ભાજપ દ્વારા મસ્કનું નામ લીધા વિના તેમને આંતરરાષ્ટ્રીય કોન્ટ્રાકટ કીલર ગણાવી દેવાયો…

ભાજપ દ્વારા મસ્કનું નામ લીધા વિના તેમને આંતરરાષ્ટ્રીય કોન્ટ્રાકટ કીલર ગણાવી દેવાયો
ભાજપ દ્વારા મસ્કનું નામ લીધા વિના તેમને આંતરરાષ્ટ્રીય કોન્ટ્રાકટ કીલર ગણાવી દેવાયો

ભારતીય ચૂંટણીમાં વપરાતા ઈવીએમ હેક થઈ શકતા હોવાના એલન મસ્કના દાવાથી રાજકીય ગરમાવો આવી જ ગયો છે. કેન્દ્ર સરકારે આવી શકયતા નકારી છે ત્યારે ભાજપ દ્વારા મસ્કનું નામ લીધા વિના તેમને આંતરરાષ્ટ્રીય કોન્ટ્રાકટ કીલર ગણાવી દેવામાં આવ્યા છે.ભાજપ નેતા મુખ્તાર અબ્બાસ નકવીએ ઈવીએમ વિવાદમાં મસ્કનું નામ લીધા વિના એમ કહ્યું કે, આંતરરાષ્ટ્રીય કોન્ટ્રાકટ કીલર્સ ઈવીએમ સામે મેદાનમાં આવ્યા છે. ઈવીએમને ભગવાન બનાવવાની કે દાનવ બનાવવાની જરૂર નથી. ઈવીએમ ઘણી અગ્નિપરીક્ષામાંથી પસાર થયા જ છે અને સફળ પણ રહ્યા છે.

આ પુર્વે ભારતીય પુર્વ કેન્દ્રીયમંત્રી રાજીવ ચંદ્રશેખરે પણ ઈવીએમ હેક થઈ શકતા હોવાના અમેરિકન ઉદ્યોગપતિ એલન મસ્કના દાવાને ફગાવ્યો હતો. મસ્કનો દાવો તથ્યહીન છે. વાસ્તવમાં તેઓએ ભારત આવીને કાંશઈક શીખવુ જોઈએ. કોઈપણ સુરક્ષિત ઈલેકટ્રોનીક હાર્ડવેર બની શકતુ ન હોવાની માન્યતા ખોટી છે.અમેરિકા જેવા દેશો ઈન્ટરનેટ આધારીત વોટીંગ મશીનનો ઉપયોગ કરે છે. ભારતના ઈવીએમ અલગ છે. કોઈપણ નેટવર્ક સાથે જોડાય શકતા નથી. કોઈ કનેકટીવીટી, બ્લુટુથ, વાઈફાઈ, ઈન્ટરનેટ આધારિત નથી. ફેકટરી પ્રોગ્રામ્ડ કંટ્રોલર ફરીથી પ્રોગ્રામ થઈ શકતુ નથી.

અમેરિકી રાષ્ટ્રપતિપદના દાવેદાર રોબર્ટ કેનેડી જુનીયરે બ્યુટોરિકોની પ્રાથમીક ચૂંટણીમાં ઈવીએમની ખામી સંબંધી પોસ્ટ મુકી હતી તેને શેર કરીને એલન મસ્કે ઈવીએમનો ઉપયોગ બંધ કરવાનું ટવીટ કર્યુ હતું.માનવી અથવા આર્ટીફીશીયલ ઈન્ટેલીજન્સ મારફત હેક થવાનુ ઘણુ જોખમ હોવાનું કહ્યું હતું. ખાસ કરીને વર્તમાન ટેકનોલોજીના યુગમાં જોખમ વધુ છે. મસ્કના આ પોસ્ટથી ભારતીય રાજકારણમાં ફરી ગરમાવો સર્જાયો હતો. કારણ કે વિપક્ષો લાંબા સમયથી ઈવીએમ પર સવાલ ઉઠાવતા જ રહ્યા હતા.

Visit Saurashtra Kranti E-paper here

Read National News : Click Here

Read latest news here

Visit Saurashtra Kranti Homepage here