આસામને ફરી ઠગવા નીકળી છે કોંગ્રેસ: મોદીના આકરા પ્રહારો

મોદી-આસામ
મોદી-આસામ

કોકરાઝારમાં વડાપ્રધા મોદીએ ચૂંટણી સભા સંબોધી

આસામની સંસ્કૃતિને નષ્ટ કરવાનું સ્વપ્ન જોઇ રહેલા મહાજૂઠ બોખલાઇ રહૃાા છે

Subscribe Saurashtra Kranti here

પીએમ મોદીએ કોકરાઝારમાં એક જનસભાને સંબોધિત કરી હતી. પીએમ મોદીએ કહૃાુ કે, આખુ ભારત જાણે છે કે અહીના નવયુવાનમાં ફૂટબોલ ઘણુ ફેમસ છે, તેમની ભાષામાં કહું તો કોંગ્રેસ અને તેમના મહાજૂઠને ફરી રેડ કાર્ડ બતાવવામાં આવ્યુ છે. આસામના વિકાસ માટે આસામના લોકોનો વિશ્ર્વાસ એનડીએ પર છે. આસામમાં શાંતિ અને સુરક્ષા માટે આસામના લોકોનો વિશ્ર્વાસ એનડીએ પર છે. આસામની સંસ્કૃતિને નષ્ટ કરવાનું સ્વપ્ન જોઇ રહેલા મહાજૂઠ બોખલાઇ રહૃાા છે.

પીએમ મોદીએ કહૃાુ કે, આ ચૂંટણી મહાજોતનું મહાજૂઠ અને ડબલ એન્જિનના મહાવિકાસ વચ્ચે છે. કોંગ્રેસે અમારા સુત્ર, અમારા નામઘરોનો ગેરકાયદેસર કબજો ગિરોહના હવાલે કર્યો, એનડીએએ તેમને મુક્ત કર્યા. કોંગ્રેસે બરાક, બ્રહ્મપુત્ર, પહાડ, મેદાન- બધાને ભડકાવ્યા, એનડીએએ તેમને વિકાસના સેતુથી જોડ્યા છે. કોંગ્રેસે ટી ગાર્ડનમાં કામ કરનારા સાથીઓને ક્યારેય પૂછ્યુ પણ નથી. આ એનડીએની સરકાર જ છે જેમણે ટી ગાર્ડન્સમાં કામ કરનારા મજૂર ભાઇ-બહેનોની દરેક ચિંતાના સમાધાનનો પ્રયાસ કર્યો છે.

એવી કોઇ જનજાતિ નથી જેને કોંગ્રેસે વિશ્ર્વાસઘાત ના કર્યો હોય. બીજી તરફ એનડીએ સરકાર, કોચ, રાજબોન્શી, મોરાન, મોટોક, સૂતિયા તમામ જનજાતિયોના હિતમાં પગલા ભરી રહી છે, તેની માટે નવી ડેવલપમેન્ટ કાઉન્સિલ બનાવવાનુ કામ ઝડપથી ચાલી રહૃાુ છે. પીએમ મોદીએ કહૃાુ કે, મને સંતોષ છે કે ૨૦૧૬માં બીટીઆરમાં શાંતિ અને વિકાસનો જે દાવો અમે કર્યો હતો, તેને લઇને અમે ઘણા ઇમાનદાર પ્રયાસ કર્યા છે. કોંગ્રેસના લાંબા શાસને આસામને બોમ્બ, બંદૃૂક અને બ્લૉકેડમાં ઝોકી દીધી હતી.

એનડીએએ આસામને શાંતિ અને સમ્માનની ભેટ આપી છે. પીએમ મોદીએ કહૃાુ કે, આ અટલજીની એનડીએ સરકાર હતી જેને બોડોલેન્ડ ટેરિટોરિયલ કાઉન્સિલનો અધિકાર તમને આપ્યો. આ એનડીએની વર્તમાન કેન્દ્ર સરકાર છે, જેને સ્થાઇ શાંતિ માટે ઐતિહાસિક બોડો અકૉર્ડ પર મોહર લગાવી. આજે બીટીઆરનો વિસ્તાર પણ થયો છે અને વિકાસની નવી શરૂઆત પણ થઇ છે. બોડોલેન્ડના સ્થાયી વિકાસ માટે અમારો મંત્ર છે- પીસ, પ્રોગ્રેસ અને પ્રોટેક્શન એટલે શાંતિ, સમૃદ્ધિ અને સુરક્ષા. લાંબા સમય બાદ આસામમાં શાંતિ પરત ફરી છે. જે સાથી બંદૃૂક છોડીને પરત ફર્યા છે, તેમની દરેક શક્ય સહાયતા માટે એનડીએ સરકાર પ્રતિબદ્ધ છે.

Read About Weather here

હજુ પણ જે પણ સાથી પરત નથી ફર્યા, તેમને પણ મારો આગ્રહ છે કે શાંતિ અને વિકાસના આ મિશનથી તમે પણ જોડાઇ જાવો. કોંગ્રેસ એક મહાજૂઠ બનીને, એક વખત ફરી કોકરાઝાર સહિત આખા બોડોલેન્ડ ટેરિટોરિયલ રીજનને ઠગવા નીકળી છે. જે દળના નેતાઓએ કોકરાઝારને હિસાની આગમાં ઝોકી હતી, આજે કોંગ્રેસે પોતાનો હાથ અને પોતાનું ભાગ્ય તે લોકોને થમાવી દીધુ છે. કાલે એક વીડિયોમાં આખા આસામે જોયુ છે કે કેવી રીતે આસામની ઓળખ, આસામની બહેનોના શ્રમના પ્રતીક, ગમોસાનુ ખુલ્લેઆમ અપમાન કર્યુ છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here