સુશાસન માપદંડમાં ગુજરાત અને દિલ્હી અવ્વલ ક્રમે

સુશાસન માપદંડમાં ગુજરાત અને દિલ્હી અવ્વલ ક્રમે
સુશાસન માપદંડમાં ગુજરાત અને દિલ્હી અવ્વલ ક્રમે

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સુશાસન ઇન્ડેક્ષ લોન્ચ કર્યું હતું

સૌથી શ્રેષ્ઠ રાજ્યોમાં સૌથી પ્રથમ દિલ્હી બાદમાં ગુજરાત, મહારાષ્ટ્ર અને ગોવા: સુશાસન દિવસે દેશના સૌથી સારા વહીવટી રાજ્યોની યાદી જાહેર

દેશમાં મનાવવામાં આવેલા સુશાસન દિવસે સુશાસનનાં માપદંડમાં ખરા ઉતરેલા રાજ્યોમાં ટોચના ક્રમનાં રાજ્યોમાં ગુજરાત અને દિલ્હીએ ગૌરવ ભર્યું સ્થાન પ્રાપ્ત કર્યું છે. ગત 2020 માં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સુશાસન ઇન્ડેક્ષ શરૂ કર્યું હતું. સુશાસનમાં સૌથી આગળ રહેલા રાજ્યોમાં દિલ્હી ટોચ પર રહ્યું છે.

Read Saurashtra Kranti E-Paper : Click Here

તે પછી ગુજરાત, મહારાષ્ટ્ર અને ગોવાએ સ્થાન મેળવ્યું છે. અમિત શાહે સુશાસન દિવસે વહીવટી રીતે શ્રેષ્ઠ રાજ્યોનાં નામ જાહેર કર્યા હતા અને જણાવ્યું હતું કે, 20 જેટલા રાજ્યોનાં સુશાસન ગુણાંકમાં વધારો જોવા મળ્યો છે. ઉતર પ્રદેશમાં પણ સુશાસન ગુણાંકમાં સૌથી વધુ 8.9 ટકા જેવો વધારો જોવા મળ્યો છે.

ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે, મોદી સરકારે રાજકીય નુકશાન થવાનું હોય તો પણ લોકોનાં હિતમાં હોય એવા નિર્ણય લીધા છે. મોદી સરકાર સામે ભ્રષ્ટાચારનો એકપણ આક્ષેપ થયો નથી. એ જ સુશાસનનો પુરાવો છે.

Read About Weather here

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એવા નિર્ણય લીધા નથી જે લોકોને સારા લાગે પણ જે લોકો માટે સારા હોય એવા નિર્ણય લીધા છે. શાહે ટકોર કરી હતી કે, આમ આદમીની સ્તર સુધી સુશાસન લઇ જઈને નરેન્દ્ર મોદીએ લોકશાહીમાં લોકોની શ્રધ્ધા પુન: સ્થાપિત કરી છે. સુશાસન ઇન્ડેક્ષની વાત કરીએ તો ગુજરાતે આર્થિક સુધારણા, માનવ સંપદા વિકાસ, જાહેર માળખાકીય સુવિધા અને સુખાકારી, સામાજીક કલ્યાણ અને વિકાસ તેમજ ન્યાયતંત્ર અને લોક સુરક્ષાનાં વિકાસમાં ખૂબ સારું કામ કર્યું છે.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here