આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર

આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર
આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર

1.વિશ્વભરમાં કેનેડા, અમેરિકા, UK, ઓસ્ટ્રેલિયા સહિત 96 દેશોએ ભારતના કોવિડ વેક્સિનેશન સર્ટિફિકેટને માન્યતા આપી

WHOએ જે 8 વેક્સિનને EUL (ઈમર્જન્સી યુઝ લિસ્ટ)માં સામેલ કરેલી છે તે પૈકી ભારતની બે વેક્સિન કોવેક્સિન તથા કોવિશીલ્ડનો સમાવેશ થાય છે

2. SBI રિપોર્ટમાં દાવો – પ્રધાનમંત્રી જનધન યોજનાના ખાતાના કારણે ક્રાઇમ રેટ ઘટ્યો; હકીકતમાં 4 વર્ષમાં જનધન ખાતાં 48% વધ્યાં, ગુનાખોરી 109% વધી

ગુજરાતમાં ગત 30 જૂન સુધીમાં કુલ 1.61 કરોડ જનધન ખાતાં, 10 લાખ ખાતાંમાં ઝીરો બેલેન્સ

Read Local News / Articles : Saurashtra , Gujarat

3. બેન્ડ બાજા બારાત; 1 મહિનામાં 25 લાખ લગ્નો, બજારમાં ~3 લાખ કરોડ ઠલવાશે, તહેવારો પછી પણ રોનક જળવાશે

કોરોના મહામારી સંબંધી નિયંત્રણો હટતાં ડેસ્ટિનેશન વૅડિંગ 20થી 30% વધવાની આશા

4. અડધું વરસ પાણી માટે ટળવળીએ છીએ તો અડધું વરસ પાણીમાં મરીએ છીએ

ચેન્નઈમાં ભારે વરસાદ બાદ પાણી ભરાતા મદ્રાસ હાઇકોર્ટની આકરી ટિપ્પણી

પાણીના ભરાવા માટે જવાબદાર સામે કાર્યવાહી કરવા નિર્દેશ

5. જામીન મળ્યા બાદ રાજ કુંદ્રા પહેલી જ વાર પત્ની શિલ્પા શેટ્ટી સાથે જોવા મળ્યો, મા ચામુંડા દેવીનાં દર્શન કર્યાં

મંદિરની બહાર હાથોમાં હાથ નાખીને જોવા મળ્યાં. રાજ પોર્નોગ્રાફી કેસમાં બે મહિના જેલમાં રહ્યો હતો

6. બોલિવૂડ એક્ટ્રેસ ઉર્વશી રાઉતેલાએ 60 લાખનો ડ્રેસ પહેર્યો, લાગી એકદમ પરી જેવી

ઉર્વશી રાઉતેલા પોતાના મોંઘાદાટ કપડાંને કારણે જાણીતી છે

7. મોંઘવારી ભારતમાં.. અસર બ્રિટનમાં: ભારતીય વાનગીઓના ભાવમાં ૫૦ ટકા સુધીનો વધારો થશેઃરસોઈયાની પણ છે અછત

ભારતીય મસાલા પર નિર્ભર છેઃ ભારતીય મસાલા તથા અન્ય ખાદ્ય પદાર્થોના ભાવમાં વધારો થવાથી હવે બ્રિટનમાં એશિયન રેસ્ટોરાંએ ભાવ વધારો કરવો પડે એવી સ્થિતિ આવી છે

8. શાહિદ કપૂર  ડિજીટલ પરદે આવી રહ્યો છે. તેની ફિલ્મ જર્સી પણ રિલીઝ માટે તૈયાર છે. હવે તે વધુ એક ફિલ્મ બુલ કરી રહ્યો છે. જેમાં તે પેરાટ્રુપર બનવાનો છે.

એકશનથી ભરપૂર એવી આ ફિલ્મ  અસલી ઘટના પર આધારિત છે. ફિલ્મને ભૂષણ કુમાર, અમર બુટાલા અને ગરીમા મહેતા બનાવી રહ્યા છે. આ ફિલ્મની સ્ટોરી ૮૦નાં દાયકાની રહેશે. 

9. KBC ૧૩: એક હાઉસવાઇફે કરોડપતિ બનીને બેસાડ્યો દાખલો

ગૃહિણી ગીતા સિંહ ગૌરે એક કરોડના પ્રશ્નનો સફળતાપૂર્વક જવાબ આપ્યો

Read About Weather here

10. ચીને પાક.ને રડારમાં પકડાય નહીં એવું યુદ્ધજહાજ આપ્યું

ચીન હિન્દ અને અરબી સમુદ્રમાં પકડ મજબૂત કરી રહ્યું છે

આ જહાજ લાંબા અંતરની મિસાઈલો, હાઈટેક તોપ સેન્સરોથી સજ્જ

USનાં સુરક્ષા મથક પેન્ટાગોનના વાર્ષિક અહેવાલમાં દાવો

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here