ભારતમાં જન્મી 3 હાથ, બે માથાવાળી બાળકી!

ભારતમાં જન્મી 3 હાથ, બે માથાવાળી બાળકી!
ભારતમાં જન્મી 3 હાથ, બે માથાવાળી બાળકી!

દિલ્હીમાં આ બાળકીના જન્મનો પૂરો ખર્ચ ઓરિસ્સા સરકારે ઉઠાવ્યો હતો

Subscribe Saurashtra Kranti here

ઓરિસ્સાના કેંદ્રપાડામાં એક મહિલાએ ખાનગી નર્સિંગ હોમમાં એવી બાળકીને જન્મ આપ્યો જેને બે માથા અને ત્રણ હાથ છે. આ એક દૃુર્લભ મેડિકલ કંડીશન છે. મહિલા બીજી વખત માતા બની છે. બાળકીના બંને ચહેરાનું નાક, મોં સંપૂર્ણપણે વિકસિત છે. બંને મોંથી બાળકીને આહાર અપાય છે. તો બંને નાકથી બાળકી શ્ર્વાસ લઇ રહી છે.

બાળકીની તબિયત સ્થિર છે. કેન્દ્રપાડાના ડિસ્ટ્રિક્ટ હેડક્વાર્ટર્સ હોસ્પિટલ (DHH)ના ડૉકટર્સે પુષ્ટિ કરતાં કહૃાું કે આ સિયામીજ ટ્વિન્સનો કેસ છે. આ અંગે DHHના પિડિયાટ્રિક કન્સલટન્ટ ડૉ.દેબાશિષ સાહૂએ કહૃાું કે જોડાયેલ જોડકાં દૃુર્ભલ કંડીશનમાં છે જે છાતી અને પેટથી જોડાયેલ છે. આ સ્થિતિને યુઝનના લીધે એમ્બ્રિયો જેનેસિસ કહેવાય છે. ડૉ.સાહૂના મતે અલ્ટ્રાસાઉન્ડ થયા બાદ આ મેડિકલ વિસંગતિ અંગે વિસ્તારથી જાણી શકાશે.

ડૉ.સાહૂનું કહેવું છે કે આ પ્રકારની અસામાન્ય જન્મની ઘટનાઓ હવે ખૂબ ઘટી ગઇ છે કારણ કે હવે લોકો જાગૃત છે. પરંતુ હજુ પણ ગામડાંઓમાં જ્યાં સમયસર દવાઓ લેવાનું ધ્યાન રાખતા નથી, ફોલિક એસિડની દવાઓ લેવાનું બંધ કરી દે છે અને પાછળના સ્ટેજમાં અલ્ટ્રાસાઉન્ડ પણ કરાવતા નથી જેના પરથી વિસંગતિની ખબર પડી શકે. બાળકીના પિતાએ ઓરિસ્સા સરકાર પાસે બાળકીની ટ્રીટમેન્ટ માટે મદદનો આગ્રહ કર્યો છે.

Read About Weather here

આપને જણાવી દઇએ કે કંધમાલના જોડાયેલ ટ્વિન્સને અલગ કરવાનું સફળ ઓપરેશન થયું હતું. AIIMS દિલ્હીમાં આ ઓપરેશનનો પૂરો ખર્ચ ઓરિસ્સા સરકારે ઉઠાવ્યો હતો.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here