રાજકોટ જિલ્લાની આઠ બેઠકની 162 રાઉન્ડમાં મતગણતરી!

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
રાજકોટ શહેર-જિલ્લાની વિધાનસભાની 8 બેઠકોની ગત તા. 1ના યોજાયેલી ચૂંટણીમાં 60.62 ટકા મતદાન થયા બાદ આગામી તા.8ને ગુરુવારે સવારના 8 કલાકથી કણકોટની સરકારી ઇજનેરી કોલેજ ખાતે સજ્જડ સુરક્ષા વ્યવસ્થા વચ્ચે મતગણતરીનો પ્રારંભ થનાર હોય લોકોમાં પરિણામો અંગે ભારે ઉત્સુકતા છવાય જવા પામી છે.

Visit Saurashtra Kranti Homepage here

મતગણતરી અંગેની તૈયારીઓને જિલ્લા ચૂંટણી અધિકારી અરુણ મહેશ બાબુના માર્ગદર્શન હેઠળ આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. સરકારી ઇજનેરી કોલેજ ખાતે જિલ્લાની દરેક વિધાનસભા બેઠકવાઇઝ 14-14 ટેબલ પર મતગણતરી થશે. આ મતગણતરી માટે 126 ટેબલનો ઉપયોગ કરાશે. 162 રાઉન્ડમાં જિલ્લાની આઠ બેઠકોની આ મતગણતરી થનાર છે.

દરેક ટેબલ પર એક-એક સુપરવાઇઝર, એક-એક આસિસ્ટન્ટ સુપરવાઇઝર અને એક-એક માઈક્રો ઓબ્ઝર્વરની ટીમ તૈનાત કરવામાં આવશે. મતગણતરી માટે કુલ 1500 કર્મચારીઓનો કાફલો ફરજ બજાવશે. જેમાં પ્રારંભિક તબક્કે દરેક ટેબલ પર પોસ્ટલ બેલેટની મતગણતરી થશે. ત્યારબાદ ઇવીએમના મતોની ગણતરી હાથ ધરવામાં આવશે. મતગણતરીના દરેક ટેબલ પર ઉમેદવાર પોતાના એક-એક એજન્ટને નિમી શકશે.

મતગણતરીનો દરેક રાઉન્ડ અંદાજે 20 મીનીટ સુધી ચાલે તેવો અંદાજ મુકવામાં આવેલ છે. આઠ બેઠકોની મતગણતરી માટે 162 રાઉન્ડ થશે. મતગણતરીના ટેબલ માટે દરેક વિધાનસભા વિસ્તારમાંથી 50-50 કર્મચારીઓના નામોની યાદી મંગાવી લેવામાં આવી છે. જેનું રેન્ડમાઇઝેશન આગામી બે-ચાર દિવસમાં જ હાથ ધરવામાં આવનાર છે.

Read About Weather here

વિધાનસભાની દરેક બેઠક દીઠ 15થી 25 જેટલા મતગણતરીના રાઉન્ડ યોજાનાર હોય વ્યવસ્થામાં કોઇ ચૂક ન રહે તે માટે ચૂંટણી તંત્ર દ્વારા માઈક્રો પ્લાનીંગ કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત મતગણતરીના સ્થળ એવા કણકોટની ઇજનેરી કોલેજ ખાતે ઉમેદવારોને અને તેમના ટેકેદારો માટે અલગથી ડોમ તૈયાર કરવામાં આવી રહ્યો છે તેમજ મીડિયા કર્મચારીઓ માટે પણ મતગણતરી કેન્દ્ર પર વિશાળ એલઇડી સ્ક્રીન મુકવામાં આવનાર છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here