રાજકોટના મિલપરામાં રૂ.30 લાખની લૂંટ: ખળભળાટ

રાજકોટના મિલપરામાં રૂ.30 લાખની લૂંટ: ખળભળાટ
રાજકોટના મિલપરામાં રૂ.30 લાખની લૂંટ: ખળભળાટ
રાજકોટના હૃદયસમા ભરચક અને સતત પ્રવૃતિઓથી ધમધમતા રહેતા મિલપરા વિસ્તારમાં આજે ધોળે દિવસે એક વેપારી પાસેથી રૂ.30 લાખ રોકડ રકમની લૂંટ થયાની ઘટના બની હતી. ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો છે. બાઈક પર આવેલા બે અજાણ્યા લૂંટારૂ રોકડ રકમ ભરેલો થેલો ઝુંટવીને પલાયન થઇ ગયા હોવાનું પોલીસમાં જાહેર થતા પોલીસે નાસી છુટેલા લૂંટારૂઓને ઝડપી લેવા તાકીદે કાર્યવાહી શરૂ કરી છે.

Visit Saurashtra Kranti Homepage here

પોલીસે ચારેબાજુ નાકાબંધી કરી છે. પણ લૂંટારૂઓ હવામાં ઓગળી ગયા હોય એમ હજુ સુધી કોઈ પગેરું મળ્યું નથી. ધોળે દિવસે રાજકોટમાં સતત ધમધમતા વિસ્તારમાં લોકોની નજર સામે આટલી મોટી લૂંટ થતા ભારે ખળભળાટ મચી ગયો છે. મીલપરા વિસ્તારમાં આવેલી આઈડીબીઆઈ બેંકની બહાર જ લુંટારૂઓએ લૂંટની ઘટનાને અંજામ આપ્યો હતો. બેંકમાંથી રૂ.30 લાખ જેટલી રકમ લાલ રંગના થેલામાં રાખીને ફરિયાદી મંથનભાઈ રાજેશભાઈ માંડવીયા (ઉ.વ.23) બેંકની બહાર નીકળ્યા ત્યારે અચાનક ડિસ્કવર બાઈક પર બે શખ્સો ધસી આવ્યા હતા અને મંથનને આંતરીને રોકડ રકમ ભરેલી બેગ ઝુટવીને બાઈક પર પલાયન થઇ ગયા હતા. પોલીસમાં એવું જાહેર થયું છે કે, મંથનભાઈએ સુરેશભાઈ નામની વ્યક્તિના મકાનની ખરીદી કરી હતી એટલે એમને નાણાનું ચૂકવણું કરવાનું હોવાથી મંથનભાઈ માંડવીયા બેંકમાંથી નાણા ઉપાડી બહાર નીકળી રહ્યા હતા ત્યારે જ લૂંટારૂઓ ધસી આવ્યા હતા. આ ઘટનાની જાણ થતા જ મીલપરા વિસ્તારમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. પણ ભરબજારમાં પુરપાટ બાઈક ચલાવીને બંને લૂંટારૂ નાસી છૂટ્યા હતા.

ઘટનાની જાણ થતા જ ભક્તિનગર પોલીસ મથકના પીઆઈ તેમજ એસીપી, ડીસીપી પી.આઈ.જાડેજા તેમજ એસઓજી સહિતનો મોટો પોલીસ કાફલો ઘટના સ્થળે ધસી ગયો હતો. સરાજાહેર મીલપરા જેવા ભરચક વિસ્તારમાં દિલધડક લૂંટની ઘટનાથી શહેરભરમાં ખળભળાટ મચી ગયો છે અને પોલીસ ચોંકી ઉઠી છે. પોલીસે લૂંટારૂઓની જોરદાર શોધખોળ શરૂ કરી છે અને ચારેતરફ નાકાબંધી કરવામાં આવી છે. બંને લુંટારૂ ફરિયાદીનો પીછો કરતા હતા એવું કેટલાક નજરે હિચકારો હુમલો થતાં બન્ને યુવકે દેકારો કરતાં આસપાસના વિસ્તારના લોકો દોડી જતાં બન્ને હુમલાખોર ભાગી ગયા હતા.

સીસીટીવીમાં જોવા મળતી વિગત મુજબ અસ્લમ અને હરપાલ ભગવતીપરામાં પુલ નીચે ઊભા હતા. ત્યારે સાજન અને રણજિત નામના શખસ છરી સાથે આ બન્ને યુવક પાસે આવે છે. થોડીવાર બન્ને યુવક સાથે ઉગ્ર બોલાચાલી કરી છરી કાઢીને બતાવે છે. બાદમાં બન્ને શખસ બન્ને યુવાનના કાંઠલા પકડીને આડેધડ છરીના ઘા મારતા જોવા મળે છે. આસપાસમાંથી લોકો દોડી આવી આ બન્ને શખસને છરી મારતા રોકવા પ્રયાસ કરે છે, પરંતુ બન્ને શખ્સ ઝનૂની બની છરીના ઘા ઝીંકવાનું શરૂ રાખે છે. બાદમાં મોટી સંખ્યામાં લોકો એકઠા થતાં બન્ને શખસ ભાગી જાય છે. હુમલામાં ઘવાયેલા બન્ને યુવકને લોહિયાળ હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

Read About Weather here

ઘટનાની જાણ થતાં બી. ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ બારોટ સહિતની ટીમ હોસ્પિટલે દોડી ગઈ હતી. પોલીસસૂત્રોએ જણાવ્યું હતું કે અસ્લમ અને હરપાલસિંહ પોપટપરામાં રહે છે અને બન્ને સાડીના કારખાનામાં કામ કરે છે. કુખ્યાત ગુલિયાના સાગરીત સાજન પરમાર સાથે અગાઉ માથાકૂટ થઇ હતી, જે બાબતનો ખાર રાખી આજે બન્ને યુવક ભગવતીપરામાં દેખાતા જ સાજન અને તેના સાગરીત તૂટી પડ્યા હતા. પોલીસે સાજન અને રણજિતને ગણતરીની મિનિટોમાં જ ઝડપી લીધા હતા.

લૂંટની ઘટનામાં નવો વળાંક

લૂંટનો ખોટો પ્લાન ફરિયાદીએ જ ઘડ્યો હોવાનું લાગતા પોલીસ દ્વારા ફરિયાદીની સઘન પૂછપરછ ચાલુ

રાજકોટ: મિલપરામાં રૂ.25 થી 30 લાખની લૂંટ થયાની ઘટનામાં એકાએક નવો વળાંક આવ્યો છે અને લૂંટની ફરિયાદ નોંધાવનાર ફરિયાદીએ જ પોતાના પર દેણું વધી જતા લૂંટનું નાટક કર્યું હોવાનું પોલીસની આકરી પૂછપરછમાં કબુલ કરી લીધું હતું. આ રીતે ફરિયાદી જ આરોપી નીકળતા પોલીસે ગણતરીના કલાકોમાં જ ઘટનાનો ભેદ હલ કરી નાખ્યો છે. ઉચ્ચ પોલીસ અધિકારીઓને શંકા જતા ફરિયાદીની આકરી પૂછપરછ શરૂ કરવામાં આવી હતી. આથી ભાંગી પડેલા મંથન માંડવીયાએ પોલીસ પાસે કબુલી લીધું હતું કે, મારા પર દેવું ખુબ વધી ગયું હોવાથી લૂંટનો પ્લાન ઘડ્યો હતો. મિલપરા જેવા વિસ્તારમાં ભરબપોરે બે શખ્સો બાઈક પર આવીને અંદાજે રૂ.25 થી 30 લાખ ભરેલો થેલો આંચકીને નાસી ગયાનું પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ બેડામાં પણ દોડધામ મચી ગઈ હતી. ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર ધસી ગયા હતા અને લૂંટની ફરિયાદ કરનાર મંથનની પૂછપરછ શરૂ કરતા ઉચ્ચ અધિકારીઓને શંકા ગઈ હતી. ઉચ્ચ અધિકારીઓને અંદાજ આવી ગયો હતો કે, દાળમાં કંઇક કાળું છે આથી ફરિયાદીની આકરી પૂછપરછ શરૂ કરતા જ મંથન પોપટ બની ગયો હતો અને પોતે જ લૂંટનું નાટક કર્યું હોવાનું કબૂલી લીધું હતું.
આ રીતે ઉચ્ચ અધિકારીઓના અનુભવ અને સમજદારીને કારણે લૂંટનો ખોટો મામલે કુશળતાપૂર્વક હલ કરી નાખ્યો હતો. મંથનને એવું પૂછવામાં આવ્યું કે, બનાવટ કરવાનું કારણ શું? ત્યારે મંથને અધિકારીઓ સમક્ષ કબુલ્યું હતું કે, મારા પર દેણું ખુબ વધુ ગયું હતું. એટલે લૂંટનો ખોટો પ્લાન ઘડી કાઢ્યો હતો પણ મંથનની આ ચાલાકી ચબરાક પોલીસ અધિકારીઓની નજરથી છુપી રહી શકી ન હતી અને ભેદ ખુલી ગયો હતો.