ઓડીની જીવલેણ સ્પીડ : એક પછી એક 11 લોકોને હવામાં ફંગોળ્યા…!

ઓડીની જીવલેણ સ્પીડ : એક પછી એક 11 લોકોને હવામાં ફંગોળ્યા…!
ઓડીની જીવલેણ સ્પીડ : એક પછી એક 11 લોકોને હવામાં ફંગોળ્યા…!
આ દુર્ઘટના જેને પણ જોઈ તેનું હ્રદય ધબકારો ચૂકી ગયું. આ ઘટનાનો રુંવાડા ઊભા કરી દેતો વીડિયો પણ સામે આવ્યો છે. જોધપુરના એમ્સ રોડ પર મંગળવારે સવારે ફુલ સ્પીડમાં આવતી ઓડી કારે એક પછી એક એમ કરીને 11 લોકો અડફેટે લીધા હતા.

Visit Saurashtra Kranti Homepage here

જેમાંથી 16 વર્ષના યુવકનું મોત નિપજ્યું છે જ્યારે 10 લોકો ઘાયલ થઈ ગયા છે. કાર ચાલકે કઈ રીતે કાબૂ ગુમાવ્યો અને આગળ જતા લોકોને અડફેટે લઈને રસ્તાની સાઈડમાં ઊભેલી રેંકડી સાથે ટકરાઈ હતી.

શાસ્ત્રી નગર પોલીસ સ્ટેશનના નંદનવન ગ્રીનમાં રહેતા 50 વર્ષના અમિત નાગર પોતાની ઓડી કાર લઈને જઈ રહ્યાં હતા. પાલ રોડથી એમ્સ તરફ જતા સમયે પેટ્રોલ પંપથી ઠીક પહેલાં ભીડ વચ્ચે કાર એકાએક બેકાબૂ થઈ ગઈ હતી.

ઓડીની જીવલેણ સ્પીડ : એક પછી એક 11 લોકોને હવામાં ફંગોળ્યા…! ઓડી

CCTV ફુટેજમાં સ્પષ્ટ જોવા મળે છે કે કારની આગળ કેટલાંક બાઈક સવાર જઈ રહ્યાં હતા. આ વચ્ચે પાછળથી આવેલી ઓડી કારે સૌથી પહેલાં એક એક્ટિવ સવારને ટક્કર મારી, એક્ટિવ સવાર હવામાં ઉછળ્યો હતો. જે બાદ કારની સ્પીડ એકાએક વધી ગઈ હતી.

આગળ જતા કારે એક મોટર સાયકલ અને એક સ્કૂટીને ટક્કર મારી હતી. રમકડાંની જેમ વાહનો અને તેના ચાલકો હવામાં ફંગોળાતા જોવા મળ્યા. જે બાદ કાર ત્યાં રસ્તાની સાઈડમાં બનેલી ઝુંપડીમાંથી બહાર નીકળતા એક સાઈકલ સવારને ટક્કર મારી હતી.

ઓડીની જીવલેણ સ્પીડ : એક પછી એક 11 લોકોને હવામાં ફંગોળ્યા…! ઓડી

ઝુંપડીની બહાર ઉભેલા કેટલાંક લોકોને અડફેટે લીધા બાદ કાર ઊભી રહી ગઈ હતી. તમામ ઈજાગ્રસ્તોની એમ્સમાં સારવાર ચાલી રહી છે.

Read About Weather here

મુખ્યમંત્રી અશોક ગહેલોત પણ જોધપુર પહોંચ્યા અને ઈજાગ્રસ્તોના ખબરઅંતર પૂછ્યા હતા.કાર ઊભી રહેતા જ કાર ચલાવી રહેલા અમિત ત્યાંથી સીધા જ બાસની પોલીસ સ્ટેશન પહોંચી ગયા હતા.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here