ભાવમાં વધારો : શાકભાજી બાદ હવે સીંગતેલના ભાવમાં ડબ્બાએ 40 રૂપિયાનો વધારો

ભાવમાં વધારો : શાકભાજી બાદ હવે સીંગતેલના ભાવમાં ડબ્બાએ 40 રૂપિયાનો વધારો
ભાવમાં વધારો : શાકભાજી બાદ હવે સીંગતેલના ભાવમાં ડબ્બાએ 40 રૂપિયાનો વધારો

ખાદ્ય વસ્તુઓમાં સતત વધારો જોવાઈ રહ્યો છે,છેલ્લા ત્રણ દિવસમાં રાજકોટમાં સિંગતેલના બજાર માં પ્રતિ 15 કિલ્લો ડબ્બાના ભાવમાં રૂપિયા 40 નો વધારો ઝીંકાયો છે. હાલમાં સિંગતેલનો ભાવ રુપિયા 2600 નજીક પહોંચી ગયો છે.

ભાવમાં વધારો : શાકભાજી બાદ હવે સીંગતેલના ભાવમાં ડબ્બાએ 40 રૂપિયાનો વધારો ભાવ

રાજ્યમાં મગફળીના ભાવ લાંબા સમયથી સ્થિર જોવા મળી રહ્યા છે. સતત બીજા વર્ષે આશરે 45 લાખ ટનનો મબલખ પાક માર્કેટમાં આવ્યો છે અને આ વર્ષે પણ ચોમાસાએ વહેલા મંડાણ માંડ્યા છે. કપાસિયા અને પામતેલના ભાવ પણ સ્થિર છે છતા પણ આજે સીંગતેલના ભાવ વધવાની સાથે ભાવ 2590એ પહોંચ્યો હતો. જ્યારે કપાસિયા રૂપિયા 1705 થી 1735 અને પામતેલના 1475 થી 1480ની સપાટીએ જોવા મળી રહ્યો છે.

ભાવમાં વધારો : શાકભાજી બાદ હવે સીંગતેલના ભાવમાં ડબ્બાએ 40 રૂપિયાનો વધારો ભાવ

બીજી બાજી માર્કેટમાં શાકભાજીની આવકમાં ઘટાડો જોવા મળી રહ્યો છે અને બીજા રાજ્યમાંથી આવતો માલ બગડી રહ્યો છે. જેથી પડતર કિંમતમાં વધારો જોવા મળે છે. જેના કારણે ટામેટા, સુરણ, કોથમીર, ભીંડો, ગુવાર, ચોળાસિંગ, સરગવો, તુરીયા, પરવર, મેથી, લીલા મરચાં સહિતના તમામ શાકભાજીમાં 50 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે. દરેક જથ્થાબંધ ભાવ પણ 1000 થી 2000ની વચ્ચે પહોંચ્યા છે. કોથમીર, વટાણા, લીલી ડુંગળી, આદુ સહિતના ભાવમાં પ્રતિ મણ 2000 ને પાર કરી ચૂક્યા છે.

ભાવમાં વધારો : શાકભાજી બાદ હવે સીંગતેલના ભાવમાં ડબ્બાએ 40 રૂપિયાનો વધારો ભાવ

Visit Saurashtra Kranti E-paper here

Read National News : Click Here

Read latest news here

Visit Saurashtra Kranti Homepage here