અક્ષય સાયન્સ-ફિક્શન વેબ સિરીઝમાં કામ કરશે

અક્ષય સાયન્સ-ફિક્શન વેબ સિરીઝમાં કામ કરશે
અક્ષય સાયન્સ-ફિક્શન વેબ સિરીઝમાં કામ કરશે
અક્ષય કુમારે હાલમાં જ અપકમિંગ પ્રોજેક્ટ અંગે વાત કરી હતી. અક્ષયે કહ્યું હતું કે તે હાલમાં બે પ્રોજેક્ટ પર કામ કરી રહ્યો છે, જેમાં એક સાયન્સ ફિક્શન પર આધારિત વેબ સિરીઝ છે, જ્યારે બીજો પ્રોજેક્ટ સેક્સ એજ્યુકેશન પર આધારિત ફિલ્મ છે. બંને સ્ક્રિપ્ટનું કામ પૂરું થઈ ગયું છે અને ટૂંક સમયમાં શૂટિંગ શરૂ થશે.

Visit Saurashtra Kranti Homepage here

રેડ સી ઇન્ટરનેશનલ અવૉર્ડમાં અક્ષય કુમારે અપકમિંગ પ્રોજેક્ટ અંગે વાત કરી હતી. આ દરમિયાન એક્ટરે કહ્યું હતું કે તેની મચ અવેટેડ સિરીઝ ‘ધ એન્ડ’ (નામ બદલાશે)ની સ્ક્રિપ્ટનું કામ થઈ ગયું છે અને ટૂંક સમયમાં શૂટિંગ શરૂ થશે. અક્ષયે કહ્યું હતું કે તેની સિરીઝ સાયન્સ ફિક્શનની સાથે સાથે એક્શન ડ્રામા પણ હશે. અક્ષય આ પ્રોજેક્ટથી ડિજિટલ પ્લેટફોર્મ પર ડેબ્યૂ કરશે.

અક્ષયે એમ પણ કહ્યું હતું કે તે સેક્સ એજ્યુકેશન જેવા સબ્જેક્ટ પર ફિલ્મ બનાવી રહ્યો છે. તેને સોશિયલ ફિલ્મ કરવી પસંદ છે. દેશ તથા કોઈનું પણ જીવન બદલી નાખે તેવી ફિલ્મ બનાવવા માગે છે. ફિલ્મમાં સોશિયલ સબ્જેક્ટની સાથે સાથે કોમેડી, ડ્રામા ને ટ્રેજડી હોય છે.

Read About Weather here

ફિલ્મનું નામ કે ડિરેક્ટર અંગે અક્ષયે કોઈ જ વાત કરી નહોતી, પરંતુ એમ કહ્યું હતું કે આ ફિલ્મને રિલીઝ થવામાં સમય લાગી શકે છે. એપ્રિલ કે મે મહિનામાં રિલીઝ થઈ શકે છે. હાલમાં તે એટલું જ કહી શકે કે આ ફિલ્મ તેની બેસ્ટ ફિલ્મમાંથી એક હશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here