નવસારીના ધારાસભ્ય પીયૂષ દેસાઈએ કોવિડ વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો

ગુજરાત સહિત હાલ દેશભરમાં રસીકરણનો ત્રીજો તબક્કો ચાલી રહૃાો છે. ત્રીજા તબક્કામાં ૬૦ વર્ષથી મોટી ઉમરના અને ૪૫થી ૬૦ વર્ષની ઉમરના કોમોર્બિડીટી ધરાવતા લોકોનું રસીકરણ કરવામાા આવી રહૃાું છે. ત્યારે આજે નવસારીના ધારાસભ્ય પીયૂષ દેસાઈએ કોવિડ વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો હતો. પુષ્પક સોસાયટી પાસે આવેલા અર્બન હેલ્થ સેન્ટરમાં પીયૂષ દેસાઈએ રસી મુકાવી હતી. ધારાસભ્યએ ૬૦ વર્ષથી વધુ વયના દરેક શહેરીજનને રસી લેવાની અપીલ કરી છે. કોરોના કાળ માં ધારાસભ્ય પીયૂષ દેસાઈ સૌથી વધુ તકેદારી રાખનાર રાજરાણીઓ માંથી એક હતા સતત ૯ કલાક તેઓ ફેસ શિલ્ડ અને માસ્ક પહેરી રાખતા હતા