અસમ-મિઝોરમ સરહદ વિવાદને લઇ ગૃહમંત્રી શાહે મિઝોરમના મુખ્યમંત્રી સાથે કરી વાત

પોલીસ આધુનિકરણ માટે રૂ.26 હજાર કરોડ ફાળવતી કેન્દ્ર સરકાર
પોલીસ આધુનિકરણ માટે રૂ.26 હજાર કરોડ ફાળવતી કેન્દ્ર સરકાર

અસમ-મિઝોરમ સરહદ વિવાદ પર સોમવારના રોજ આખો દિવસ બંને રાજ્યોના અધિકારીઓની વચ્ચે બેઠક ચાલી. મામલો એટલો વધી ગયો કે તેમાં કેન્દ્ર સરકારે પણ હસ્તક્ષેપ કરવો પડ્યો છે. તો આખા કેસને જોતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહએ બંને રાજ્યોમાં ફરી શાંતિ સ્થાપવાની દ્રષ્ટિથી મિઝોરમના મુખ્યમંત્રી જોરમથાંગાન ને ફોન કરી ઘટનાને લઇ ખેદ વ્યકત કર્યો. આપને જણાવી દઇએ કે ગયા શનિવારની રાત્રે મિઝોરમના કોલાસિબ જિલ્લા અને અસમના કછાર જિલ્લાની સરહદ પર બે ગ્રૂપમાં હિંસક ઝડપ થઇ હતી, જેમાં ૨૦ ઘર અને દૃુકાનોને તોડી નાંખ્યા હતા. કેન્દ્ર સરકારે સોમવારના રોજ બંને રાજ્યોની સરકારો સાથે મળીને સરહદ વિવાદને ઉકેલવા અને શાંતિ ફરી સ્થાપિત કરવાનું કહૃાું છે.

બીજીબાજુ અસમ અને મિઝોરમના સરકારી અધિકારીઓએ સરહદ તણાવને ઓછો કરવા માટે વાતચીત કરી. અસમના કછાર જિલ્લાના લાયલપુરમાં બંને રાજ્યોના અધિકારીઓએ વાતચીત કરી. જો કે હવે દાવો કરાઇ રહૃાો છે કે સ્થિતિ કાબૂમાં છે પરંતુ મામલો હજુ થાળે પડ્યો નથી. અસમ-મિઝોરમ સરહદ વિવાદને લઇ અસમના મુખ્યમંત્રી સર્બાનંદ સોનોવાલ એ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ સાથે ફોન પર વાત કરી.

પીએમ મોદી અને અમિત શાહ તરફથી વિશ્ર્વસ વ્યકત કર્યો કે આંતરરાજય સરહદ પર સ્થિતિ સુધારવા માટે કેન્દ્ર જરૂરી પગલાં ઉઠાવશે. બીજીબાજુ કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લાએ સોમવારના રોજ અસમ-મિઝોરમના મુખ્ય સચિવોની સાથે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા વાતચીત કરી. અસમ અને મિઝોરમ બંને રાજ્યોની સરહદૃ અત્યાર સુધી નક્કી થઇ નથી, જેને લઇ ત્યાં મોટાભાગે વિવાદૃ થતો રહે છે. શનિવારની રાત્રે સરહદને લઇ વિવાદ થયો અને ઘટનાએ હિંસક સ્વરૂપ ધારણ કરી લીધું હતું.