દેશભરમાં પોલીસની ૫.૩૧ લાખ જગ્યાઓ ખાલી: જી.ક્રૃષ્ણ રેડ્ડી (17)

    વીમા ક્ષેત્રે-FDI
    વીમા ક્ષેત્રે-FDI

    Subscribe Saurashtra Kranti here.

    કોરોનાના રોગચાળાને લીધે પોલીસ અને અર્ધલશ્કરી દળોમાંની ભરતીની પ્રક્રિયાને માઠી અસર થઇ

    દેશમાં પોલીસની ૫,૩૧,૭૩૭ જગ્યા, કેન્દ્રીય સશસ્ત્ર પોલિસ દળ (સીએપીએફ)માં ૧,૧૧,૦૯૩ જગ્યા તેમ જ ઇન્ડિયન કાઉન્સિલ ઑફ ઍગ્રીકલ્ચરલ રિસર્ચમાં વૈજ્ઞાનિક અને ટૅક્નિકલ ગ્રૅડ માટે ૩,૮૧૫ હોદ્દા ખાલી છે.

    કેન્દ્રના ગૃહ ખાતાના રાજ્ય કક્ષાના પ્રધાન જી. કૃષ્ણ રેડ્ડીએ લોકસભામાં જણાવ્યું હતું કે પોલીસની મહારાષ્ટ્રમાં ૨૮,૫૫૦, ગુજરાતમાં ૨૭,૩૪૯, ઉત્તર પ્રદેશમાં ૧,૧૧,૮૬૫, પશ્ર્ચિમ બંગાળમાં ૫૫,૨૯૪, બિહારમાં ૪૭,૦૯૯, મધ્ય પ્રદૃેશમાં ૩૧,૪૮૮, તેલંગણામાં ૨૯,૪૯૨ અને દિલ્હીમાં ૯,૭૬૭ જગ્યા ખાલી છે. કેન્દ્રના ગૃહ ખાતાના રાજ્ય કક્ષાના અન્ય પ્રધાન નિત્યાનંદ રાયે લોકસભામાં જણાવ્યું હતું કે કેન્દ્રીય સશસ્ત્ર પોલિસ દળ (સીએપીએફ)માં ૧,૧૧,૦૯૩ જગ્યા ખાલી છે.

    કેન્દ્રીય સશસ્ત્ર પોલિસ દળમાં સીમા સુરક્ષા દળ, કેન્દ્રીય અનામત પોલિસ દળ, સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રિયલ સિક્યોરિટી ફૉર્સ, ઇન્ડો-તિબેટીઅન બૉર્ડર પોલીસ, સશસ્ત્ર સીમા બલ, આસામ રાઇફલ્સ અને નેશનલ સિક્યોરિટી ગાર્ડનો સમાવેશ થાય છે અને તે ગૃહ મંત્રાલયના નિયંત્રણ હેઠળ છે.

    Read About Weather here

    કોરોનાના રોગચાળાને લીધે પોલિસ અને અર્ધલશ્કરી દળોમાંની ભરતીની પ્રક્રિયાને માઠી અસર થઇ હતી.
    કૃષિ પ્રધાન નરેન્દ્રિંસહ તોમરે લોકસભામાં જણાવ્યું હતું કે ઇન્ડિયન કાઉન્સિલ ઑફ એગ્રીકલ્ચરલ રિસર્ચમાં વૈજ્ઞાનિક અને ટૅક્નિકલ ગ્રૅડ માટે ૩,૮૧૫ હોદ્દા ખાલી છે.

    Visit Saurashtra Kranti Homepage here

    Read National News : Click Here

    Visit Saurashtra Kranti Homepage here

    Visit Saurashtra Kranti Homepage here