સૌરાષ્ટ્ર લોકડાઉનના પંથે!

લોકડાઉન
લોકડાઉન

મોટા શહેરમાં ૩૦ એપ્રિલ સુધી સ્વૈચ્છિક લોકડાઉન

Subscribe Saurashtra Kranti here

ગુજરાત સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વધતા જતા કોરોના સંક્રમણને લઈ ૧૯ દિવસ સુધી જૂનાગઢના વિસાવદરમાં અડધો દિવસ સ્વૈચ્છીક લોકડાઉન રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આજે વિસાવદરમાં વેપારીઓ અને નગરપાલિકાના હોદ્દેદારોની મીટિંગ મળી હતી, જેમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.
કોરોના હવે શહેરો બાદ ગ્રામ્ય વિસ્તારોમાં પણ સતત વધતો જઈ રહૃાો છે, જેને લઇ ગામડાઓમાં અને શહેરોમાં વેપારી મંડળો અને લોકો સ્વૈચ્છિક લોકડાઉનના નિર્ણયો લઇ રહૃાા છે. ત્યારે હવે વિસાવદરમાં પણ ૩૦ એપ્રિલ સુધી અડધો દિવસ વેપાર-ધંધા બંધ રાખવાનો વેપારીઓ અને નગરપાલિકાના પ્રમુખ સહિતના હોદ્દેદારોની મળેલ બેઠકમાં નિર્ણય કરવામાં આવ્યો છે.

વિસાવદર નગરપાલિકા ટાઉનહોલ ખાતે નગરપાલિકાના પ્રમુખ તથા દરેક વેપારી એસોસિએશનના હોદ્દેદારોની એક મિટિંગ મળી હતી. જેમાં કોરોનાનું સંક્રમણ દિવસે દિવસે વધતું જઈ રહૃાું છે, ત્યારે અન્ય શહેરો અને ગામડાઓની જેમ વિસાવદરમાં પણ શું કરવું તે અંગેની મીટીંગ યોજાઇ હતી. જેમાં વેપારી એસોસિયેશન દ્વારા ૩૦ એપ્રિલ સુધી સવારથી લઈ બપોરના બે વાગ્યા સુધી વેપાર-ધંધા શરૂ રાખવા અને બપોરે બે વાગ્યા બાદ તમામ વેપાર ધંધાઓ બંધ રાખવાનો સામૂહિક રીતે નિર્ણય લેવામાં આવ્યો છે.

Read About Weather here

વિસાવદર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં પણ કોરોનાના સતત કેસ વધતા જઈ રહૃાા છે, જેમાં વિસાવદર સામૂહિક હોસ્પિટલના બે ડોક્ટરો પણ સંક્રમિત થયા છે અને વેપારીઓ નાના બાળકો પણ કોરોના સંક્રમણનો ભોગ બની રહૃાા છે. જેથી કોરોનાની ચેઈન તોડવા માટેનો સામૂહિક અડધો દિવસ સ્વૈચ્છિક લોકડાઉન રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં દરેક વેપારીઓએ બપોર બાદ પોતાના ધંધા-રોજગાર બંધ રાખવાની ખાતરી આપી છે તેની અમલવારી આજથી જ શરૂ થશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here