બિલની કોપી ન મળતા આપના ધારાસભ્ય ગૃહમાં આખી રાત ધરણાં પર બેઠા રહૃાા

પંજાબ વિધાનસભામાં નવા કૃષિ બિલ અંગે હોબાળો

કૃષિ કાયદા અંગે બોલાવવામાં આવેલા પંજાબ વિધાનસભાના બે દિવસના વિશેષ સત્રના પહેલા દિવસે હાઈ વોલ્ટેજ ડ્રામા થયો હતો. અકાલી નેતા ટ્રેક્ટર અને આપના ધારાસભ્ય કાળાં કપંડા પહેરીને પહોંચ્યા હતા. રાજ્ય સરકાર તરફથી કૃષિ કાયદા વિરુદ્ધ લાવવામાં આવી રહેલા બિલની કોપી ન મળવાથી વિપક્ષે ઘણો હોબાળો કર્યો હતો, જેના વિરોધમાં આપના ધારાસભ્ય આખી રાત ગૃહમાં જ ધરણાં પર બેઠા રહૃાા હતા. સ્પીકરે કહૃાું હતું કે બિલમાં તમામ કાયદૃાકીય પાસાઓને ધ્યાનમાં રાખવામાં આવી રહૃાા છે.

બિલ ગૃહમાં રાખવામાં આવશે. સરકારનો પ્રયાસ છે કે બિલમાં એવો કોઈ કાયદાકીય પાસું ન રહી જાય, જેનાથી કોર્ટમાં મુશ્કેલી થાય. બિલ એટલા માટે પણ જરૂરી છે, કારણ કે એના આધારે જ યુપીએ અન્ય બિનભાજપ રાજ્યોમાં આવા બિલને પસાર કરવા માટે કહેશે. આ પહેલાં આપ ધારાસભ્ય હરપાલ ચીમા ધારાસભ્યો સાથે સરકાર વિરુદ્ધ નારાબાજી કરતાં સ્પીકર સામે આવ્યા અને બિલની કોપી માગી. અકાલી દળે પણ આપને સાથ આપ્યો.

જ્યારે બન્ને પક્ષનો હોબાળો અટક્યો નહીં તો સ્પીકરે કાર્યવાહી મંગળવાર સવારે ૧૦ વાગ્યા સુધી સ્થગિત કરી દીધી. તો આ તરફ કોપી ન મળવા અંગે આપ નેતાઓએ ગૃહની અંદર આખી રાત ધરણાં કર્યા. આ પહેલા સત્રની શરૂઆત શહીદોને શ્રદ્ધાંજલિ આપીને થઈ હતી. આ દરમિયાન આઠ રિપોર્ટ્સને ગૃહમાં રાખવામાં આવ્યા હતા.