મહિસાગરમાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં કૌભાંડનો આક્ષેપ (25)

PMAY-MAHISAGAR-FRAUD
PMAY-MAHISAGAR-FRAUD

Subscribe Saurashtra Kranti here.

મહિસાગર જિલ્લાના કડાણા તાલુકાના સરસવા ઉત્તર ગામે પ્રધાનમંત્રી આવાસ

મહિસાગર જિલ્લાના કડાણા તાલુકાના સરસવા ઉત્તર ગામે પ્રધાનમંત્રી આવાસ યોજાનામાં સર્વે કરવામાં ગેરીરીતિ આચરી ગરીબોના નામો કંઈ કર્યાના આક્ષેપો સાથે ગ્રામજનો રજુઆત કરી
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની મહત્વાકાંક્ષી યોજના એવી પ્રધાનમંત્રી આવાસ યોજના કે જે આવનાર વર્ષોમાં કોઈ પણ દેશવાસી ઘરવિહોણા ન રહે તે માટે કાર્યરત કરવામાં આવી પરંતુ તેમાં પણ ગેરરીતિની બુમો ઉઠવા પામી છે મહિસાગર જિલ્લાના કડાણા તાલુકાના સરસવા ઉત્તર ગામે પ્રધાનમંત્રી આવાસ યોજાનામાં સર્વે કરવામાં ગેરીરીતિ આચરી ગરીબોના નામો કંઈ કર્યાના આક્ષેપો સાથે ગ્રામજનો રજુઆત કરી .

મહિસાગર જિલ્લામાં આવેલ કડાણા તાલુકો આદિવાસી વસ્તી ધરાવતો અને ડુંગરાળ વિસ્તાર ધરાવતો તાલુકો છે અહીં ગરીબ આદિવાસીઓ વસવાટ કરે છે કડાણા તાલુકાના મોટાભાગના આદિવાસી લોકોને રહેવા માટે ઘર તો ઠીક પણ ઝુપડાના ઠેકાણા નથી ત્યારે ભારત સરકાર દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ જે લોકોને ઘર નથી તેવા ગરીબ લોકોને રહેવા માટે ઘર મળી રહે તે હેતુ સર યોજના અમલમાં મુકવામાં આવી હતી પરંતુ તેમાં પણ ગેરરીતિના આક્ષેપો થવા લાગ્યા છે.

યોજના અમલમાં મુકાયા બાદ તંત્ર દ્વારા અરજીઓ મંગાવી તેની યાદી તૈયાર કરી બાદમાં સર્વેની કામગીરી હાથ ધરાઈ હતી જેમાં શિક્ષકોને પણ સામેલ કરાયા હતા સર્વે દરમ્યાન અરજદારને ઘર છે કે નહીં, કેવા પ્રકારનું ઘર છે, એક ઘરમાં કેટલા લોકો રહે છે નોકરી ધંધો કે કોઈ પણ પ્રકારનું વાહન છે અગાઉ કોઈ પણ યોજનામાં આવાસનો લાભ મળેલ છે કે નહીં જેવા મુદ્દાઓ ચેક કરી આ સર્વે તાલુકા પંચાયતમાં જમા કરાયો હતો ત્યાર બાદ હાલમાં આ પીએમ આવાસ યોજનામાં મંજુર થયેલ આવસોનું લિસ્ટ બહાર આવ્યું છે જેમાં અનેક જગ્યાએ ગેરરીતિ થયાના આક્ષેપો થઈ રહૃાા છે

હાલ મહિસાગરના કડાણા તાલુકાના સરસવા ઉત્તર ગામના ગ્રામજનો આ મંજુર લાભાર્થીઓનું લિસ્ટ જોઈને રોષે ભરાયા છે કારણ કે જે લોકોને હાલ આવાસની જરૂર છે તેવા અતિ ગરીબ લોકોનુ નામ યાદીમાં ન આવ્યુ પરંતુ અમુક પાત્રતા ન ધરાવતા નોકરિયાત વર્ગ અને અમુક ધંધાદારી લોકોના નામે આવાસ મંજુર થયા છે ત્યારે સર્વેની કામગીરી પર અનેક પ્રશ્ર્નો ઉભા થયા છે અગાઉની જે યાદી હતી તેમાં થઈ ૪૫ જેટલા અરજદારોના નામ સર્વે પછી કમી કરી દેવામાં આવતા સરસવા ઉત્તર ગ્રામ પંચાયતના ધનસુરા ગામના ગ્રામજનો કડાણા ખાતે આવી તાલુકા વિકાસ અધિકારીને મળી રજુઆત કરી કયા કારણસર ૪૫ અરજદારોના નામ કંઈ થયા તેનું કારણ ઉપરાંત ગેરરીતિની તપાસ કરવાની માંગણી કરી હતી.

Read About Weather here

આ અંગે કડાણા તાલુકાના તાલુકા વિકાસ અધિકારી ગણાવા સાથે મૌખિક વાતચીતમાં જણાવ્યું હતું કે લાભાર્થીઓની પાત્રતા અંગેનું સર્વે શિક્ષકો અને તલાટી દ્વારા કરવામાં આવેલ છે જેથી કયા કારણસર નામો કંમી થયા છે અને પાત્રતા ન ધરાવતા લોકોના નામ યાદીમાં હશે તો તે અંગે તપાસ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here