નારાજ ગર્લફ્રેન્ડને મનાવવા યુવકે કરી એવી હરકત…, થઈ ધરપકડ

નારાજ ગર્લફ્રેન્ડ
નારાજ ગર્લફ્રેન્ડ

પકડાયેલ યુવકોમાં એક યુવક બરેલી નિવાસી પોતાની નારાજ ગર્લફ્રેન્ડમે મળવા આવ્યો હતો

નારાજ ગર્લફ્રેન્ડને મળવાનું પડ્યું ભારે!,

Subscribe Saurashtra Kranti here

નારાજ ગર્લફ્રેન્ડને મનાવવા માટે આશિક કંઈપણ કરી બેસતા હોય છે, આવું જ કંઈક ઉત્તર પ્રદેશના બરેલી જિલ્લામાં થયું. જણાવી દઈએ કે એક આશિક પોતાની ગર્લફ્રેન્ડને મળવા માટે બરેલી પહોંચી ગયો. પરંતુ બરેલી પહોંચ્યા બાદ તેણે એટીએમમાં લૂંટ ચલાવાની પ્લાનીંગ કરી નાખ્યું અને પોતાના સાથીઓ સાથે નાઈટ કર્ફ્યું દરમ્યાન એટીએમ કાપવાની કોશિશ કરી. પરંતુ એક હોમગાર્ડે શોર મચાવતાં આશિક રંગે હાથે ઝડપાઈ ગયો.

એસએસપી રોહિત સિંહ સજવાણે મીડિયાને જાણકારી આપતા જણાવ્યું કે પ્રેમનગરમાં નૈનીતાલ રોડ પર ગુલાબ રાય ઈંટર કોલેજ સામે આવેલ પંજાબ નેશનલ બેંકના એટીએમને ચાર બદમાશોએ કાપવાની કોશિશ કરી. બે બદમાશ કટર વગેરે લઈ અંદર ઘૂસ્યા, જ્યારે બે બાઈક લઈને બહાર ઉભા રહૃાા. થોડી દૃૂરી ડ્યૂટી કરી રહેલ થાણા પ્રેમનગરના હોમગાર્ડ સીબીગંજ નિવાસી રોજાવરે બદમાશોને જોઈ શોર મચાવ્યો તે તે ભાગવા લાગ્યા. આ દરમ્યાન ઈન્સ્પેક્ટર અમર સિંહ, વિજયપાલ સિંહ, કોન્સ્ટેબલ વિનીત અને કૌશીંદ્ર કુમાર પેટ્રોલિંગ કરતા ત્યાં પહોંચ્યા. બદમાશોએ તમંચાથી તેમના પર ફાયરીંગ પણ કર્યું, પરંતુ પોલીસે ઘેરાબંધી કરી ચારેય બદમાશોને પકડી પાડ્યા.

પૂછપરછમાં આરોપીઓએ પોતાના નામ હરિયાણામાં જિલ્લા મેવાતના કસ્બા નૂહ નિવાસી યુવરાજ, ફિરોજાબાદના મોહલ્લા હુસૈની નિવાસી તાલિબ અલી, કરગૈનાના દીપક શર્મા અને મઢીનાથ નિવાસી આલોક મિશ્રા જણાવ્યું. ફરીદપુરના મોહલ્લા મિર્ધાન નિવાસી તેમનો સાથી અમન ઉર્ફે અજમેરી ભાગી ગયો. તેના પર વિવિધ પોલીસ સ્ટેશને ડઝનેક કેસ નોંધાયેલા છે. પકડાયેલા બદમાશોના કબ્જામાંથી પોલીસે કટર, તમંચો-ચાકૂ, ત્રણ મોબાઈલ, બે બેગ અને એક બાઈક જપ્ત કરી છે.

એસએસપી રોહિત સિંહે ખુલાસો કરતા જણાવ્યું કે પકડાયેલ યુવકોમાં એક યુવક બરેલી નિવાસી પોતાની નારાજ ગર્લફ્રેન્ડમે મળવા આવ્યો હતો જે બરેલીની એક મેડિકલ કોલેજથી એમબીબીએસ કરી રહી છે. તે તેને જોવા અને મળવા બરેલી આવતો-જતો રહે છે. આ દરમ્યાન જ તે પણ આ લોકોના સંપર્કમાં આવી ગયો અને એટીએમ લૂંટની ઘટનાને અંજામ આપવા ચાલ્યો ગયો.

Read About Weather here

પૂછપરછમાં યુવરાજે જણાવ્યું કે ગર્લફ્રેન્ડ સાથે તેનું બ્રેકઅપ થઈ ગયું હતું અને છોકરી તેની સાથે વાત પણ નહોતી કરતી. તે એક મોંઘી ગિફટ આપી છોકરીને મનાવવા માંગતો હતો. પરંતુ તેની પાસે આટલા રૂપિયાના હોવાથી તેણે એટીએમ લૂંટવાની યોજના બનાવી. પરંતુ પોલીસકર્મીઓએ તેના પ્લાનીંગ પર પાણી ફેરવી નાખ્યું અને ચાર લોકોની ધરપકડ કરી લેવામાં આવી જ્યારે એક સાથી ફરાર છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here