મહારાષ્ટ્રમાં સંપૂર્ણ લોકડાઉન લગાવશે તો લોકો રસ્તા પર ઉતરી આવશે :ભાજપ

મહારાષ્ટ્ર
મહારાષ્ટ્ર

મહારાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં કોરોના નિવારણ માટે સરકારે વીકએન્ડ લોકડાઉન લગાવી દીધું છે

Subscribe Saurashtra Kranti here

મહારાષ્ટ્રમાં કોરોનાએ હાહાકાર મચાવી દીધો છે. અહીં સતત કોરોના કેસમાં વધારો થઈ રહૃાો છે. ત્યારે રાજ્યમાં વણસેલી સ્થિતિનેને લઈ લૉકડાઉન લદાશે કે નહીં તેનો નિર્ણય આજે ટાસ્ક ફોર્સની બેઠકમાં લેવાશે. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ ગઈકાલે સર્વદળીય બેઠક બોલાવી હતી. રાજ્યમાં લૉકડાઉન (Lockdown) પર ચર્ચા માટે બોલાવેલી આ બેઠકમાં તમામ પાસાઓ પર ચર્ચા થઈ હતી. ત્યાારે બેઠકમાં પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપ નેતા દેવેન્દ્ર ફડણવીસે કહૃાું કે, જો લોકડાઉન લાદવામાં આવશે તો લોકો રસ્તા પર ઉતરી આવશે.

બેઠકમાં મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ કહૃાું હતું કે, રાજ્યમાં જો કેસમાં ઘટાડો નહીં આવે તો ૨૧ એપ્રિલ સુધીમાં સ્થિતિ ખૂબજ ખરાબ થઈ શકે છે. એવામાં આ સમય લૉકડાઉનનો છે, લૉકડાઉન સિવાય અન્ય કોઈ વિકલ્પ નથી. ત્યારે બેઠક દરમિયાન દેવેન્દ્ર ફડણવીસે કહૃાું કે, રાજ્યમાં જો સંપૂર્ણ લૉકડાઉન લગાવવામાં આવશે તો જનતા રસ્તાઓ પર ઉતરી શકે છે. તેમણે કહૃાું કે, લોકોને ધ્યાનમાં રાખીને જ નિર્ણય કરવામાં આવે.

Read About Weather here

મહારાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં કોરોના નિવારણ માટે સરકારે વીકએન્ડ લોકડાઉન લગાવી દીધું છે. સપ્તાહના અંતે લાદવામાં આવેલા લોકડાઉનને અત્યાર સુધી સારો પ્રતિસાદ મળ્યો છે. મુંબઇ, પૂના, ઔરંગાબાદ અને નાગપુર સહિત રાજ્યના મોટાભાગના ભાગોમાં રસ્તાઓ અને બજારો સૂમસામ જોવા મળી રહૃાા છે. રાજ્યમાં પ્રથમ સપ્તાહનું લોકડાઉન શુક્રવારે રાત્રે આઠ વાગ્યાથી શરૂ થયું હતું અને સોમવારે સવારે સાત વાગ્યા સુધી ચાલુ રહેશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here