વિવાદ/કેનેડિયન સંસદમાં આતંકી નિજ્જર માટે બે મિનિટનું મૌન પાળવામાં આવતા સર્જાયો મોટો વિવાદ

વિવાદ/કેનેડિયન સંસદમાં આતંકી નિજ્જર માટે બે મિનિટનું મૌન પાળવામાં આવતા સર્જાયો મોટો વિવાદ
વિવાદ/કેનેડિયન સંસદમાં આતંકી નિજ્જર માટે બે મિનિટનું મૌન પાળવામાં આવતા સર્જાયો મોટો વિવાદ

વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદી ઇટાલીના અપુલિયામાં G7 સમિટમાં કેનેડાના વડાપ્રધાન જસ્‍ટિન ટ્રુડોને મળ્‍યા હતા. હરદીપ સિંહ નિજ્જરની હત્‍યાને લઈને કેનેડા દ્વારા ભારત પર લગાવવામાં આવેલા આરોપો બાદ તમામની નજર બંને નેતાઓની મુલાકાત પર ટકેલી હતી, પીએમ મોદીને મળ્‍યા બાદ ટ્રુડોએ સંબંધો સુધારવાની વાત કરી હતી, પરંતુ કેનેડાની સંસદમાંથી અલગ જ તસવીર સામે આવી છે.

ખાલિસ્‍તાન ટાઈગર ફોર્સ સંગઠન સાથે સંકળાયેલા આતંકવાદી હરદીપ સિંહ નિજ્જર માટે કેનેડાની સંસદમાં બે મિનિટનું મૌન પાળવામાં આવ્‍યું હતું. હાઉસ ઓફ કોમન્‍સમાં, પ્રથમ સ્‍પીકર, ગ્રેગ ફર્ગ્‍યુસે નિજ્જર માટે શોક સંદેશ વાંચ્‍યો અને પછી તમામ સાંસદોને નિજ્જર માટે મૌન પાળવા કહ્યું.

કેનેડાના વડાપ્રધાન જસ્‍ટિન ટ્રુડોએ કહ્યું હતું કે ભારતની નવી સરકાર સાથે આર્થિક સંબંધો અને રાષ્‍ટ્રીય સુરક્ષા સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા કરવાની આ એક તક છે. G-7માં પીએમ મોદીને મળ્‍યા બાદ તેમણે આ વાત કહી.

ટ્રુડોએ કહ્યું કે G7 સમિટની સૌથી સારી વાત એ છે કે તમને મોટા પાયા પર વૈશ્વિક નેતાઓ સાથે સીધા જ કનેક્‍ટ થવાની તક મળે છે. એવા દેશોના રાષ્‍ટ્રાધ્‍યક્ષોને મળવાની પણ તક છે જેમની સાથે કેટલાક મુદ્દાઓ પર મતભેદ છે, જેમાં ભારતનો પણ સમાવેશ થાય છે. ભારત અને કેનેડાના લોકો વચ્‍ચે સંબંધ છે, જે ખૂબ જ મહત્‍વપૂર્ણ આર્થિક સંબંધ છે.

તેમણે કહ્યું કે આપણા લોકો અને ભારત વચ્‍ચેના સંબંધો ખૂબ જ ગાઢ છે. ઘણા મોટા મુદ્દાઓ પર સહમતિ છે જેના પર વૈશ્વિક સમુદાય તરીકે આપણે લોકશાહી તરીકે કામ કરવાની જરૂર છે. ઘણા મોટા મુદ્દા છે જેના પર આપણે કામ કરવાની જરૂર છે. હવે ભારતમાં ચૂંટણીઓ થઈ છે. આવી સ્‍થિતિમાં મને લાગે છે કે રાષ્‍ટ્રીય સુરક્ષા અને કેનેડિયન નાગરિકોની સુરક્ષા જેવા કેટલાક અત્‍યંત ગંભીર મુદ્દાઓ પર ચર્ચા કરવાની તક છે. જ્‍યારે તેમને પૂછવામાં આવ્‍યું કે શું બ્રિટિશ કોલંબિયાના સરેમાં નિજ્જરની હત્‍યા કેસની તપાસમાં ભારત તરફથી સહકારમાં સુધારો થયો છે. આ અંગે ટ્રુડોએ કહ્યું કે આ દિશામાં કામ થઈ રહ્યું છે.

ગયા વર્ષે જૂનમાં કેનેડાના સરેમાં ગુરુદ્વારા બહાર નિજ્જરની ગોળી મારીને હત્‍યા કરવામાં આવી હતી. નિજ્જર ખાલિસ્‍તાની આતંકવાદી હતો. ખાલિસ્‍તાન ટાઈગર ફોર્સનો ચીફ હતો. તે છેલ્લા ઘણા સમયથી કેનેડામાં રહેતો હતો અને ત્‍યાંથી ભારત વિરુદ્ધ ખાલિસ્‍તાની આતંકવાદને વેગ આપતો હતો. ગુપ્તચર સૂત્રોના જણાવ્‍યા અનુસાર, નિજ્જર છેલ્લા એક વર્ષમાં ભારતીય તપાસ એજન્‍સીઓ માટે વધુ મોટો માથાનો દુઃખાવો બની ગયો હતો કારણ કે તેણે લોરેન્‍સ બિશ્‍નોઈ ગેંગના ઓપરેટિવ્‍સને વિદેશમાં લોજિસ્‍ટિક્‍સ અને નાણાં આપવાનું શરૂ કર્યું હતું.

Visit Saurashtra Kranti E-paper here

Read National News : Click Here

Read latest news here

Visit Saurashtra Kranti Homepage here