સંસદના પ્રથમ સત્રમાં જ આવશે નવું ‘ડિજિટલ ઇન્ડિયા’ બિલ…

સંસદના પ્રથમ સત્રમાં જ આવશે નવું ‘ડિજિટલ ઇન્ડિયા’ બિલ...
સંસદના પ્રથમ સત્રમાં જ આવશે નવું ‘ડિજિટલ ઇન્ડિયા’ બિલ...

ટેકનોલોજી દુરૂપયોગ પર રોક લગાવવા કેન્દ્રની નરેન્દ્રભાઇ મોદી સરકાર એઆઇ ડીપફેક વિડીયો અને અન્ય ફેક ઓનલાઇન કન્ટેન્ટને રોકવા માટે સંસદના આગામી સત્રમાં બિલ રજુ કરી શકે છે.એક અહેવાલ મુજબ આ બિલનું નામ ડિજીટલ ઇન્ડિયા બીલ હશે. કાયદો એઆઇ ટેકનોલોજીનો ઉપયોગ કરવાની સોશ્યલ મીડિયા અને આર્ટીફિશિયલ ઇન્ટેલિજન્સ ટેકનોલોજીના વિકાસ સાથે ફેક ઓનલાઇન કન્ટેન્ટ લોકો વધુ સારી રીતે ઓળખી શકે તે બાબત ઉપર વધુ જોર આપશે.

સંસદના પ્રથમ સત્રમાં જ આવશે નવું ‘ડિજિટલ ઇન્ડિયા’ બિલ… બિલ

યુટયુબ સહિતના વિવિધ ઓનલાઇન માધ્યમો પરના ફેક વિડીયોને નિયંત્રીત કરવા માટે સંસદના સત્રમાં કાયદો પણ બનાવવામાં આવશે.આગામી સંસદ સત્ર, જે 18મી લોકસભાનું પ્રથમ સત્ર હશે, 24 જુનથી શરૂ થશે અને 3 જુલાઇએ સમાપ્ત થશે.બાદમાં ચોમાસુ સત્ર 22 જુલાઇથી શરૂ થશે અને સંભવત: 9 ઓગષ્ટ સુધી ચાલશે. ગયા વર્ષની શરૂઆતમાં તત્કાલીન કેન્દ્રીય ઇલેકટ્રોનિકસ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી રાજય પ્રધાન રાજીવ ચંદ્રશેખરે પણ આ બિલ અંગે સંકેત આપતા કહ્યું હતું કે આ કાયદો આગામી સરકાર દ્વારા ઘડવામાં આવશે અને લાગુ કરવામાં આવશે.

સંસદના પ્રથમ સત્રમાં જ આવશે નવું ‘ડિજિટલ ઇન્ડિયા’ બિલ… બિલ

રાજીવ ચંદ્રશેખરે એક સમીટમાં જણાવ્યું હતું કે, ‘દુર્ભાગ્યવશ મને નથી લાગતુ કે ચૂંટણી પહેલા અમે આ કાયદો બનાવી શકીશું. કારણ કે અમારે ઘણા પરામર્શ અને ચર્ચાની જરૂર છે. પરંતુ અમારી પાસે કાયદો શું છે. અમારી નતિના લક્ષ્યોશું છે અને સુરક્ષા અને વિશ્ર્વા માટે નીતિ સિધ્ધાંતો શું છે તેનો રોડમેપ ચોકકસપણે છે.

Visit Saurashtra Kranti E-paper here

Read National News : Click Here

Read latest news here

Visit Saurashtra Kranti Homepage here