આજના ઇવનિંગ ન્યુઝ પર એક નજર

આજના ઇવનિંગ ન્યુઝ પર એક નજર
આજના ઇવનિંગ ન્યુઝ પર એક નજર

1. ગુજસીટોકનાં ગુનામાં સંડોવાયેલા ગોંડલનાં નિખિલ દોંગાનો વહીવટી હિસાબ રાખનારનું ઘર જપ્ત, રાજ્ય ગૃહ વિભાગે આદેશ આપ્યો હતો

  રાજ્ય ગૃહ વિભાગના આદેશી ઘર જપ્ત કરાયું. ગોંડલના ઘર બાદ શાપર ખાતેનો પ્લોટ મળી કુલ 65 લાખની મિલકત જપ્ત

2. અમેરિકન કાર કંપની ફોર્ડ ઈન્ડિયાએ ગુજરાતમાં સાણંદ પ્લાન્ટ સહિત તામિલનાડુમાં કારનું ઉત્પાદન બંધ કર્યું

 સાણંદ પ્લાન્ટમાં એન્જિનનું ઉત્પાદન ચાલુ રહેશે. ગુજરાત પ્લાન્ટમાં અંદાજે 3000 વર્કર્સ કામ કરે છે

Visit Saurashtra Kranti Homepage here

3. ટેક્નિકલ ખામી આવવાથી ઓલા ઇ-સ્કૂટરનું વેચાણ શરૂ ન થઈ શક્યું, CEO ભાવિશ અગ્રવાલે માફી માગી, હવે 15 સપ્ટેમ્બરથી વેચાણ શરૂ થશે

  8 સપ્ટેમ્બરથી ઓલા ઇ-સ્કૂટરનું વેચાણ શરૂ થવાનું હતું. તેના માટે કંપનીની ઓફિશિયલ વેબસાઇટ પર પ્રિ-રિઝર્વેશન બુકિંગ અને ડિલિવરી માટે ફર્સ્ટ રિઝર્વ, ફર્સ્ટ સર્વ કોન્સેપ્ટ પણ ઉપલબ્ધ થવાનો હતો. પરંતુ આ ઓલા ઇલેક્ટ્રિક સ્કૂટરનું વેચાણ લંબાવી દેવામાં આવ્યું છે.

4. હોન્ડાએ બે બાઇક સાથે બિગવિંગ શો રૂમ શરૂ કર્યો, સ્પેસિફિકેશન્સથી લઇને 360 ડિગ્રી વ્યૂ જોવા સહિત બુકિંગ ઓપ્શન પણ મળશે

  હોન્ડાએ તેનો વર્ચ્યુઅલ શો રૂમ બિગવિંગ (BigWing) લોન્ચ કરી દીધો છે. જો કે, આ શો રૂમ પર કંપનીની લેટેસ્ટ બાઇક H’ness CB350 અને CB350RS અવેલેબલ છે. કંપની ટૂંક સમયમાં જ તેના અન્ય મોડેલ આ વચિર્યઅલ શો રૂમ પર લાવશે. અત્યારે આ શો રૂમમાં 2 બાઇક જ છે.

5. ‘લવ ફિલ્મ્સ’ સૌરવ ગાંગુલીની બાયોપિક પ્રોડ્યૂસ કરશે, પૂર્વ કેપ્ટને પોસ્ટ શેર કરીને જાહેરાત કરી

  ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીની બાયોપિક અંગે લાંબા સમયથી ચર્ચા ચાલી રહી હતી. ગુરુવાર, 9 સપ્ટેમ્બરના રોજ સૌરવે સો.મીડિયામાં બાયોપિકની જાહેરાત કરી હતી. આ સાથે જ તેણે કહ્યું હતું કે લવ ફિલ્મ્સ તેની બાયોપિક બનાવી રહ્યું છે.

6. આવતા મહિને આવી શકે છે કોરોનાની ત્રીજી લહેર, રોજના 6 લાખ લોકો સંક્રમિત થઈ શકે, NIDM રિપોર્ટમાં ઘટસ્ફોટ

 ઓક્ટોબરમાં દેશમાં કોરોનાની ત્રીજી લહેર આવવાની આશંકા. બાળકોનું ખાસ ધ્યાન રાખવાની સૂચના અપાઈ

7. ડિઝની હોટસ્ટાર પર 10મીએ રીલીઝ થશે-હોરર-કોમેડી ફિલ્મ-ભૂત પોલીસ

   ગણેશ ચતુર્થી ઉત્સવને ધ્યાનમાં લઈ એક વીક પહેલા ફિલ્મ રીલીઝ

8. નેટ ફિલકસ સામે નવો હરિફ: એચબીઓ મેકસ ભારતમાં લોંચ થઈ શકે છે

   મે 2022 માં એચબીઓ મેકસ સસ્તા સબ સ્ક્રીપ્શન સાથે ભારતમાં એન્ટ્રી કરે તેવી શકયતા

9. MBAમાટે ઓનલાઇન એડમિશન ફોર્મ ભર્યા પહેલાં કોમન પ્રોસ્પેક્ટ્સ વાંચી લો, આ 7 સ્ટેપ્સમાં જાણો ફોર્મ ભરવાની રીત

  એપ્લિકેશન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 15 સપ્ટેમ્બર, 2021 છે. ઇન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટી (IGNOU)એ જુલાઈ સત્ર માટે MBA એડમિશન 2021નું ઓનલાઈન રજિસ્ટ્રેશન શરૂ કર્યું છે.

બેંકિંગ અને ફાઇનાન્સમાં MBA વિશે વધારે જાણકારી માટે ઇગ્નુની ઓફિશિયલ વેબસાઈટ ignou.ac.in જુઓ. એપ્લિકેશન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 15 સપ્ટેમ્બર, 2021 છે.

Read About Weather here

10. મુંબઈ મહાપાલિકાની શાળાઓમાં હવેથી કેમ્બ્રિજ બોર્ડ શરૂ કરવામાં આવશે

   કોરોના અને લોકડાઉનને લીધે છેલ્લા દોઢ વર્ષથી શાળાઓ બંધ છે. આ વર્ષે પણ શાળાઓ ક્યારે શરૂ થશે તે અંગે કોઈ ખાતરી નથી. સરકાર ખુદ પણ અવઢવમાં છે. આથી જ અનેક વાર શાળાઓ શરૂ કરવાની તારીખો જાહેર કરવામાં આવી અને પછી કોરોનાના કેસ વધી રહેલા જોઈને ફરીથી શાળા શરૂ કરવાનું મોકૂફ રાખ્યું, જેને કારણે વિદ્યાર્થીઓ અને વાલીઓમાં પણ સંભ્રમ પેદા થયો છે. બીજી બાજુ મહાપાલિકાની શાળાઓનો દરજ્જો જોતાં વાલીઓ પીઠ ફેરવી રહ્યા હતા.

આથી છેલ્લાં થોડાં વર્ષોમાં વિદ્યાર્થીઓની સંખ્યામાં સતત ઘટાડો થતો હતો. આથી આ રોકવા માટે મહાપાલિકા દ્વારા વિવિધ મહત્ત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવી રહ્યા છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here