આંખ મારતા, હવામાં ચુંબન ફેંકતા રોમીયોને થઇ શકે છે… જેલ!

આંખ મારતા, હવામાં ચુંબન
આંખ મારતા, હવામાં ચુંબન
૧૪ વર્ષની પીડિત બાળકીએ કોર્ટને જણાવ્યું કે ૨૯ ફેબ્રુઆરીના રોજ તે તેની બહેન સાથે ક્યાંક જઈ રહી હતી ત્યારે પાડોશમાં રહેતા આરોપીએ તેને જોઈને આંખ મારી અને તેની તરફ હવામાં ચુંબન ઉછાળ્યું

Subscribe Saurashtra Kranti here

કોઈને જોઈને આંખ મારવી કે હવામાં ચુંબનનો ઈશારો કરવો એ પણ શારીરિક સતામણીની શ્રેણીમાં આવે છે. પોક્સો કોર્ટએ આમ કરવા બદલ ૨૦ વર્ષના યુવકને એક વર્ષની સજા ફટકારી છે. આ સાથે જ તેને ૧૫૦૦૦ રૂપિયાનો દંડ પણ લગાવાયો છે. કોર્ટે પોતાના ચુકાદામાં કહૃાું કે આરોપી યુવકે સગીરાને જોઈને આંખ મારવી અને હવામાં કિસ કરવા જેવું કૃત્ય કર્યું જેને શારીરિક સતામણી કહી શકાય. કોર્ટે આરોપી પર ૧૫ હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો જેમાંથી ૧૦ હજાર રૂપિયા પીડિત પક્ષને આપવામાં આવશે.

એક અંગ્રેજી અખબારના રિપોર્ટ મુજબ ૧૪ વર્ષની પીડિત બાળકીએ કોર્ટને જણાવ્યું કે ૨૯ ફેબ્રુઆરીના રોજ તે તેની બહેન સાથે ક્યાંક જઈ રહી હતી ત્યારે પાડોશમાં રહેતા આરોપીએ તેને જોઈને આંખ મારી અને તેની તરફ હવામાં ચુંબન ઉછાળ્યું. આરોપી પહેલા પણ આવી હરકત કરી ચૂક્યો હતો અને અનેકવાર સમજાવ્યા છતાં તેનામાં કોઈ ફરક નહતો પડ્યો. પીડિતાની માતાએ જણાવ્યું કે આરોપી યુવકની હરકતો અંગે પીડિતાએ તેમને જણાવ્યું હતું. તેમણે અનેકવાર યુવકને આવું ન કરવા માટે સમજાવ્યું હતું પરંતુ તે જ્યારે ન સુધર્યો તો તેના વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ કરવામાં આવી.

આ મામલે સુનાવણી દરમિયાન બચાવ પક્ષના વકીલે કહૃાું કે બાળકી અને તેની માતા દ્વારા લગાવવામાં આવેલા આરોપોને શારીરિક સતામણી તરીકે જોવા જોઈએ નહીં. વકીલે એવો પણ આરોપ લગાવ્યો કે પોલીસે આ મામલે યોગ્ય રીતે તપાસ કરી નથી. જો કે કોર્ટે બચાવ પક્ષની દલીલોને નજરઅંદાજ કરી. કોર્ટે પોતાના ચુકાદામાં કહૃાું કે એવું કોઈ કારણ જોવા મળતું નથી જેનાથી સ્પષ્ટ થઈ શકે કે પીડિતાએ ખોટા આરોપ લગાવ્યા છે. જો તે તેના પુરતા પુરવા છે કે આરોપીને અનેકવાર આવી હરકતો ન કરવા માટે જણાવવામાં આવ્યું. કોર્ટે વધુમાં કહૃાું કે કોઈને જોઈને આંખ મારવી કે હવામાં કિસ કરવી તે ઉત્પીડનની શ્રેણીમાં આવે છે.

Read About Weather here

બચાવ પક્ષે એ પણ આરોપ લગાવ્યો કે પીડિતાની કઝિન અને આરોપી વચ્ચે ૫૦૦ રૂપિયાની શરત લાગી હતી. આ શરતના કારણે આરોપીએ તેને જોઈને આંખ મારી. જો કે બાળકીએ કોર્ટમાં આ આરોપને ફગાવ્યો. તેણે કોર્ટને કહૃાું કે શરતની વાત સંપૂર્ણ રીતે ખોટી છે. આરોપી યુવક સતત આવી હરકતો કરી રહૃાો હતો. બચાવ પક્ષે કોર્ટમાં વાંરવાર એ સાબિત કરવાનો પ્રયત્ન કર્યો કે પીડિતા અને તેની માતાની દલીલો યોગ્ય નથી પરંતુ કોર્ટે પીડિતાના પક્ષમાં જ ચુકાદો આપ્યો.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here