IT દરોડા પર તાપસીએ કહૃાું- છેલ્લાં કેટલાંક વર્ષોએ એ બતાવી દીધું કે અહીં કંઈપણ થઈ શકે છે

હાલમાં જ તાપસી પન્નુંના ઘરે ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટે દરોડા પાડ્યા હતા. તેનો મોબાઇલ ફોન જપ્ત કરી લેવામાં આવ્યો છે. શનિવાર, છ માર્ચના રોજ તાપસીને તેનો ફોન પરત આપવામાં આવ્યો છે. તાપસીએ દરોડા અંગે વાત કરી હતી. તેણે કહૃાું હતું કે પબ્લિક પર્સનાલિટી હોવાને કારણે તે આ પ્રકારની કાર્યવાહી માટે હંમેશાં તૈયાર રહે છે, જોકે તેના પરિવાર માટે આ મુશ્કેલરૂપ હતું. તેણે એમ પણ કહૃાું હતું કે છેલ્લાં કેટલાંક વર્ષો કે મહિનામાં તે એ વાત સારી રીતે સમજી ચૂકી છે કે અહીં કંઈપણ થઈ શકે છે.

ધ ક્વિન્ટ્ સાથેની વાતચીતમાં તાપસીએ કહૃાું હતું, ’જ્યારે તે મારા ત્યાં આવ્યા તો મને કહેવામાં આવ્યું કે મારા દિલ્હી તથા મુંબઈનાં અન્ય ઠેકાણાં પર પણ તપાસ ચાલી રહી છે. મને નથી લાગતું કે મેં આવી કોઈ આશા રાખી હતી. મારા માટે તથા ખાસ કરીને મારા પરિવાર માટે આ હેરાન કરનારું હતું. તેમણે આવું ક્યારેય જોયું નથી. તાપસીએ આગળ કહૃાું હતું, ’છેલ્લાં કેટલાંક વર્ષો કે મહિનાઓએ મને એ વાત જણાવી દીધી કે કંઈપણ થઈ શકે છે. આ પબ્લિક ફિગર હોવાની કિંમત છે. હું પૂરી રીતે ઠીક છું, કારણ કે જ્યારે મેં કંઈ જ ખોટું કર્યું નથી તો મને કઈ વાતનો કેમ ડર હોવો જોઈએ.

જો કોઈ માનવીય ભૂલ છે તો હું એની ચુકવણી કરવા તૈયાર છું અથવા હું કરીશ. હું કોઈ ક્રિમિનલ નથી. મેં કંઈ જ ગેરકાયદે કર્યું નથી, આથી મને પરિણામનો ડર નથી. તાપસીએ વાતચીતમાં કહૃાું હતું કે ભલે રેડને કારણે તેને આઘાત લાગ્યો હોય, પરંતુ એનો અર્થ એ નથી કે તે ડરીને પોતાની જાતને બદલી નાખે. એક્ટ્રેસ ૫ કરોડ રૂપિયાની રસીદ પર કહૃાું હતું કે તે જાણવા માગે છે કે એ પાંચ કરોડ રૂપિયા ક્યાં છે? તેને જીવનમાં ક્યારેય કોઈ કામ માટે આ રકમ ઑફર થઈ નથી. તે એ રસીદને પોતાના માટે ફ્રેમ કરાવશે.’