ન્યાયપાલિકાનાં આદેશની અવહેલનાં અને અપમાનની શાસક તંત્રમાં વધતી જતી વૃતિ ચિંતાજનક: મુખ્ય ન્યાયમૂર્તિ

ન્યાયપાલિકાનાં આદેશની અવહેલનાં અને અપમાનની શાસક તંત્રમાં વધતી જતી વૃતિ ચિંતાજનક: મુખ્ય ન્યાયમૂર્તિ
ન્યાયપાલિકાનાં આદેશની અવહેલનાં અને અપમાનની શાસક તંત્રમાં વધતી જતી વૃતિ ચિંતાજનક: મુખ્ય ન્યાયમૂર્તિ

વહીવટીતંત્ર અને ધારાગૃહ બંનેનો સહકાર ન મળે તો એકલું ન્યાયતંત્ર લોકોને ન્યાય આપી શકે નહીં: એન.વી.રમણા

દેશના મુખ્ય ન્યાયમૂર્તિ એન.વી.રમણાએ અદાલતનાં આદેશોની અવગણનાં તથા સન્માન ન આપવાની વહીવટીતંત્રમાં વધતી જતી વૃતિ અંગે ઘેરી ચિંતાની લાગણી વ્યક્ત કરી હતી. સુપ્રીમ કોર્ટનાં વડાએ સ્પષ્ટ દર્શાવ્યું હતું કે, જ્યાં સુધી શાસનતંત્ર અને ધારાગૃહનો સહકાર ન મળે ત્યાં સુધી ન્યાયતંત્ર એકલા હાથે લોકોને ન્યાય અપાવી શકે નહીં.
બંધારણીય મુદ્દાઓ પર ચર્ચા કરતા મુખ્ય ન્યાયમૂર્તિએ જણાવ્યું હતું કે, ઉચ્ચ અદાલતોનાં આદેશો એ સુનિશ્ર્ચિત કરે છે કે, વહીવટીતંત્ર અને ધારાગૃહનાં નિર્ણયો બંધારણ સાથે અનુરૂપ રહે, એટલે જ સરકારનાં કોઈપણ નિર્ણયની બંધારણીય યોગ્યતાનું પરીક્ષણ કરતા અદાલતો અચકાતી નથી અને બંધારણની કસોટીની એરણે ચડાવે છે.

Visit Saurashtra Kranti Homepage here

વિજયવાડાની એક કોલેજમાં પ્રવચન આપતા રમણાએ દર્શાવ્યું હતું કે, લોકોમાં બહુમતી હોય તો, માત્ર એ કારણે સરકારનાં કોઈપણ પક્ષપાતી નિર્ણયનો બચાવ કરી શકાય નહીં. દરેક પગલું બંધારણ સાથે સુસંગત હોવું જોઈએ.

જો ન્યાયતંત્ર સમીક્ષા કરવાની સતા ન ધરાવતું હોય તો દેશમાં લોકશાહી તંત્ર શક્ય જ બને નહીં. પણ હકીકત એ છે કે અદાલતનાં આદેશો એ કોઈ તલવાર કે ભંડોળ નથી. તેનો અમલ થાય તો જ તે સારા લાગે છે તે માટે દેશમાં કાયદાનું શાસન જાળવી રાખવા વહીવટીતંત્રનો સહકાર જરૂરી છે. અત્યારે અદાલતનાં આદેશોની અવગણનાં કરવાની અને ક્યારેક તો ન માનવાની વૃતિ પણ શાસન તંત્રમાં જોવા મળી રહી છે. ન્યાય આપવા માટે એકલી ન્યાયપાલિકા નહીં પણ વહીવટીતંત્ર અને ધારાગૃહોની પણ એટલી જ જવાબદારી છે.

Read About Weather here

અનુકુળ ચુકાદા ન આપતા ન્યાયાધીશો પર હુમલાનાં અને કોર્ટમાં હુમલાનાં વધતા જતા બનાવોનો ઉલ્લેખ કરતા મુખ્ય ન્યાયમૂર્તિએ જણાવ્યું હતું કે, કોઈ ચુકાદો કોઈ વગદાર પક્ષની તરફેણમાં ન આવે તો અખબારો અને સોશિયલ મીડિયામાં જજ સામે રીતસર વિરોધ ઝુંબેશ ચલાવવામાં આવે છે. કાયદો અને વ્યવસ્થા સંસ્થાઓએ આવા દ્વેશયુક્ત પ્રચાર અને હુમલા સામે અસરકારક પગલા લેવાની જરૂર છે.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here