થર્મલ પાવર પ્લાન્ટના વિરોધમાં ગ્રામજનોનો ઉગ્ર વિરોધ

થર્મલ પાવર પ્લાન્ટના વિરોધમાં ગ્રામજનોનો ઉગ્ર વિરોધ
થર્મલ પાવર પ્લાન્ટના વિરોધમાં ગ્રામજનોનો ઉગ્ર વિરોધ
બિહારનાં બક્સર જિલ્લામાં થર્મલ પાવર પ્લાન્ટને લઈને ખેડૂતોનો વિરોધ ઉગ્ર બન્યો હતો. ઉગ્ર વિરોધ કરતા ગ્રામજનો આ બાબતે પોલીસ અને પાવર પ્લાન્ટ પર લાકડીઓ લઈને તુટી પડ્યા હતા. પોલીસની ગાડીઓની તોડફોડ કરી આગ ચાંપી દેતા ફુંકી મારી હતી. પ્લાન્ટના ગેટ પર આગ લગાવી દેવામાં આવી હતી.પોલીસે હવામાં ગોળીબાર કરીને ભીડને વિખેરવાનો પ્રયાસ કર્યો હતો. સમગ્ર વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયો છે. બંને તરફથી પથ્થરમારો કરવામાં આવ્યો હતો.

Visit Saurashtra Kranti Homepage here

આ પહેલા મંગળવારે ખેડૂતોએ પ્લાન્ટના મુખ્ય દ્વાર પર પ્રદર્શન કર્યું હતું. રાત્રે પોલીસે તેમના ઘરમાં ઘુસીને ખેડૂતોને માર માર્યો હતો. આ દરમિયાન ત્યાં હાજર એક વ્યક્તિએ આ ઘટનાનો વીડિયો બનાવ્યો. પોલીસની દબંગાઈના વિરોધમાં બુધવારે સવારે લોકોનો રોષ ફાટી નીકળ્યો હતો. લાકડીઓ લઈને ગામલોકો પ્લાન્ટ પર પહોંચી હયા હતા અને પોલીસ પર હુમલો કર્યો હતો.

Read About Weather here

બક્સરના મુફસ્સિલ પોલીસ સ્ટેશનના બનારપુર ગામ પાસે થર્મલ પાવર પ્લાન્ટ બનાવવામાં આવી રહ્યો છે. ગ્રામજનો તેનો વિરોધ કરી રહ્યા છે. મંગળવારે રાત્રે 11:30 વાગે પોલીસ ગામમાં પહોંચી. પોલીસે સૂઈ રહેલા ખેડૂતોના ઘરના દરવાજા પર જોર-જોરથી ખખડાવવા લાગ્યા હતા. કેટલાક ખેડૂતોએ તેમના દરવાજા પણ ખોલ્યા ન હતા, પરંતુ જે ખેડુતોએ પાતાના ઘરનો દરવાજો ખોલ્યો, તેના પર પોલીસ તુટી પડી હતી. આ દરમિયાન કેટલાક લોકોએ વીડિયો પણ બનાવ્યો હતો.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here