ભારત 2023 સુધીમાં વિશ્વનું છઠું સૌથી મોટું અર્થતંત્ર બનશે

ભારત 2023 સુધીમાં વિશ્વનું છઠું સૌથી મોટું અર્થતંત્ર બનશે
ભારત 2023 સુધીમાં વિશ્વનું છઠું સૌથી મોટું અર્થતંત્ર બનશે

બ્રિટનની સંસ્થાનો ખુશખબર આપતો અહેવાલ, યુ.કે થી પણ આગળ વધી જવાની શક્યતા: 2022 માં ભારતીય વિકાસની ગતિ ફ્રાન્સને પણ પાછળ છોડી દેશે
બ્રિટીશ ક્ધસલ્ટન્સી સીબરનો અહેવાલ કહે છે, ચીન માટે માઠા દિવસો

કોરોના મહામારી હોય કે નવા-નવા વાયરસનો ડર હોય ભારતનું અર્થતંત્ર વિના વિઘ્ને વિકાસ પામતું રહેશે. એવું બ્રિટનની ક્ધસલ્ટન્સી સંસ્થા સીબલનો ખાસ અહેવાલ જણાવે છે. સંસ્થાનાં સર્વેક્ષણમાં એવા ખુશખબર બહાર આવ્યા છે કે, 2023 સુધીમાં ભારતનું અર્થતંત્ર વિશ્ર્વનું છઠું સૌથી મોટું અર્થતંત્ર બની જશે. 2022 માં તો ભારત વિકાસની દ્રષ્ટિએ ફ્રાન્સને પણ પાછળ છોડી દેશે. એવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે અને ચીન માટે ખરાબ દિવસોની આગાહી કરવામાં આવી છે.

Visit Saurashtra Kranti Homepage here

ભારતનું અર્થતંત્ર 2023 માં બ્રિટનને પણ પાછળ છોડી દેનાર છે. તેમ સીબરનો અહેવાલ ઉમેરે છે. અહેવાલમાં દર્શાવ્યું છે કે, વિશ્ર્વનું અર્થતંત્ર પહેલી વખત 100 ટ્રિલિયન ડોલરની સપાટી વટાવી રહ્યું છે. વિશ્ર્વમાં પ્રથમ ક્રમનાં અર્થતંત્ર અમેરિકાથી આગળ જવા માટે ચીનને હજુ રાહ જોવી પડશે. ડોલરની દ્રષ્ટિએ 2030 સુધીમાં કદાચ ચીન સૌથી મોટું અર્થતંત્ર બની શકે છે. સંસ્થાનાં ઉપાધ્યક્ષ ડગ્લાસ મેકવિલિયમ્સે જણાવ્યું હતું કે, ફુગાવા સામે કઈ રીતે લડત આપવામાં આવે છે એ ખૂબ મહત્વનો મુદ્દો છે. વિશ્વમાં ફુગાવા દર અત્યારે સૌથી વધુ અમેરિકામાં 6.8 ટકા થઇ ગયો છે.

Read About Weather here

ઉત્પાદનની દ્રષ્ટિએ જર્મની 2023 માં જાપાનથી આગળ થઇ જવાની શક્યતા છે. 2036 સુધીમાં રશિયા પણ ટોપ 10 અર્થતંત્રની યાદીમાં આવી શકે છે. ટોપ 10 માં આશ્ર્ચર્યજનક નામ ઇન્ડોનેશિયાનું છે. બે વર્ષમાં આ દેશ નવમાં સ્થાને પહોંચે તેવી શક્યતા છે.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here