આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર

આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર
આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર

1. તાલિબાનોએ પત્રકારોને નગ્ન કરીને નેતરની સોટી, ચાબુક અને વીજતારથી ઢોરમાર માર્યો, ચહેરાને જૂતાંથી જમીન પર રગદોળ્યા

અફઘાનિસ્તાનમાં તાલિબાન સરકારની ક્રૂરતા સામે આવવા લાગી છે. રાજધાની કાબુલના એક પોલીસ સ્ટેશનમાં તાલિબાનોએ બે પત્રકારને ચાર કલાક સુધી બંધક બનાવી રાખ્યા હતા અને નગ્ન કરીને નેતરની સોટી, ચાબુક અને વીજતારથી ક્રૂરતાથી ફટકાર્યા હતા. બંનેનાં શરીર પર ઈજાનાં નિશાન તાલિબાનોની ક્રૂરતા દર્શાવે છે. આ પત્રકારોનો વાંક માત્ર એટલો જ હતો કે તેમણે કાબુલમાં પોતાના અધિકારો અને પાકિસ્તાન વિરુદ્ધ પ્રદર્શન કરી રહેલી મહિલાઓના ન્યૂઝને કવર કર્યા હતા.

2. ગુજરાતમાં સીઝનનો 57% વરસાદ; નર્મદા ડેમ 51%, 206 ડેમ 61% ભરાયા

    સૌરાષ્ટ્રના સૌથી મોટા શેત્રુંજી ડેમના 59 દરવાજા ખોલાયા, 17 ગામમાં હાઈએલર્ટ. ગણેશ ચતુર્થીના તહેવાર અગાઉ ગુજરાતમાં અપૂરતા વરસાદનું વિઘ્ન ઘણે અંશે હળવું થયું છે. રાજ્યના વિવિધ વિસ્તારોમાં છેલ્લા એક સપ્તાહમાં હળવાથી ભારે વરસાદને પગલે ખેડૂતોને રાહત મળી છે તો 206 જળાશયો 61 ટકા જેટલા ભરાઈ ગયા છે. જીવાદોરી સમાન નર્મદા ડેમ પણ 51 ટકા ભરાઈ ગયો છે. વરસાદ આપતી એક સાથે 3 સિસ્ટમ એક્ટિવ થતાં ઉત્તર ગુજરાતમાં હળવાથી અતિભારે વરસાદ વરસ્યો.

Visit Saurashtra Kranti Homepage here

3. સરકારે કહ્યું- વેક્સિનના બંને ડોઝ લેવાથી કોરોનાને કારણે મોતનો ખતરો 97% ઓછો, એક ડોઝ પણ 96% સુરક્ષા આપે છે

    વેક્સિનનો પહેલો ડોઝ લીધા બાદ મોતની શક્યતા 96.6% સુધી ઓછી થઈ જાય છે. તો બીજા ડોઝ પછી શક્યતા 97.5% સુધી ઘટી જાય છે. સરકારે ગુરૂવારે આ જાણકારી સાર્વજનિક કરી છે. સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી જણાવવામાં આવ્યું કે આ જાણકારી એપ્રિલથી ઓગસ્ટ વચ્ચે ડેટા પર થયેલા રિસર્ચના આધારે જાહેર કરાયા છે.

4. 14 કિલોમીટર પગપાળા જ કટરાથી મંદિર પહોંચ્યા કોંગ્રેસના નેતા, આર્ટિકલ 370 હટાવવામાં આવ્યા બાદ બીજી જમ્મુ કાશ્મીર યાત્રા

   કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી 2 દિવસ માટે ગુરૂવારે જમ્મુ પહોંચ્યા. જે બાદ તેઓએ 14 કિલોમીટર પગપાળા કરીને શ્રી માતા વૈષ્ણો દેવીની યાત્રા કરી. અહીં મંદિરના મુખ્ય પુજારીની ઉપસ્થિતિમાં તેઓએ માતા વૈષ્ણો દેવીના દર્શન કર્યા. શુક્રવારે રાહુલ જમ્મુમાં પાર્ટી નેતાઓ, કાર્યકર્તાઓ, પૂર્વ ધારાસભ્યો અને પૂર્વ મંત્રીઓને મળશે.

5. હવે 31 ડિસેમ્બર સુધી ફાઈલ કરી શકશો ઈનકમ ટેક્સ રિટર્ન, 30 સપ્ટેમ્બર હતી છેલ્લી તારીખ

  હવે તમે ફાયનાન્સિયલ યર 2020-21નું ઈનકમ ટેક્સ રિટર્ન 31 ડિસેમ્બર સુધી ફાઈલ કરી શકશો. સરકારે તેની અંતિમ તારીખ 30 સપ્ટેમ્બરથી વધારી દીધી છે. આ સાથે જ મોડેથી કે સંશોધિત ઈનકમ ટેક્સ રિટર્ન ભરવાની છેલ્લી તારીખ પણ 31 જાન્યુઆરી, 2022થી વધારીને 31 માર્ચ 2022 સુધી કરી દીધી છે. આ જાણકારી સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સેસિઝ (CBDT)આપી છે.

6. અમેરિકન કાર કંપની ફોર્ડ ઈન્ડિયાએ ગુજરાતમાં સાણંદ પ્લાન્ટ સહિત તામિલનાડુમાં કારનું ઉત્પાદન બંધ કર્યું

  સાણંદ પ્લાન્ટમાં એન્જિનનું ઉત્પાદન ચાલુ રહેશે. ગુજરાત પ્લાન્ટમાં અંદાજે 3000 વર્કર્સ કામ કરે છે

7. દેશનું એકમાત્ર ગણેશમંદિર જ્યાં સમુદ્ર મંદિરે પહોંચે છે, 3400 વર્ષ જૂનો ઈતિહાસ ધરાવતું આ શ્રી ક્ષેત્ર સ્વયંભૂ મંદિર તરીકે ઓળખાય છે

  મહારાષ્ટ્રના કોંકણ પ્રદેશમાં સ્થિત સહ્યાદ્રિ પર્વતમાળામાં દરિયાકિનારે ગણેશ મંદિર છે. આ દેશનું એકમાત્ર એવું મંદિર છે, જ્યાં દરિયાનાં મોજાં આ મંદિર સુધી પહોંચે છે. આ શ્રી ક્ષેત્ર સ્વયંભૂ મંદિર તરીકે ઓળખાય છે, તેનો ઈતિહાસ 3400 વર્ષ જૂનો માનવામાં આવે છે. અગાઉ 1600માં, જે જગ્યાએ મંદિર હતું, ત્યાં પર્વતોની નીચે કેવડાનો બગીચો હતો.

8. નવસારીની ઉદ્યમી મહિલાએ ગૃહઉદ્યોગમાં સફળતા મેળવી, દેશ-વિદેશમાં પાપડ, અથાણાંનું વેચાણ કરીને વર્ષે 3.5 લાખની કમાણી કરી

    જસુબેનના કાંડાના કમાલથી બનેલા પાપડની ડિમાન્ડ ખૂબ રહે છે

9. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અચાનક અંગત કામ માટે ગુરુવારે રાતે અમદાવાદ આવ્યા અને આજે સવારે રવાના થઈ ગયા

   સામાન્ય રીતે પરિવાર ના કામ માટે અમિત શાહ થોડા સમય માટે પણ અમદાવાદ વારંવાર આવતા હોય છે.

Read About Weather here

10. હવા શુદ્ધ કરવા 14 કરોડના પ્રોજેક્ટ માટે સલાહ, સૂચન મેળવવા AMC 2.5 કરોડનો ધુમાડો કરશે

    અમદાવાદમાં ડિસેમ્બરથી ફેબ્રુઆરી દરમિયાન હવાનું પ્રદૂષણ અત્યંત સ્તરે પહોંચી જાય છે. અનેક વિસ્તારમાં એર ક્વોલિટી ઈન્ડેક્સ 300ને વટાવી જાય છે. શહેરની હવા શુદ્ધ કરવા કેન્દ્રીય નાણાં પંચે ફાળવેલા 14 કરોડમાંથી રૂ. અઢી તો મ્યુનિ. માત્ર એ શોધવામાં ખર્ચશે કે, હવાનું પ્રદૂષણ કયા કારણથી ફેલાય છે, ક્યાં વધુ છે અને તેને નિયંત્રિત કરવા શું કરવું જોઇએ. સૂચનો મેળવવા ક્ધસલ્ટન્ટની નિમણૂક માટે મ્યુનિ.એ ટેન્ડર બહાર પાડ્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here