ભારતમાંથી કપાસ-ખાંડની આયાતને લઇને ઇમરાન સરકારનો મોટો નિર્ણય…

કપાસ-ખાંડ-આયાત
કપાસ-ખાંડ-આયાત

કપાસની ઉણપના કારણે પાકિસ્તાની કાપડ ઉદ્યોગને ભારે સકંટ

Subscribe Saurashtra Kranti here

પાકિસ્તાનની ઇમરાન ખાન સરકારે પોતાના દેશમાંથી થઈ રહેલા વિરોધની આગળ ઝુકતા ભારતથી કપાસ અને ખાંડની આયાત કરવાના નિર્ણયને પાછો ખેંચી લીધો છે. પાકિસ્તાની મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે ઇમરાન ખાનની કેબિનેટે ભારતથી કપાસ અને ખાંડ આયાત કરવાના કેબિનેટ આર્થિક સમન્વય સમિતિના નિર્ણયને ફગાવી દીધો છે. ભારતથી કપાસ મંગાવવાની કપડા ઉદ્યોગ માંગ કરી રહૃાું છે. તો કટ્ટરપંથી આ વાત માટે ઇમરાન ખાન સરકારની ટીકા કરી રહૃાા હતા, કે તેઓ કાશ્મીરમાં બદલાવ વગર જ ભારતની સામે ઝુકી ગયા.

ગુરૂવારના પાકિસ્તાની કેબિનેટના નિર્ણયમાં કપાસની આયાતના નિર્ણય પર રોક લગાવવાનો નિર્ણય થયો. આ પહેલા પાકિસ્તાનની કેબિનેટ આર્થિક સમન્વય સમિતિએ બુધવારના ભારતની સાથે વ્યપાર ફરીથી શરૂ કરવાને મંજૂરી આપી હતી. સમિતિએ કહૃાું હતુ કે, પાકિસ્તાન ૩૦ જૂન ૨૦૨૧થી ભારતથી કૉટન આયાત કરશે. પાકિસ્તાન સરકારે ખાનગી ક્ષેત્રને ભારતથી ખાંડ ખરીદવાની પણ મંજૂરી આપી હતી. પાકિસ્તાને વર્ષ ૨૦૧૬માં ભારતથી કૉટન અને અન્ય કૃષિ પ્રોડક્ટ્સની આયાત પર રોક લગાવી દીધી હતી.

Read About Weather here

સૂત્રોના જણાવ્યા પ્રમાણે, પાકિસ્તાનમાં ખાંડની વધતી કિંમતો અને સંકટોથી ઝઝુમી રહેલા કાપડ ઉદ્યોગને બચાવવા માટે પાકિસ્તાનની ઇમરાન ખાન સરકારે ભારતની સાથે વ્યાપારની ફરીથી શરૂઆત કરવાને મંજૂરી આપી હતી. બંને દેશોમાં તણાવપૂર્ણ સંબંધોની વચ્ચે આ પાકિસ્તાનનો ભારતની સાથે સંબંધો સુધારવાની દિશામાં પહેલો મોટો પ્રયાસ માનવામાં આવી રહૃાો હતો. કૉટનની ઉણપના કારણે પાકિસ્તાની કાપડ ઉદ્યોગને ભારે સકંટનો સામનો કરવો પડી રહૃાો છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here