બ્રિટનમાં વધી રહેલા નસ્લવાદ મુદ્દાને યોગ્ય સ્થાને ઉઠાવીશું : જયશંકર (26)

    JAISHANKAR-BRITAN
    JAISHANKAR-BRITAN

    Subscribe Saurashtra Kranti here.

    બ્રિટનમાં વધી રહેલા નસ્લવાદ

    ભારતના આંતરિક મામલાઓમાં દખલગીરી કરવા બદલ UKને જવાબ મળશે. રાજ્યસભામાં વિદેશ મંત્રી એસ. જયશંકરે જણાવ્યું કે બ્રિટનમાં વધી રહેલા નસ્લવાદ મુદ્દાને યોગ્ય સ્થાને ઉઠાવીશું.

    હકિકતમાં ઓક્સફોર્ડ યુનિવર્સીટીમાં ગત દિવસોમાં એક ભારતીય વિદ્યાર્થીનીને વિરોધના કારણે રાજીનામું આપવું પડ્યુ હતુ. હવે યુનાઈડેટ કિંગડમમાં નસ્લભેદ સાથે જોડાયેલા આ મામલાનો પડઘો સોમવારે દેશની સાંસદમાં પડ્યો છે. સંસદમાં વિદેશ મંત્રી ડો. એસ. જયશંકરે આ મામલે જવાબ આપતા કહૃાું કે, મામલામાં જીણવટ ભરી નજર રાખી છે. તેવાાં જરુર પડવા પર સરકાર સામે તેને ઉઠાવવામાં આવશે.

    રાજ્યસભામાં વિદેશ મંત્રી એસ. જયશંકરે જણાવ્યું કે બ્રિટનમાં વધી રહેલા નસ્લવાદ મુદ્દાને યોગ્ય સ્થાને ઉઠાવીશું. આપણે મહાત્મા ગાંધીના દેશના લોકો છીએ. આપણે નસ્લવાદના મુદ્દા પર મોઢુ ન ફેરવી શકીએ. એ પણ ત્યાં જ્યાં મોટી સંખ્યામાં ભારતીયો રહે છે. યુકે સાથે આપણે સંબંધો સારા છે. જો કોઈ મામલો સામે આવે છે. તો અમે તેને તેમની સામે ચોક્કસ રાખીશું.

    Read About Weather here

    ઉલ્લેખનીય છે કે ઓક્સફોર્ડ યુનિવર્સીટીમાં ગત દિવસોમાં રશ્મિ સામંત સ્ટૂડન્ટ યુનિયનની પ્રેસિડન્ટ તરીકે પસંદગી પામી હતી. પણ કેટલીક જૂની સોશિયલ મીડિયા પોસ્ટ વાયરલ થયા બાદ તેના પર નિશાન સાધવામાં આવ્યા અને તેના શપથ ગ્રહણ પહેલા તેને રાજીનામુ આપવું પડ્યુ. નોંધનીય છે કે છેલ્લા કેટલાક સમયથી ભારત અને યુકેની વચ્ચે રાજનીતિક રીતે વાદ વિવાદ વધ્યો છે. કૃષિ મામલામાં ગત દિવસોમાં બ્રિટનની સાંસદમાં ચર્ચા થઈ હતી. જે બાદ ભારત તરફથી સ્પષ્ટ કહેવાયુ હતુ કે કૃષિ કાયદોએ અમારો આંતરીક મામલો છે. જેમાં કોઈ બહારના દખલ ન દે .

    Visit Saurashtra Kranti Homepage here

    Read National News : Click Here

    Visit Saurashtra Kranti Homepage here

    Visit Saurashtra Kranti Homepage here