ટેન્કર અને ટેમ્પા વચ્ચે અકસ્માતમાં એકનું મોત, 35 ને ઈજા

ટેન્કર અને ટેમ્પા વચ્ચે અકસ્માતમાં એકનું મોત, 35 ને ઈજા
ટેન્કર અને ટેમ્પા વચ્ચે અકસ્માતમાં એકનું મોત, 35 ને ઈજા

 વડોદરા શહેર નજીકના સાકરદા ગામ અને મોકસી ગામ વચ્ચે આજે સવારે ટેમ્પો અને ટેન્કર વચ્ચે થયેલા અકસ્માતમાં એકનું મોત થયું છે જ્યારે અન્ય 30 થી 35 ઇજાગ્રસ્તોને સારવાર માટે સૌપ્રથમ સ્થાનિક હોસ્પિટલમાં ખસેડાયા બાદ વધુ સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

 મળતી માહિતી મુજબ બાબરી પ્રસંગે અડાસ થી નટવર નગર જવા માટે 35 જેટલા સગા સંબંધીઓ ટેમ્પામાં બેસીને નીકળ્યા હતા. ભાદરવા થી આગળ જતા જ સામેથી આવતું ટેન્કર સામેથી ધડાકાભેર ટેમ્પાને અથડાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતના પગલે મુસાફરોથી વિસ્તાર ગુંજી ઉઠ્યો હતો જેના પગલે નજીકના ગ્રામજનો પણ તરત દોડી આવ્યા હતા. એમ્બ્યુલન્સને ફોન કરતા એમ્બ્યુલન્સ આવી જતા ઇજાગ્રસ્તોને સારવાર માટે સૌ પ્રથમ નજીકની હોસ્પિટલમાં અને ત્યારબાદ વધુ સારવાર માટે 30 થી 35 ઇજાગ્રસ્તોને સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યારે અકસ્માતમાં એક વ્યક્તિનો ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું બનાવ અંગે ભાદરવા પોલીસે ગુનો દાખલ કરવાની તજ વિજ હાથ ધરી છે.