કેનેડામાં ઇમિગ્રેશન પોલિસીમાં મોટો બદલાવ કરવામાં આવ્યો છે. જેથી ત્યાં કામ કરતા ભારતીયોને તેનો ફાયદો થશે. કેનેડા સરકારે નિર્ણય લીધો છે કે ત્યાં કામ કરતા અન્ય દેશોના લોકોના પરિવારના સભ્યોને પણ વર્ક પરમિટ આપવામાં આવશે. જેથી કેનેડામાં કામ કરતા લોકો પોતાના પ્રિયજનોને પણ ત્યાં નોકરી અપાવી શકશે. આ પરમિટ માત્ર હંગામી વર્કરો માટે જ હશે. જે આગામી વર્ષથી અમલમાં મુકાય તેવી શક્યતા છે.
Visit Saurashtra Kranti Homepage here
કેનેડાના ઇમિગ્રેશન અને શરણાર્થી મંત્રી શોન ફ્રેઝરે શુક્રવારે આ માહિતી આપી હતી. બહારથી આવતા વર્કરોના આરોગ્ય, આર્થિક સ્થિતિમાં સુધારો કરવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ પોલિસી લાગુ થયા બાદ કેનેડામાં રહેતા વિદેશી વર્કરો તેમના પરિવારના સભ્યો સાથે રહી શકશે, જેથી તેઓ તેમના કામમાં વધુ ધ્યાન આપી શકશે.
Read About Weather here
કેનેડાએ આગામી ત્રણ વર્ષમાં 15 લાખ પ્રવાસીઓને પોતાને ત્યાં વસાવવાની યોજના બનાવી છે. કેનેડાના ઇમિગ્રેશન મંત્રી સી.એન. ફ્રેસરે કહ્યું છે કે વર્ક વિઝા પરમિટ અને અન્ય પ્રક્રિયાઓ ઝડપી કરાશે. કેનેડા સરકારના આ મોટા નિર્ણયથી ભારતીયોને લાભ થવાની શક્યતા છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here