દુષ્કર્મની અવિરત વણઝાર

દુષ્કર્મની અવિરત વણઝાર
દુષ્કર્મની અવિરત વણઝાર

પકડાયેલા અપરાધીઓમાં સગીર વયનાં તરૂણો સામીલ: યુ.પી. માં બાળકીનું અપહરણ કરી દુષ્કર્મ બાદ હત્યા કરી દેવાઈ

યુ.પી. માં માત્ર 7 વર્ષની બાળા અને ડાંગ જિલ્લામાં 14 વર્ષની બાળા પર સામુહિક દુષ્કર્મ

Read Saurashtra Kranti E-Paper : Click Here

દેશમાં માસુમ બાળકીઓ પર ભયાનક જાતિય અપરાધોની વણઝાર વણથંભી ચાલુ રહી છે. છેલ્લા 24 કલાકમાં બનેલી બે ભયાનક ઘટનાઓમાં યુ.પી. માં માત્ર 7 વર્ષની બાળાનું અપહરણ કરી દુષ્કર્મ આચરીને હત્યા કરી નાખવામાં આવી હતી. જયારે ગુજરાતનાં ડાંગ જિલ્લાનાં એક ગામમાં 14 વર્ષની સગીર બાળા પર સામુહિક દુષ્કર્મની ઘટના પોલીસમાં નોંધાઈ હતી. સૌથી ચોંકાવનારી વાત એ છે કે, ડાંગનાં અપરાધમાં સગીર વયનાં કેટલાક તરુણો પણ સામીલ હતા.

યુ.પી. નાં મુરાદાબાદમાં ઘરની બહાર રમતી 7 વર્ષની બાળા ગુમ થઇ ગઈ હતી. ભારે શોધખોળ બાદ ઘરથી દૂર શેરડીનાં ખેતરમાંથી તેનો મૃતદેહ મળી આવ્યો હતો. પોસ્ટમોટર્મમાં બાળા પર દુષ્કર્મ થયાનું ખુલ્યું હતું. પોલીસ અપરાધીને શોધી રહી છે. બાળાનાં શરીર પર ઈજાનાં નિશાન પણ જોવા મળ્યા હતા.

Read About Weather here

ગુજરાતનાં ડાંગ જિલ્લામાં આહવા તાલુકાનાં એક ગામમાં 14 વર્ષની એક બાળા પર સામુહિક દુષ્કર્મ આચરવામાં આવતા ખળભળાટ મચી ગયો હતો. આ ઘટના બારામાં પોલીસે 9 આરોપીઓની ધરપકડ કરી હતી. 9 પૈકીનાં 3 અપરાધી સગીર વયનાં છે અને 6 અપરાધી 20 વર્ષથી ઓછી વયના છે. પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here