્યા છે. આ દરમિયાન રસીકરણમાં તેજી આવી છે. દેશમાં દરેક દિવસો લગભગ ૧૨.૬ લાખ લોકોને કોરોના રસી આપવામાં આવી રહી છે. કોરોનાના પ્રસારને રોકવા માટે પ્રતિબંધો લગાવવાની સાથે રસીકરણ અભિયાન ઝડપથી ચાલી રહૃાું છે.

    કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી જણાવવામાં આવ્યુ કે દેશભરમાં કોવિડ ૧૯ રસીકરણ હેઠળ શનિવારે રાત સુધી કુલ ૨,૯૭,૩૮,૪૦૯ કરોડ લોકોને કોરોનાની રસી આપવામાં આવી છે. આમાં ૨.૪૩૧ કરોડ લોકોને પહેલો ડોઝ લાગ્યો છે. રવિવારે ૧૫,૧૯, ૯૫૨ લોકોને કોરોનાની રસી લાગી છે. ભારતે સૌથી ઝડપથી રસીકરણ કરવાના મામલામાં બ્રિટને પાછળ છોડી બીજા નંબરે પહોંચ્યુ છે. ઉલ્લેખનીય છે કે બ્રિટનમાં શનિવાર રાત સુધીમાં ૨.૫૮૭ કરોડ લોકોને કોરોનાની રસી આપવામાં આવી છે.

    સૌથી વધારે રસીકરણ અમેરિકામાં થયું છે. અમેરિકામાં અત્યાર સુધી કુલ ૧૦.૧૧૩ કરોડથી વધુ લોકોને વેક્સિન આપવામાં આવી છે.આમાં ૬.૮૮૮ કરોડ લોકો કોવિડ વૈક્સિનનો પહેલો ડોઝ લીધો છે. અમેરિકા, ભારત અને બ્રિટન બાદ વેક્સિન આપવામાં ચોથા ક્રમે બ્રાઝિલનો સમાવેશ થાય છે.

    Read About Weather here

    ઉલ્લેખનીય છે કે ઓક્સફર્ડ અને એસ્ટ્રાજેનેકાની કોરોના વેક્સિન પર યુરોપના કેટલાક દેશે પ્રતિબંધ લગાવી દીધો છે.. ત્યારે હવે એસ્ટ્રાજેનેકાની સ્પષ્ટતા સામે આવી છે. એસ્ટ્રાજેનેકાએ કહૃાું કે વેક્સિન લગાવ્યા બાદ બ્લડ જામવાના હજુ સુધી કોઈ પુરાવા મળ્યા નથી. વેક્સિન લાગી હોય તે બ્રિટન અને યુરોપિયન યુનિયનના ૧.૭૦ કરોડ લોકોના રિવ્યુ લેવામાં આવ્યા. હવે કંપનીએ આ મામલે સ્પષ્ટતા આપી કે આવા કોઈ જ પુરાવા મળ્યા નથી. બ્લડ જામી જવાના સમાચાર વાયરલ થતાં યુરોપના કેટલાક દેશે એસ્ટ્રાજેનેકા વેક્સિનના ઉપયોગ પર પ્રતિબંધ મુકી દીધો હતો.

    Visit Saurashtra Kranti Homepage here

    Read National News : Click Here

    Visit Saurashtra Kranti Homepage here

    Visit Saurashtra Kranti Homepage here