આજના મોર્નિંગ ન્યૂઝ પર એક નજર

આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર
આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર

1. હવે આધાર જેવું યુનિક હેલ્થ કાર્ડ: વડાપ્રધાન મોદી આ મહિને નેશનલ ડિજિટલ હેલ્થ મિશન યોજનાનો પ્રારંભ કરે એવી સંભાવના

    જેમાં તમારો સંપૂર્ણ મેડિકલ રેકોર્ડ રહેશે, દેશની કોઇ પણ હોસ્પિટલમાં જાવ, તમારા અગાઉના બધા રિપોર્ટ ત્યાં જ મળી જશે

કાર્ડમાં ડોક્ટર, હેલ્થકેર વર્કર, લેબ, કેમિસ્ટની વિગતો પણ નોંધાયેલી હશે

Visit Saurashtra Kranti Homepage here

2. ઓગસ્ટ 2021માં ગાડીઓનું ડોમેસ્ટિક વેચાણ 11% ઘટ્યું, પેસેન્જર વ્હીકલ સેગમેન્ટે 7.5% ગ્રોથ નોંધાવ્યો

   સોસાયટી ઓફ ઇન્ડિયન ઓટોમોબાઇલ મેન્યુફેક્ચરર્સ (SIAM))એ ઓગસ્ટ 2021નો રિપોર્ટ બહાર પાડ્યો છે. SIAM રિપોર્ટમાં જણાવ્યા અનુસાર, ગયા મહિને ગાડીઓના ડોમેસ્ટિક વેચાણમાં 11.3%નો ઘટાડો થયો છે. ગયા મહિને કુલ 15,86,873 ગાડીઓ વેચાઈ હતી. ઓગસ્ટ 2020માં આ આંકડો 17,90,115 યૂનિટનો હતો. આમાં ટુ-વ્હીલર, થ્રી-વ્હીલર્સ, પેસેન્જર વ્હીકલ અને ક્વાડ્રીસાઈકલનો સમાવેશ થાય છે.

3. ચીપની અછતને કારણે ટોયોટા વાર્ષિક 3 લાખ વ્હીકલ મેન્યુફેક્ચરિંગમાં ઘટાડો કરશે, સપ્ટેમ્બરમાં 70,000 યૂનિટ પ્રોડક્શનને અસર થશે

   ઓટોમોબાઇલ કંપનીઓ હજુ સુધી સેમિક્ધડક્ટરની અછતમાંથી બહાર આવી નથી. ઓગસ્ટમાં ઘણી કંપનીઓએ વાર્ષિક અને માસિક ધોરણે ગ્રોથ જોયો હશે. પરંતુ તેમણે સ્વીકાર્યું કે સેમિક્ધડક્ટર્સને કારણે આ ગ્રોથ જોઇએ એટલો નહોતો. સપ્ટેમ્બરમાં પણ સેમિક્ધડક્ટર્સની અસર ઘણી કંપનીઓ પર જોવા મળી રહી છે. મારુતિ અને મહિન્દ્રા બાદ હવે ટોયોટા મોટર્સે પણ ચીપની અછતને કારણે વાર્ષિક 3 લાખ વ્હીકલના મેન્યુફેક્ટરિંગમાં કાપ મૂકવાની જાહેરાત કરી છે.

4. ફોર્ડ દ્વારા પ્રોડક્શન બંધ કરવાની જાહેરાત બાદ ડીલર્સ અસોસિયેશને સરકાર પાસે નવા કાયદાની માગ કરી, નુકસાનની ભરપાઈ કરવાનો એકમાત્ર રસ્તો

   ફોર્ડ ઇન્ડિયાએ પ્રોડક્શન બંધ કરવાની જાહેરાત કર્યા બાદ તેના ડીલર્સ ચિંતામાં આવી ગયા છે. ડીલર અસોસિએશન FADA (ફેડરેશન ઓફ ઓટોમોબાઈલ ડીલર્સ અસોસિએશન્સ)એ પણ આ અંગે પોતાની ચિંતા વ્યક્ત કરી છે. FADA અએ સરકાર પાસે આ બાબતે વહેલી તકે ફ્રેન્ચાઇઝી પ્રોટેક્શન એક્ટ લાવવાની માંગ કરી છે. FADA ના પ્રમુખ વિંકેશ ગુલાટીના જણાવ્યા અનુસાર, આ આ એક્ટ આવવાથી ડીલર્સના નુકસાનની ભરપાઈ સરળતાથી થઈ જશે.

5. મમ્મીના અવસાનના ત્રીજા દિવસે અક્ષય કુમાર કામ પર પરત ફર્યો, પરિવાર સાથે લંડન ગયો

    અક્ષય કુમાર પરિવાર સાથે મુંબઈ એરપોર્ટ પર જોવા મળ્યો.

6. અલંગ ખાતે 38 વર્ષમાં આવેલા 8351 જહાજમાં સૌ પ્રથમ વખત લેડી કેપ્ટન જહાજ લઇને આવી

  અલંગ જેવો કરન્ટ 22 વર્ષની કારકીર્દિમાં પ્રથમ વખત અનુભવ્યો : સોફિયા. અલંગ યાર્ડમાં શિપ બીચ કરાવવા મુંઝવણમાં હતી, સ્થાનિક પાયલોટે શક્ય કર્યુ

7. અમદાવાદના ડોક્ટરે રોબો સર્જરી કરી 70 ટકા કેન્સરગ્રસ્ત કિડની બચાવી

    3થી વધુ ડોક્ટરેે આખી કિડની કાઢી નાખવા સલાહ આપી હતી. કિડનીના કેન્સરથી પીડાતી જૂનાગઢની મહિલાને ત્રણથી વધુ ડોક્ટરોએ કિડની કાઢવી પડશે તેમ કહ્યું હતું, પરંતુ શહેરની ખાનગી હોસ્પિટલના તબીબે અઢી કલાકની રોબોટિક સર્જરીથી કિડનીની કેન્સરની ગાંઠ દૂર કરવાની સાથે કિડની કાઢવાને બદલે 70 ટકા ભાગ બચાવી લીધો છે.

8. તહેવારો સમયે સેમીક્ધડક્ટરની અછતથી ઓટો ઇન્ડસ્ટ્રીઝ મુશ્કેલીમાં, વેચાણ પર અસર પડશે

  ઓટો ઇન્ડસ્ટ્રીઝ માટે પેચીદો પ્રશ્ન, ડિમાન્ડ સામે ઉત્પાદન કામગીરી નબળી પડી. ઓટોમોબાઈલના જથ્થાબંધ વેચાણ પર અસર, ડિસ્પેચ 11 ટકા સુધી ઘટે તેવો ઇન્ડસ્ટ્રીઝનો મત

Read About Weather here

9. વૈશ્વિક ઊંચા ભાવથી ભારતથી સ્ટીલની નિકાસ દોઢગણી વધવાની સંભાવના

   ભારતની સ્ટીલ મિલો આ વર્ષે એક્સપોર્ટમાં સરેરાશ દોઢગણી વૃદ્ધિ થવાની આશા દર્શાવી રહ્યાં છે. વિશ્વભરમાં સ્ટીલની કિંમતોમાં થયેલા વધારા અને અન્ય મુખ્ય ઉત્પાદકો દ્વારા ઉત્પાદનમાં ઘટાડો કરવાનો ફાયદો ભારતીય સ્ટીલ મીલોને મળી શકે છે.

10. કોબલ અને પોકેટ નામના સ્પીકર સિંગલ ચાર્જમાં 9 કલાકનું બેટરી બેકઅપ આપશે, કિંમત 999 રૂપિયાથી શરૂ

   રિયલમી કોબલ સ્પીકરમાં 1500mAhની બેટરી મળશે, રિયલમી પોકેટ સ્પીકરમાં 600mAhની બેટરી આપી છે

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here