દેશી દારૂની ભઠ્ઠીઓ પર દરોડા, 29,000 લિટર દારૂ બનાવવાનો માલસામાન કબજે

 દેશી દારૂની ભઠ્ઠીઓ પર દરોડા, 29,000 લિટર દારૂ બનાવવાનો માલસામાન કબજે
 દેશી દારૂની ભઠ્ઠીઓ પર દરોડા, 29,000 લિટર દારૂ બનાવવાનો માલસામાન કબજે

વડોદરા નજીક ગ્રામ્ય વિસ્તારમાં દારૂ બનાવવા માટે ભઠ્ઠીઓ ચાલી રહી હોવાથી પોલીસે ગઈકાલે છ ભઠ્ઠી ઝડપી પાડી હતી. 

વડોદરા નજીક આવેલા ભાલીયાપુરા ગામની આસપાસ દારૂ ગાળવા માટે ભઠ્ઠીઓ ધમધમી રહી હોવાની વિગતોને પગલે ક્રાઈમ બ્રાન્ચ અને એલસીબી ઝોન-૩ ની ટીમોએ દરોડા પાડ્યા હતા. પોલીસે જુદા જુદા સ્થળે છ ભઠ્ઠી ઝડપી પાડી હતી અને પાંચ આરોપીઓને દબોચી લીધા હતા. 

પોલીસે દારૂ ગાળવા માટે ઉપયોગમાં લેવાતા 29,000 લિટર વોશ તેમજ તૈયાર થયેલો 355 દેશી દારૂ, ભઠ્ઠીના સાધનો, દારૂ ભરવાના પીપ વગેરે મળી કુલ રૂ.પોણો લાખની માતા કબજે કરી હતી.

પોલીસે પકડેલાઓમાં કિશન રાઠોડ, સંજય તડવી, વિષ્ણુ માળી,બચી ખાન પઠાણ અને રામ લખન ગૌતમનો સમાવેશ થાય છે. જ્યારે માલીયા પુરાના મહેશ ઠાકરડાને વોન્ટેડ જાહેર કર્યો છે.